SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વારા ટકાનું –અતિસંકિલષ્ટ પરિણામિ, અહિં અતિસંકલેશનું ગ્રહણ માત્ર બળવાનપણું જણાવવા માટે છે. કારણ કે બળવાનને જ અતિસંકુલેશ હોય છે. નહિ તે પ્રદેશમધના વિષયમાં સંક્ષિપ્ત પરિણામનું કંઈ પ્રજન નથી. ઉષ વિશુદ્ધિવાળાને પણ ઉત્કૃષ્ટ એગ હોય છે અને તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તેથી ગાથામાં aff” એ પદ વડે બળવાન આત્માનું ગ્રહણ છે. એટલે કે ઉત્કૃષ્ટ ચગસ્થાને વર્તમાન આત્મા લેવાનો છે, કેમકે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે જ કરી શકે છે, તથા સાતને અંધક, ગાથામાં મૂકેલ “મિચ્છ' એ પદ સચ્ચણિનું ઉપલક્ષણસૂચક છે માટે મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગ્દદિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. ત્યારપછી અતુષ્ટ થાય છે. વળી કાળાન્તરે ઉત્કૃષ્ટ ત્યારપછી અતુશ્રુષ્ટ થાય છે. એ પ્રમાણે વારાફરતી થતા હોવાથી એ એને સાદિ–સાંત લાગે છે. આ પ્રમાણે મોહનીયના વિષયમાં બે ભાંગા વિચાર્યા. ૮૭. . આ પ્રમાણે મૂળ પ્રકૃતિએ આશ્રયી સાવાદિ ભંગને વિચાર કર્યો. હવે ઉત્તરપ્રકૃતિએ આશયી વિચાર કરવા ઈચ્છતા કહે છે – नाणंतरायनिद्दाअणवजकसायभयदुगंछाण । दसणचउपयलाणं चउविगप्पो अणुकोसो ||८|| ज्ञानान्तरायनिद्रानन्तानुवन्धिवर्जकपायभयजुगुप्सानाम् । दर्शनचतुष्काचलानां चतुर्विकल्पोऽनुत्कृष्टः ॥८६॥ અર્થ-જ્ઞાનાવરણીય, અત્તરાય, નિદ્રા, અનન્તાનુબલ્થિ વર્ક બાર કષાય, ભય, જુગુપ્સા, દર્શનાવરણ ચતુષ્ક અને પ્રચલાને અનુષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે છે. ટીકાનુ–નાનાવરણપંચક, અંતરાયપચક, નિદ્રા, અનંતાનુબંધિ વજીને બાર કષાય, ભય, જુગુપ્સા, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનાવરણીયરૂપ દર્શનાવરણ ચતુષ્ક અને પ્રચલા એ ધ્રુવનંધિ ત્રિીસ પ્રકૃતિને અનુષ્ટ પ્રદેશબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય પાંચ, અતરાય પાંચ અને ચક્ષુ, અચ, અવધિ અને કેવળદર્શન નાવરણીયરૂપ દર્શનાવરણય ચાર એ ચૌદ પ્રકૃતિને ઉત્કૃષ્ટ ચેગે વર્તમાન ક્ષપક અથવા ઉપશમક સૂમસંપરાયવર્તિ આત્માને એક કે બે સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ એગ વડે ઘણા દલિકે ગ્રહણ કરે છે અને આયુ તથા મોહનીયને અંધવિચછેદ થયેલ હોવાથી તેના ભાગને તેમાં પ્રવેશ થાય છે, એટલે કે તેને ભાગ પણ મળે છે, વળી ચાર દર્શનાવરણયમાં તે સ્વજાતીય નહિ બંધાતી પ્રકૃતિએને ભાગ પણ પ્રાપ્ત થાય છે. તે પ્રતિનિયત એક કે બે સમય જ થત હોવાથી સાદિ સાંત છે. ત્યારપછી સમયાન્તરે મંદાગસ્થાને વર્તમાન તે જ આત્માને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય ત્યારે, અથવા ઉપશાંતમાહ ગુણસ્થાનકે બંધવિચ્છેદ કરીને
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy