________________
પંચસંગ્રહ-પાંચમું હાર यस्मिन्समये यावन्ति बध्नाति तेपामीहशेन विधिना । प्रत्येकं प्रत्येक भागान् निर्वतयति जीवः ॥७९॥
અર્થ—જે સમયે જેટલા કર્મ બાંધે છે તે સમયે તેમાંના દરેકને પૂર્વોક્ત વિધિ વડે જીવ ભાગ આપે છે.
ટીકાનુo– જે સમયે જેટલા આઠ, સાત કે છ કર્મોને તે તે પ્રકારના અથવસાયના યોગે બાંધે છે તે સમયે તે બંધાતા આઠ, સાત કે છ કમેને પૂર્વ કહેલ વિધિ પ્રમાણે ભાગ આપે છે. તે આ પ્રમાણે –
સર્વત્ર વેદનીય ભાગ માટે છે અને શેલ કર્મોમાં સ્થિતિની વૃદ્ધિને અનુસરી વધારે વધારે હોય છે. એટલે કે-જેની સ્થિતિ વધારે તેમાં ભાગ વધારે અને જેની સ્થિતિ અલ્પ તેમાં ભાગ અલ્પ હોય છે. તેમાં જ્યારે આઠ પ્રકારના કર્મબંધમાં હેતુ ભૂત અધ્યવસાય પ્રવર્તે ત્યારે તેના વશથી ગ્રહણ કરેલા દલિકને છ આઠ ભાગે વહેચે છે.
આઠ કર્મ બંધાય ત્યારે ભાગવિભાગ કેવી રીતે થાય? તેને વિચાર તે પહેલા કરી ગયા છે. જ્યારે સાત કમના બંધમાં હેતુભૂત અધ્યવસાય પ્રવરે ત્યારે તેના હશથી ગ્રહણ કરેલા કર્મના સાત ભાગ કરે છે, તેમાં નામ અને ગોત્રકમને ભાગ સર્વથી અલ્પ અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ભાગ વધારે છે. કારણ કે તેઓની સ્થિતિ મેટી છે અને સ્વસ્થાને પરસ્પર એક બીજાને સરખો છે. તેનાથી મેહનીય ભાગ વિશેષાધિક છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિથી તેની સ્થિતિ માટી છે. તેનાથી પણ વેદનીયને ભાગ વિશેષાધિક છે. વેદનીય કર્મમાં સર્વોત્કૃષ્ટ ભાગ લેવાનું કારણ પૂર્વે કહ્યું છે.
- જ્યારે છ કર્મના બંધમાં હેતુભૂત અધ્યવસાય હોય ત્યારે તેના વશથી બાંધેલા કર્મલિકના છ ભાગ કરે છે એટલે તેને છ ભાગે વહેંચી આપે છે–છપણે પરિણાવે છે. તેમાં પણ ભાગમાં વિભાગ પૂર્વની જેમ જ જાણ. જેમ કે-નામ અને શેત્રને ભાગ અ૫, માંહોમાંહે તુલ્ય. તેનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ભાગ વધારે, ત્રણેમાં માંહોમાંહે સરખે અને તેનાથી વેદનીયન ભાગ મટે છે.
ત્યારે માત્ર એક વેદનીય કર્મ બાંધે ત્યારે પગના વશથી બાંધેલું જે કંઈ પણ દલિક હોય તે સઘળું તે બંધાતી સાતવેદનીયરૂપે જ પરિણમે છે.
આ પ્રમાણે હોવાથી તાત્પર્ય એ આવ્યું કે-જેમ જેમ ઘેડી પ્રકૃતિ છે તેમ તેમ બંધાતી પ્રકૃતિને ભાગ મોટે મોટે હોય અને જેમ જેમ ઘણી પ્રકૃતિ ખાંપે તેમ તેમ અલ્પ અલ્પ ભાગ હોય છે. ૭૯
એ જ વિષયને સ્પષ્ટ કરે છે.