SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ પંચસંગ્રહ-પાંચમું દ્વાર કરતા નથી કારણકે તેઓ તે માત્ર દેવાયુને જ બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ દેવે અથવા નારકીઓ મનુષ્યનું આઉખુ બાંધે છે પરંતુ કમભૂમિયોગ્ય સંખ્યાત વર્ષ પ્રમાણુજ આયુ બાંધે છે, અકર્મભૂમિાગ્ય–અસંખ્યાત વર્ષનું બાંધતા નથી કારણકે ભવસ્વભાવે ત્યાં ઉત્પન્ન થતા નથી. માટે મનુષ્યાયુ આદિ ચાર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગમાં ધના મિથ્યાદષ્ટિ જજ સ્વામિ છે, સમ્યગ્દષ્ટિ જ નથી. આ વિષયમાં પણ વિશેષ વિચાર કરીએ તે આપને ત~ાગ્ય વિશુદ્ધ પરિ ણામવાળો મિથ્યાદષ્ટિ દેવજ ઉત્કૃષ્ટ રસબંધ કરે, બીજા છ ન કરે. કારણ કે જે વિશુદ્ધ પરિણામે દે આપને ઉત્કૃષ્ટ રસબંધ કરે તેવા પરિણામે, મનુષ્ય અને તિયને આતપના બંધને જ અસંભવ છે. કારણ કે તેઓ તેવા પરિણામે એકેન્દ્રિય રોગ્ય કમબંધ જ કરતા નથી અને નારકને તથાસ્વભાવે આને બંધ જ નથી. તથા ઉદ્યોત નામકર્મને સાતમી નરક પૃથ્વીમાં વર્તમાન પથમિક સમ્યફત્વને ઉત્પન્ન કરતે નારકી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ અનુભવતા તેના ચરમ સમયે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણ કે ઉદ્યોતના અંધક જીવમાં તેજ અત્યંત શુદ્ધ પરિણામિ છે. આવા વિશુદ્ધ પરિણામવાળા નરક સુધીના નારકીઓ અને દે મનુષ્ય પ્રાગ્ય, અને મનુષ્ય તિય દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. સાતમી નરક પૃથ્વીના નારકીઓ જ્યાં સુધી મિથ્યાત્વમેહના ઉદયવાળા છે ત્યાં સુધી ભવસ્વભાવે જ તિર્યંચગતિ પ્રાગ્ય બંધ કરે છે, અને તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મ બાંધતા તેની સાથે ઉદ્યોતનામકર્મ બંધાઈ શકે છે, એટલે અનિવૃત્તિકરણના ચરમ સમયે વર્તમાન સાતમી નારકીના છ ઉદ્યાતનામના ઉત્કૃષ્ટ રસના બંધાધિકારી છે. તથા તિર્યંચ અને મનુષ્યાયુને ત~ાય વિશુદ્ધ પરિણામવાળા મિથ્યાદિ ત્રણ પપમ પ્રમાણ યુગલિકનું આયુ બાંધતા ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. "અગુરુલઘુ, તેજસ, કામણ, નિર્માણ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવદ્રિક, ક્રિયદ્રિક, આહારદ્રિક, પંચેન્દ્રિય જાતિ, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, ૧ સારામાં સારા પરિણામે તીથ કરાદિ પ્રવૃતિઓને આઠમે ગુણસ્થાનકે ઉષ્ટ રસધ થાય અને થશ-કીર્તિ આદિને દશમે થાય એમ અહિં કહ્યું. ત્યારે અહિં શકા થાય કે આઠમાં ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકે અનતગુણ વિશુદ્ધ પરિણામ છે. દશમાથી અગીઆરમે અત્યંત નિમળતા છે તે ત્યાં તેને ઉનષ્ટ રસબંધ કેમ ન થાય? કદાચ અહિં એમ કહેવામા આવે કે ત્યાં તે બંધાતી નથી માટે ન થાય. પરંતુ શા માટે ન બંધાય તેના ઉત્તરમાં સમજવું કે દરેક પુન્ય કે પાપ પ્રકૃતિઓના બધા ગ્ય પરિણામની તીર્થકર પરમાત્માના જ્ઞાનમાં મર્યાદા છે કે ઓછામાં ઓછા અમુક હદના સારા પરિણામથી આરંભી વધારેમાં વધારે અમુક હદ સુધીના સારા પરિણામ પર્યત અમુક અમુક પુન્ય પ્રકૃતિઓ બંધાય. તે જ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદના સકિલષ્ટ પરિણામથી આરંભી ઉત્કૃષ્ટ અમુક હદ સુધીના સંકિલષ્ટ પરિણામ પર્યત અમુક પાપ પ્રકૃતિ બંધાય. આ પ્રમાણે બંધમા પોત
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy