________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર सर्वासामपि प्रकृतीनामुत्कृष्ट संज्ञिनः कुर्वन्ति स्थितिम् । . . एकेन्द्रिया जघन्यामसंज्ञिनः क्षपकाश्च कासामपि ॥६॥
અર્થ–સઘળી કર્મપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસિઓ કરે છે, તથા જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય કરે છે અને કેટલીએક પ્રકૃતિઓને અસંસિ તથા ક્ષપક કરે છે.
ટીકાનુ –શુભ-અશુભ સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસિ જીવે કરે છે. માત્ર તીર્થંકરનામ, આહારકટિક અને દેવાયુ વર્જિત એકસે સોળ પ્રકૃતિઓને સંસિ મિથ્યાદષ્ટિ અને તીર્થંકરનામાદિ ચાર પ્રકૃતિઓને સમ્યગ્દષ્ટયાદિ કરે છે.
આ શી રીતે સમજી શકાય કે જિનનામાદિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમ્યગ્દષ્ટયાદિ કરે છે? તો કહે છે–અહિં તીર્થંકરનામકર્મને બંધહેતુ સમ્યકત્વ અને આહારકદ્ધિ કને વિશિષ્ટ સંયમ છે. કહ્યું છે કે
સમ્યકત્વગુણ રૂપ નિમિત્ત વડે તીર્થંકરનામકર્મ અને સંયમરૂપ હેતુ વડે આહારદ્ધિક બંધાય છે,
તથા દેવાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં હોય છે. ત્યાં વિશિષ્ટ સંયમના વશથી ઉત્પત્તિ થાય છે, એટલે તેના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પણ સંયમ હેતુ છે. માટે મિથ્યાદષ્ટિ જીવોને આ પ્રવૃતિઓને મૂળથી જ બંધને અસંભવ હોવાથી સમ્યગ્દષ્ટિ આદિ છે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક જાણવા.
માત્ર દેવાયુ સિવાય તે પ્રકૃતિઓના બાંધનારાઓમાં જે સંકિલષ્ટ પરિણામી છે તે છે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે એમ જાણવું. કહ્યું છે કે–સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે કારણ કે તે ઉત્કૃષ્ટ સંકલેશ વડે બંધાય છે.'
હવે તે તીથ કરનામાદિ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કર્યો છવ કરે તે કહે છે–પહેલાં જેણે નરકનું આયુ બાંધ્યું હોય એ કઈ જીવ ક્ષપશમ સમ્યકત પ્રાપ્ત કરી વીશ સ્થાનકના આરાધન વડે તીર્થંકરનામ નિકાચિત કરે તે જીવ અંત
હત શેષ આયુ રહે અને નરકમાં જવા અભિમુખ થાય ત્યારે સમ્યકત્વ વમી નાખે છે. જે સમયે સમ્યકત્વ વમી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરશે તે ચેથા ગુણસ્થાનકના છેલ્લા સમયે તીર્થંકર નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તીર્થંકરનામકમના બાંધનારાઓમાં આવોજ જીવ સર્વ સંકિલષ્ટ પરિણામે તે હોય છે.
૧ નરકમાં જનાર આત્મા ક્ષયે પશમ સમકલ લઇને જ નથી. એ કમમંથને અભિપ્રાય છે એટલે નરકમાં જવાં અભિમુખ થાય ત્યારે તેને વી નાખે છે. માટે થાર્થી પહેલા ગુણહાણે જતા
થાના ચરમ સમયે સકિલષ્ટ પરિણામે તીર્થ કરનારને ઉત્કૃષ્ટ રિતિબંધ થાય અને તે ક્ષાપશમિક અચાન્ધી જ કર એમ કહ્યું છે. ”