________________
૬૦૪
પંચસંગ્રહ-પાંચમું કાર
એમ કહ્યું છે તે પછી આયુકર્મમાં પ્રથમ સમયથી આરંભી દલિકની રચના કરે એમ શા માટે કહ્યું?
ઉત્તર—બંધાતા આયુની અબાધા પરભવ સંબધી–ભેગવાતા આયુ સંબંધી છે, માટે તે અબાધા તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત કહેવાતી નથી જ્યારે બીજા કર્મોમાં અખાધા બંધાતા કમની સત્તાના વિષયભૂત કહેવાય છે. એ હેતુથી બધ્યમાન આયુના પ્રથમ સમયથી આરંભીને જ દલિકને નિષેકવિધિ કહ્યો.
વળી અહિં શંકા થાય કે-અધ્યમાન આયુની અબાધા પરભવ સંબંધી કેમ કહેવાય છે? તેના ઉત્તરમાં કહે છે કે બધ્યમાન આયુની અખાધા ભેગવતા આયુને આધીન નથી. એ જ હકીકત સ્પષ્ટ કરે છે.
આયુને એ સ્વભાવ છે છે કે જ્યાં સુધી અનુભવાતા ભવનું આયુ ઉદયમાં વર્તે છે ત્યાં સુધી બંધાતા ભવનું આયુ સર્વથા-પ્રદેશદય કે રસોદયથી ઉદયમાં આવતું નથી પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પછી જ અવશ્ય ઉદયમાં આવે છે.
કઈ વખતે અનુભવાતા ભવના આયુનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે કોઈ વખતે નવમે ભાગ શેષ હોય ત્યારે કોઈ વખતે સત્તાવીસમો ભાગ શેષ હોય ત્યારે અને કઈ વખતે અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે પરભવનું દીર્ઘ સ્થિતિવાળું પણ આયુ બાંધે છે. તેથી દીઘ સ્થિતિવાળા પરભવાયુની પણ જોગવાતા આયુના શેષ ભાગને અનુસારે જેટલો શેષ ભાગ હોય તેટલી તેટલી અબાધા પ્રવર્તે છે માટે તે પરભવ સંબંધી કહે વાય છે, બધ્યમાન આયુ સંબંધી કહેવાતી નથી. તેથી જ બધ્યમાન આયુના પ્રથમ સમયથી દળરચના થાય એમ કહ્યું છે. આ પ્રમાણે અનંતરે પનિયા વડે દલરચનાને વિચાર કર્યો.
હવે પરંપોપનિધા વડે વિચાર કરે છે– पल्लासंखियभागं गंतुं अद्धद्धयं दलियं ॥५१॥ पल्यासंख्येयभागं गत्वा अद्धि दलिकम् ।।५१।।
અર્થ–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સ્થાનકે ઓળંગી એાળગી અદ્ધ અદ્ધ દલિક થાય છે.
૧ બીજ કર્મોમાં અબાધા બંધાતા કમ્પની સત્તા કહેવાય છે અને તેથી જ અપવતના વડે તે સ્થાન ભરી શકે છે અને અબાવા ઉડાડી નાખે છે. તથા વિજાતીય પ્રકૃતિને જો ઉદય છે તે બ ધાવલિકા ગયા બાદ ઉદીરણા વડે તેનો ઉદય પણ થાય છે. આયુમાં તેમ નથી. આયુની અબાધા તે બંધાના આયુની સત્તા નહિ હેવાથી અપવર્તન વડે તે સ્થાન ભરી શકાતા નથી અને ભગવાતાં આયુના ઉદય સાથે સજાતીય બંધાતા આયુને ઉદય પણ થતા નથી.