SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ “૪૫ પચસગ્રહ-પાંચમું દ્વાર જે તે ક્ષાયિકસમ્યદષ્ટિ ન હોય તે પહેલેજ સમયે સમ્યકત્વમોહનીય વેદે છે તેથી સમ્યવાહનીય સહિત સાત પ્રકૃતિના ઉદયરૂપ ત્રીજો અવક્તાદય થાય છે. અથવા જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ હોય અને ભય કે જુગુપ્સા એ બેમાંથી કોઈપણ એકને અનુભવે તે પણ સાત પ્રકૃતિના ઉદયરૂપ ત્રીને અવક્તવ્ય થાય છે. જ્યારે લાપશમ સમ્યક્ત્વી ભય કે જુગુપ્સા એ બેમાંથી કોઈપણ એકને અનુભવે ત્યારે અથવા ક્ષાયિક સમ્યષ્ટિ ભય અને જુગુપ્સા એ બંનેને અનુભવે ત્યારે આઠ પ્રકૃતિના ઉદયરૂપ ચા અવક્તવ્યોદય થાય છે. તથા ક્ષાયોપથમિક સમ્યકત્વી ભય અને જુગુપ્સા એ બંનેને એક સાથે અનુભવતે હેય ત્યારે નવ પ્રકૃતિના ઉદયરૂપ પાંચમે અવક્તવ્યદય થાય. આ પ્રમાણે મોહનીયમના અવક્તવ્યોદય કહ્યા. હવે નામકર્મના ઉદયસ્થાનકે કહે છે. તે બાર છે. તે આ પ્રમાણે–વીશ, એકવીશ. ચોવીસ, પચીસ, છવીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, નવ અને આઠ. ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧–૯–૮. આ દરેક ઉદય સ્થાનકને સસતિકા સંગ્રહમાં આચાર્ય મહારાજ પિતે જ વિસ્તારપૂર્વક કહેશે માટે અહિં તેઓનું વિવરણ કર્યું નથી, કદાચ અહિ કહેવામાં આવે તે પુનરુક્તિ થવાથી ગ્રંથગૌરવરૂપ દેવને પ્રસંગ પ્રાપ્ત થાય. અહિં એકવીસના ઉદયસ્થાનેથી આરંભી યથાયોગ્ય રીતે સંસારમાં કે સમુઘાતમાં ચોવીસ આદિ ઉદયસ્થાનકે જાય છે માટે આઠ ભૂયસ્કાર થાય છે. જો કે ઉદયસ્થાનક બાર છે છતાં વીશના ઉદયસ્થાનેથી એકવીસના તેમ જ આઠના ઉદયસ્થાનેથી નવના ઉદય સ્થાને અને નવના ઉદયસ્થાનેથી વશના ઉદયસ્થાને કોઈ જ જતા નહિ હોવાથી આઠ જ ભૂયસ્કાર થાય છે. વીશ અને આનું ઉદયસ્થાન સામાન્ય કેવેળીને હોય છે, એકવીસ અને નવનું ઉદયસ્થાન તીર્થકર કેવળીને હોય છે. સામાન્ય કેવળિના ઉદય સ્થાનેથી તીર્થકરના ઉદય સ્થાને અથવા તીર્થકરના ઉદયસ્થાનેથી સામાન્ય કેવળીના ઉદયસ્થાને કોઈ પણ છ જતા નહિ હોવાથી તેના ભૂયસ્કાર થતા નથી. તથા અલપતરોદય નવ છે. કઈ રીતે નવ થાય છે? તે કહે છે–અહિં કોઇપણ - ૧ અગીઆરમે ગુણસ્થાનથી જે ભવક્ષયે પડે છે. તેઓ અનુતરવિમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવના પ્રથમ સમયે શાપથમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, પૂર્વભવનું ઉપશમણિનું ઉપશમસમ્યકત્વ અહિં લાવતા નથી એમ એક આચાર્ય મહારાજ માને છે તેથી ઉપર લખ્યું છે કે જે ક્ષાયિક સગ્યગદષ્ટિ ન હોય તો પહેલે જ સમયે સમફત મેહનીયકર્મ વેદે છે, એ પણ એક મત છે કે ઉપએણિનું ઉપશમસમ્યફ લઈ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે તેમને મતે ઉદયસ્થાન અને અવતવ્ય ઉદય ક્ષાયિક સુસ્પલીની જેમ ઘટે છે. , . . • •
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy