SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ પંચસોં -પાંચમું દ્વાર પર્યત ઉદીરક છે, અને તે પછીના સગિકેવળિ ગુણસ્થાનકવર્તી છે નામ અને ગેત્ર એ બે કર્મના ઉદીરક છે. ટકાન-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી પ્રમતસંવત ગુણસ્થાનકપત સઘળા જ આઠે કર્મના ઉદીરક હોય છે, એટલે કે તે સઘળા જેને સમયે સમયે આઠે કમની ઉદીરણા હોય છે. માત્ર પોતાનું આયુ ભોગવતા એક આવલિકા પ્રમાણુ શોષ રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી. તે કાળે તેઓ સાત કર્મના ઉદીરક હોય છે. “ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાંથી લિકે ખેંચી ઉદયાવલિકા સાથે જોગવવા રોગ્ય કરવા તે ઉદીરણા કહેવાય છે? અહિં માત્ર એક આવલિકા જ બાકી છે ઉપરની સઘળી સ્થિતિ, ભગવાઈને દૂર થયેલી છે એટલે ઉપરથી ખેંચવા ચગ્ય દલિકે નહિ હેવાથી તે એક આવલિકા કાળ આયુવિના સાત કર્મના ઉદ્ધારક હોય છે. સમ્યમિથ્યાષ્ટિ ગુણસ્થાનકે વતતા સાળા સર્વદા આઠે કર્મના ઉદીરક હોય છે. કારણ કે આયુની છેલ્લી એક આવલિકા-શેષ રહે ત્યારે મિશ્રગુણસ્થાનકને અસંભવ છે. કેમકે અતમુહૂર્વ આયુ શેષ રહે ત્યારે જ મિશ્રગુણસ્થાનકવર્તી સઘળા જીવે તથાસ્વભાવે ત્યાંથી પડી છે કે પહેલે ગુણસ્થાનકે ચાલ્યા જાય છે, ત્રીજે ગુણસ્થાનકે રહેતા નથી. અપ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી સૂમસપરાય ગુણસ્થાનક પર્યત સઘળા છે વેદનીય અને આયુ વિના છ કમના ઉદીરક છે. અપ્રમત્ત દશાના પરિણામવડે વેદનીય અને આયુકમની ઉદીરણા થતી નથી માટે એ બે કર્મનું વજન કર્યું છે. આ સમસપરાય ગુણસ્થાનકે શપકણિમાં મેહનીયકમને ક્ષય કરતા કરતા સત્તામાં એક આવલિકા શેષ રહે ત્યારે તે છેલ્લી આવલિકામાં મિહનીય વિના પાંચ કમની ઉદીરણા થાય છે. ઉપશમશ્રેણિમાં તે મોહની સત્તા વધારે હોવાથી ચરમ સમય પર્વત ઉદીરણ થાય છે. તેથી સૂમસં૫રાય ગુણસ્થાનકની ચરમ આવલિકાથી આરંભી ક્ષીણુંમહ ગુણસ્થાનક પયત મોહનીય, વેદનીય અને આયુકર્મ વિના શેષ પાંચમની ઉદીરણું થાય છે. માત્ર ક્ષીણમેહગુણસ્થાનકની ચરમાવલિકામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અને અંતરાયની સ્થિતિ સત્તામાં એક આવલિકા જ શેષ રહેવાથી તેની ઉદીરણા થતી નથી, નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણ થાય છે. કોઈ પણું કર્મ સત્તામાં જ્યારે એક આવલિકા બાકી રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી, કારણ કે ઉપરની સ્થિતિમાંથી ખેંચી શકાય તેવું દળ રહ્યું નથી. ક્ષીણમેહગુણસ્થાનકની ચરમાવલિંકાથી આરંભી સાગિ કેવળિ ગુણસ્થાનકના ચરમ સમયે પર્યત માત્ર નામ અને શત્રએ મેં કમની ઉદ્દીરણા થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy