SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર તથા પદને એક દેશ કહેવાથી આખા પદનું ગ્રહણ થતું હોવાથી ગાથામાં સત્કાર શબ્દ ગ્રહણ કર્યો છે છતાં “સકાર પુરસ્કાર ગ્રહણ કરે. તેમાં વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિ દેવા તે સત્કાર કહેવાય અને છતાં ગુણની પ્રશંસા કરવી અથવા પ્રણામ, અત્યુત્થાન-સામે જવું, આસન આપવું વિગેરે પુરસ્કાર કહેવાય છે. તેમાં લાંબા કાળથી બ્રહ્મચર્યનું પાલન કરનારા, મહા તપસ્વી, સ્વ-પર સિદ્ધાંતના રહસ્યને જાણનાર, વારંવાર પરવાદિઓને જિતનાર એવા મને કોઈપણ પ્રણામ કરતા નથી, ભક્તિ કે બહુમાન કરતા નથી, આદરપૂર્વક આસન આપતા નથી તેમ જ આહાર, પાણી અને વસ્ત્રપાત્રાદિ પણ કેઈ આપતા નથી. એ પ્રકારના દુપ્રણિધાનઅશુભ સંકલ્પને ત્યાગ કરે તે સરકાર પુરસ્કાર પરિષહ વિજય. હું સઘળા પાપસ્થાને ત્યાગી, ઉત્કૃષ્ટ તપસ્યાને આચરનાર અને નિસંગ છું. છતાં પણ ધર્મ અને અધર્મના ફલરૂપ દેવ અને નારકોને જોઈ શકતા નથી માટે ઉપવાસાદિ મહા તપસ્યા કરનારને પ્રાતિહાર્ય વિશેષ ઉત્પન્ન થાય છે એ પ્રલાપમાત્ર છે, આ મિથ્યાત્વ મોહનીયના પ્રદેશ વડે જે અશુભ અધ્યવસાય થાય છે, તે દર્શન પરિષહ કહેવાય છે, તેને જય આ રીતે કરે દે મનુષ્યોની અપેક્ષાએ સુખી છે, વર્તમાન કાળમાં દુષમકાળના પ્રભાવથી તીથકરાદિ મહાપુરુષો નથી તેથી પરમ સુખમાં આસક્ત હોવાથી અને મનુષ્યલોકમાં કાર્યને અભાવ હોવાથી મનુષ્યને દૃષ્ટિગોચર થતા નથી. નારકીઓ અત્યંત તીવ્ર વેદના વડે વ્યાપ્ત હોવાથી અને પૂર્વે બાંધેલા આકરા કર્મના ઉદય રૂપ બંપન વડે બદ્ધ થયેલા હોવાથી જવા આવવાની શક્તિ વિનાના છે માટે તેઓ પણ અહિં આવતા નથી. દુષમકાળના પ્રભાવ વડે ઉત્તમ સંઘયણ નહિ હોવાથી તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ નથી કે તેવા પ્રકારને ઉત્કૃષ્ટ ભાવને ઉલ્લાસ પણ થતું નથી કે જે વડે જ્ઞાનાતિશય ઉત્પન્ન થવાથી તેના સ્થાનમાં રહેલા દેવ-નારાને જોઈ શકાય પૂર્વ મહાપુરૂષોને ઉત્તમ સંઘયણના વશથી તેવિશેષની શક્તિ અને ઉત્તમ ભાવના હતી કે જેને લઈ ઉત્પન્ન થયેલા જ્ઞાનાતિશય વડે સઘળું જોઈ શકતા હતા, આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીના વચનમાં જરા પણ અશ્રદ્ધા થવા ન દેતાં ચિત્તને સ્થિર કરવું તે દર્શન પરિષહ વિજય કહેવાય છે. આ નિષદા આદિ આઠ પરિષહ મેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે–ભયના ઉદયથી નિષદ્યાપરિષહ, માનના ઉદયથી માંચા પરિષહ, ધના ઉદયથી આદેશ પરિષહ, અરતિના ઉદયથી અરતિપરિષહ, પુરુષવેદના ઉદયથી સ્ત્રીપરિષહ, જુસાહનીયના ઉદયથી નાન્યપરિષહ, લેભના ઉદયથી સત્કાર પુરસકાર પરિષહ અને દર્શનમોહના ઉદયથી દશનપરિષહ ઉત્પન્ન થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy