SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ પંચસગ્રહ-ચતુર્થદ્વાર સ્નાન કરવાની અગર તે કાચું પાણી પીવાની ઈચ્છા પણ નહિ કરતાં ઉષ્ણતાજન્ય પીડાને સમભાવે સહન કરવી તે ઉષ્ણુ પરિષહવિજય. ઘણી ઠંડી પડવા છતાં પણ અકલ્પનીય વસ્ત્રને ત્યાગ કરતા, અને પ્રવચનમાં કહેલ વિધિને અનુસરી કલ્પનીય વસ્ત્રને ઉપભોગ કરતા, તથા પશિની જેમ પિતાના એક ચોક્કસ સ્થાનને નિશ્ચય નહિ કરતા, તેથી જ વૃક્ષની નીચે, શૂન્ય ગૃહમાં, અથવા એવાજ કે અન્ય સ્થળે રહેતા ત્યાં બરફના કણવડે અત્યંત ઠંડા પવનને સંબંધ થવા છતાં પણ તેના પ્રતિકારનું કારણ અગ્નિ આદિને સેવવાની ઈરછા પણ નહિ કરતા, તેમજ પૂર્વે અનુભવેલા થંડીને દૂર કરવાનાં કારણેને યાદ પણ નહિ કરતા શીતથી ઉત્પન્ન થયેલી પીડાને સમભાવે સહન કરવી તે શીતપરિષહવિજય. કઠણ ધારવાળા અને નાના મોટા ઘણું કાંકરા વડે વ્યાપ્ત શીત અથવા ઉષ્ણ પૃથ્વી ઉપર અથવા કોમળ અને કઠિન આદિ ભેટવાળા ચંપકાદિની પાટ ઉપર નિદ્રાને અનુભવતા પ્રવચનોક્ત વિધિને અનુસરી કઠિનાદિ શમ્યાથી થતી પીડા સમજાવે સહન કરવી તે શય્યાપરિષહવિજય. કોઈપણ પ્રકારને રોગ થાય ત્યારે નફા તેટાને વિચાર કરી શાસ્ત્રમાં કહેલ વિધિને અનુસારે ચારિત્રમાં ખુલના ન થવા પામે તેવી રીતે, પ્રતિક્રિયા-ઔષધાદિ ઉપચાર કરવા તે રેગપરિષહવિજય. તીક્ષણ ધારવાળી તરવાર અથવા મુદ્દગરાદિ હથિયારના તાડનાદિવડે શરીર ચીરતાં છતાં પણ ચીરનાર ઉપર અલ્પ પણ મનેવિકાર નહિ કરતાં એવો વિચાર કરે કે_મેં પૂર્વે બાંધેલા કર્મનું જ આ ફળ છે આ બિચારા રાંકડાઓ મને કંઈપણ કરી શકતા નથી એ તે નિમિત્તમાત્ર છે, વળી એ પણ વિચાર કરે કે નાશ પામવાના સ્વભાવવાળા શરીરને આ લેકે પીડા ઉત્પન્ન કરે છે, પરંતુ મારા જ્ઞાન, દર્શન અને ચારિ ત્રરૂપ અંતરંગ ગુણને કેઈપણ પ્રકારની પીડા કરી શકતા નથી, એવી ભાવના ભાવતા વાંસલાથી છેદનાર અને ચંદનથી પૂજા કરનાર બંને પર સમદર્શિ મુનિરાજે વધથી થતી પીડ સમભાવે સહન કરવી તે વધપરિષહવિજય. અષ્કાય આદિ છેને પીડા ન થાય માટે મરણપર્યત આન નહિ કરવાના વતને ધારણ કરનાર, ઉગ્ર સૂર્યકિરણના તાપથી ઉત્પન્ન થયેલ પરસેવાના જળ સંબંધથી પવનથી ઉડેલી પુષ્કળ ધુળ લાગવા વડે જેનું શરીર અત્યંત મલીન થયુ છે છતાં પણ જેઓના ચિત્તમાં તે મેલને દૂર કરવાનો સંકલ્પ પણ નથી, પરંતુ સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિર્મળ જળના પ્રવાહ વડે કમરૂપ મેલને જ દૂર કરવા જેઓ પ્રયત્નવત છે તેવા મુનિરાજે મળથી થતી પીડાને સમભાવે સહન કરવી તે મનપરિષહવિજય. ગચ્છમાં વસતા અગર ગચ્છમાં નહિ વસતા મુનિરાજને પિલાણ વિનાના દર્યાદિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy