SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસગ્રહ-ચતુર્થદ્વાર ૪૬૯ બંધમાં મિથ્યાત્વ મુખ્ય હેતુ છે અને અવિરતિ આદિ ગૌણ છે. આ પ્રમાણે આગળ ઉપર પણ હેતુઓ માટે સમજવું. તથા સ્યાનધિવિક, સ્ત્રીવેદ, અનંતાનુબંધિ ચતુષ્ક, તિર્યચત્રિક, પહેલા અને છેલા વિના ચાર સંસ્થાન, અને છેલ્લા વિના પાંચ સંઘયણ, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાચગતિ, દુર્ભાગ, અનાદેય, સ્વર, નીચગેવ, અપ્રત્યાખ્યાન ચતુષ્ક, મનુષ્યત્રિક અને ઔદારિકટ્રિક, આ પાંત્રીસ કર્મપ્રકૃતિએ અવિરતિ નિમિત્ત બંધાય છે. એટલે કે એ પ્રકૃતિઓને ખાસ હેતુ અવિરતિ છે. તથા સાત વેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિએ કપાવડે બંધાય છે. તે અડસઠ પ્રકૃતિઓને ખાસ બંધહેતુ કષાય છે. કારણ કે તેઓ કપાયો સાથે અન્વય વ્યતિરેકને અનુસરે છે. તથા જ્યાં સુધી ચોગ છે ત્યાં સુધી બંધાય છે, અને રોગના અભાવે બંધાતી નથી, માટે સાત વેદનીયન ચાગ બહેતુ છે. ૧૯ तित्थयराहाराणं बंधे सम्मत्तसंजमा हेऊ । पयडीपएसबंधा जोगेहिं कसायओ इयरे ॥ २० ॥ तीर्थकराहारकाणां वन्धे सम्यक्त्वसंयमौ हेतू । प्रकृतिप्रदेशवन्धौ योगैः कपायत इतरौ ॥२०॥ અથ–તીર્થકર અને આહારદ્ધિના બંધમાં સમ્યકત્વ અને સંયમ હેતુ છે. તથા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ ગવડે, અને સ્થિતિબંધ અને રસબંધ કષાયવહે થાય છે ટીકાતુ – તીર્થકર અને આહારકહિકના બંધમાં અનુક્રમે સમ્યકત્વ તથા સંયમ હેતુ છે. એટલે કે તીર્થકરના બંધમાં સમ્યકત્વ, અને આહારકઢિકના બંધમાં સંયમ હેતુ છે. આ પ્રમાણે તે પ્રકૃતિઓના બંધમાં જ્યારે સમ્યકત્વ અને સંયમ હેતુ તરીકે " કહેવામાં આવ્યા ત્યારે અન્ય કેઈ આ હકીકત યુક્તિથી વિરૂદ્ધ છે એમ કહી પ્રશ્ન ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે– ૧ આ સ્થળે કમગ્રથની ટીકામા સેળને બહેતુ મિથ્યાત્વ, પાંત્રીસના મિથ્યાત્વ અને અવિરતિ એ બે, પામઠના એમ વિના ત્રણ અને સાત વેદનીયના ચારે બધાંત લીધા છે ટીનમાં તે તે કતિનો જે ગગણ સુધી બંધ થાય છે ત્યા સુધીમાં અન્નય વ્યતિરેક સંબંધવડે ઘટતા બધા હેતુની વિવફા કરી છે. અને અહિં એક જ હેતુ વિવો છે. તથા ટીકામાં તીર્થકરનામ અને આહારદિક કવાય બંધહેતુ છતા પણ સભ્યફવાદિ બીજા અંતરને કારણે હેવાથી ચારમાંથી મા હેતુથી બંધાય છે તે કશું નથી. અહિં કપાયરય હેતુની વિવફા કરી છે એટલે એમાં વિવફા જ કારણુ છે. મનભેદ જણાતું નથી
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy