SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પચસાહનcતીયકાર જેના ઉદયથી જીવને આરાગ્ય અને વિષયોપગાદિ ઈપ્રસાધન દ્વારા જે આહલાદ ઉષા થાય તે સાતવેદનીય, જેના ઉદયથી જીવને માંદગી આદિ અનિષ્ટ સાધને દ્વારા જે ખેદરૂપ દુખ ઉત્પન્ન થાય તે અસતાવેદનીય. જેના ઉદયથી ઉત્તમકુલ આદિની પ્રાપ્તિ થાય તે ઉગોત્ર અને જેના ઉદયથી વિનાયકલઆદિની પ્રાપ્તિ થાય તે નીચગોત્ર. નામકર્મની પ્રકૃતિના મુખ્ય બે પ્રકાર છે, જેના અવાન્તર ભેદે હેય તે પિંડ કતિ. પિંડ એટલે કે એકથી વધારે પેટા ભેદને સમુદાય તે પિંડપ્રકૃતિઓ ચૌદ છે, જેના અવન્ડરલે ન હોય પણ વ્યક્તિગત પિતે એક જ પ્રકૃતિ હોય તે પ્રત્યેક પ્રકૃતિ. તે પ્રત્યેક પ્રકૃતિના અપ્રતિપક્ષી અને સપ્રતિપક્ષી એમ બે પ્રકાર છે. અગુરુલઘુ આદિ પ્રકૃતિએને વિરુદ્ધ પ્રવૃતિઓ ન હોવાથી તે અપ્રતિપક્ષી પ્રવૃતિઓ છે અને સાદિ પ્રકૃતિએને સ્થાવરાદિ વિરોધી પ્રવૃતિઓ હોવાથી તે સપ્રતિપક્ષી પ્રકૃતિને કહેવાય છે. ગતિ, જાતિ, શરીર, અગોપાંગ, બંધન, સંઘાતન. સંઘષણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાગતિ એ ચૌદ પિંડકૃતિઓ છે. અગુરુલઘુ. ઉપઘાત, પરાઘાત, ઉછવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ અને તીર્થંકરનામકમ એ આઠ અપ્રતિપક્ષી અને ત્રાસ, બાદર, પથપ્ત, પ્રત્યેક, સ્થિર, શુસ, સુસ્વર, સૌભાગ્ય, આય અને યશકીર્તિ આ ત્રસાદિ દશ તથા સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ સ્વર, દૌભગ્ય, અનાદેવ અને અયશકીર્તિ એ સ્થાવદિ દશ એ વીશ સપ્રતિપક્ષી એમ કુલ અાવીશ પ્રત્યેક પ્રકૃતિએ તથા પ્રથમ જણાવેલ ચૌદપિંડ પ્રકૃતિએ એમ મૂળ ગાથામાં જણાવેલ નામકની કુલ ૪૨ પ્રકૃતિએ છે. આ સંખ્યા માત્ર કહેવા પૂરતી જ ઉપયોગી છે એમ નથી, પરંતુ બધાદિકમાં પ્રાપ્ત થતા દલિકેના આ ૪૨ રીતે મુખ્યપણે ભેદ પડે છે પછી શરીર, વણ વગેરે કેટલી પ્રકૃતિમાં પિટ ભેદ પડે છે, વળી શકચૂર્ણિ આદિ ગ્રંથમાં આ બેતાલીસને ય પિંડપ્રકૃતિ કહી છે. જે કર્મના ઉદયથી છવ નરકત્વ, તિર્યકત્વ, મનુષ્યત્વ અને દેવત્વ પર્યાયને પ્રાપ્ત કરે તે અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામકર્મ છે. જે કમના ઉદયથી અનેક ભેદ-પ્રઢવાળા એકેન્દ્રિયાદિ છોને એકેન્દ્રિયસ્વાદિ રૂપ જે સમાન એકસરખે પરિણામ થાય કે જેને લઈ અનેક પ્રકારના એકેન્દ્રિયા િછને એક ન્ડિયાદિ રૂપે વ્યવહાર થાય તે જાતિનામકર્મ. જે કર્મના ઉદયથી અનેક ભેદ-પ્રભેદવાળા એકેન્દ્રિયમાં સમાન પરિણામ થાય કે જેને લઈને તે સઘળાને આ એકેન્દ્રિય છે એવા સામાન્ય નામથી વ્યવહાર થાય તે એકેન્દ્રિય જાતિનામકર્મ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy