SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ એક થઇને અનેક થાય છે, અનેક થઈને એક થાય છે. નાનું થઈને મોટું થાય છે. મોટું થઈને નાનું થાય છે, આકાશગામી થઈને જમીન પર ચાલે છે, જમીનપર ચાલનાર થઈને. આકાશમાં ચાલનાર પણ થાય છે, દશ્ય થઈને અદશ્ય થાય છે, તેમજ અદશ્ય થઈને દય થઈ શકે છે આ પ્રમાણે અનેક પ્રકારની ક્રિયા આ શરીર દ્વારા થતી હોવાથી કિય કહેવાય છે. તેના પપાતિક અને લબ્ધિપ્રત્યય એમ બે પ્રકાર છે. તેમાં ઉપપાત–દેવ નારકેને જન્મ, જેની અંદર કારણ છે તે આપપાતિક કહેવાય છે. તે દેવ-નારકોને હાય છે. અને લધિ-શક્તિ, તદનુકુળ વયિતશય કર્મને લાપશમ જેમાં પ્રત્યય-કારણ છે તે. લબ્ધિપ્રત્યય કહેવાય છે. તે તિયચ તથા મનુષ્યોને હેય છે. વેકિયમિશ્ર દેવ નારકેને અપર્યાસાવસ્થામાં હોય છે અને મનુષ્ય-તિયાને જ્યારે વૈક્રિય શરીર વિકુવે ત્યારે તેના પ્રારંભકાળે તથા ત્યાગકાળે હોય છે. તે પણ કવચિત જ હોય છે. કારણ કે બધા મનુષ્ય તિયાને વિક્રિયલબ્ધિ હેતી નથી. હવે આહારક કાયાગનું સ્વરૂપ કહે છે જ્યારે તીર્થકર ભગવાનની ઋદ્ધિનું દર્શન અથવા એવા જ પ્રકારનું કોઈ વિશિષ્ટ પ્રોજન ઉત્પન્ન થાય ત્યારે વિશિષ્ટ લબ્ધિના વશથી. ચૌદ પૂર્વધરવડે આહારક વગણમાંથી પુદગલે ગ્રહણ કરી જે બનાવાય તે આહારક શરીર કહેવાય છે. કહ્યું છે કે- કે વિશિષ્ટ કાર્ય પ્રાપ્ત થાય ત્યારે વિશિષ્ટ લબ્ધિવાળા શ્રુતકેવલી વડે જે બનાવાયકરાય તેને આહારક શરીર કહે છે. 'છgeણ એ સૂવથી કર્મમાં ગુણ પ્રત્યય લાગી “ જાદવ' શબ્દની જેમ “ આહારક” શબ્દ બનેલ છે. નીચે જણાવેલ કાર્ય પ્રાપ્ત થાય ત્યારે શ્રુતકેવલી આહારક શરીર કરે છે, તે કાર્ય આ છે પ્રાણીઓની દયાવાળા પરમાત્માની દ્વિ દશન, સૂકમ પદાર્થનું જ્ઞાન અને સંશયને નાશ કરવા માટે શ્રુતકે વલીઓનું આહારક શરીર દ્વારા પરમાત્માના ચરણકમલમાં ગમન થાય છે.” આ આહારક શરીર વઢિયશરીરની અપેક્ષાએ અત્યન્ત પ્રશસ્ત છે અને સ્ફટિકની શીલાની જેમ અત્યન્ત નિર્મળ પુદગલના સમૂહથી બનેલું છે. આહારકમિશ આહારકના પ્રારંભકાળે અથવા ત્યાગકાળે હોય છે, તે પણ કવચિત હોય છે, કારણ કે બધા શ્રુતકેવલીઓને આહારકલબ્ધિ હોતી નથી કેટલાકને હોય તે પણ ઉપરોક્ત કારણે છતાં લધિને ઉપયોગ કરે ત્યારે કરતાં અને છોડતાં આહારકમિશ હોય છે. હવે એ દારિક કાયમ કહે છે ઉદાર એટલે પ્રધાન શ્રેણ જે શરીર તે દારિદ, ઉદાર શબ્દ વિનાયક ગણપાકમાં લેવાથી શુ પ્રત્યય લાગી ઔદારિક શબ્દ બનેલ છે. બીજા શરીરે કરતાં આ શરીરનું પ્રાધાન્ય-શ્રેણવ તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ સમજવાનું છે, કારણ કે તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ અનુત્તર દેવતાનું શરીર પણ છે કે દેવેનું શરીર અત્યન્ત કાન્તિવાળું અને પ્રશસ્ત છે તેમાં પણ અનુત્તર સુરનું શરીર તે અત્યન્ત વધારે કાન્તિવાળું અને પ્રશસ્ત છે છતાં- અનતગુણહીન છે. અથવા ઉદાર-મેટું જે શરીર તે હારિક, કારણ કે તે કઈક અધિક એક હજાર જાણેલ પદાર્થને વિશેષરૂપે જાણવું તે સમ પદાર્થનું જ્ઞાન અને જાણેલ હકીકત આજ રીતે છે કે અન્યથા તેવી જ શકો તે સંશય. ૧ પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર કઈક અધિક એક હજાર વૈજનાનું છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy