SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત केवलद्विकस्य सूक्ष्मः हास्यादिषु कथं न करोत्यपूर्वः । सुभगादीनां मिथ्याष्टिः क्लिष्ट एकस्थानिकरसम् ॥५०॥ અથ–સૂલમ સંપરાય ગુણસ્થાનકે વર્તમાન આમા કેવળદ્ધિકને એકઠાણિ રસ કેમ ન બાંધે? હાસ્યાદિકને અપૂર્વકરણવાળે કેમ ન બાંધે? અને કિaષ્ટ પરિણામિ મિથ્યાષ્ટિ સુભગાદિને કેમ ન બાંધે? ટીકાનુ-જેમ શ્રેણિપર આરૂઢ થયેલ આત્મા અનિવૃત્તિ બાદર સંપશય ગુણસ્થાનકના સંખતા ભાગ ગયા પછી અતિ વિશુદ્ધ પરિણામના ચગે મતિજ્ઞાનાવરણીયાદિ અશુભ પ્રકૃતિએને એકઠાણિ રસ બાંધે છે, તેમ ક્ષપકણિ પર આરૂઢ થયેલે આમા સૂક્ષમ સંપરા ગુણસ્થાનકના છેલ્લા કે ઉપાજ્યાદિ સમયમાં વર્તતા અતિવિશુદ્ધ પરિણામને એ કેવળજ્ઞાનાવરણીય અને કેવળ દશનાવરણીયને એક કાણિયે રસ કેમ ન બાંધે? કેવળત્રિક એ અશુભ પ્રકૃતિ છે. તેના બાંધનારાઓમાં ક્ષપકશ્રેણિ પર ચડેલ સૂકમ ચંપરાય ગુણસ્થાનકવાળા આત્માઓ અતિવિશુદ્ધ પરિણામવાળા છે. માટે મતિજ્ઞાનાવરણીયાદિ પ્રવૃતિઓની જેમ કેવળકિના પણ એક થાનક રસબંધને સંભવ છે. તે પછી કેમ ન કહ્યો? શા માટે તેને ઓછામાં ઓછે પણ બેઠાણિયે રસ બંધાય છે એમ કહ્યું? એમ પ્રક્ષકારને આશય છે. હાસ્ય તિ ભય અને જુગુણા એ પાપ પ્રકૃતિ હેવાથી તેને અતિવિશુદ્ધિના પ્રકને પ્રાપ્ત થયેલ અપૂર્વકરણ ગુણસ્થાનકવાળો આત્મા એક સ્થાનક રસ કેમ ન બાંધે? કારણ કે તેના બંધમાં તે જ અતિવિશુદ્ધ અધ્યવસાયવાળે છે, સુભગ આદિ પુન્ય પ્રકૃતિએને અતિ સંકલિષ્ટ પરિણામવાળે મિથ્યાદષ્ટિ એક સ્થાનક રસ કેમ ન બાંધે? કારણ કે અતિ સતિષ પરિણામને સંભવ છતાં પુન્ય પ્રવૃતિઓના પણ એકથાનક રસધને સંભવ છે. શા માટે પહેલાં એમ કહ્યું કે સત્તર પ્રકૃતિએ જ એક બે ત્રણ અને ચાર ઢાણીયા રસે બધાય છે? અને અન્ય સઘળી પ્રકૃતિએ બે ત્રણ કે ચાર કાણિઆ રસે બંધાય છે? ૫૦ ઉપર પ્રમાણે પ્રશ્નારના આશયને ધ્યાનમાં રાખી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે– जलरेहसमकसाएवि एगठाणी न केवलदुगस्त । जं तणुयपि हु भणियं आवरणं सव्वघाई से ॥५१॥ जलरेखासमकपायैरप्येकस्थानिको न केवलद्विकस्य । यतस्तनुकमपि हु भणितमावरणं सर्वधाति तयोः ॥५१॥ અર્થ-જળરેખા સમાન કષાયવડે પણ કેવળદ્ધિકને એકઠાણી રસબંધ થતું નથી. ચારણ કે તે બંનેનું અલ્પ પણ આવરણ સર્વઘાતિ કહ્યું છે. ટીકાનુન–જળરેખા સમાન સંજવલન કષાયને ઉદય છતાં પણ કેવળજ્ઞાનાવરણીય અને
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy