SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પંચગ્રહ-તુતીયાર એ પ્રમાણે શેષ સઘળા સ્પર્શનામકર્મને અર્થ પણ સમજી લે. શરીરમાં તે તે પ્રકારના સ્પર્શ થવામાં ૧૨૫નામકર્મ કારણ છે. તથા કૃપ, લાંગલ, અને ગોકુત્રિકાનાં આકારે અનુક્રમે બે ત્રણ અને ચાર સમયપ્રમાણ વિગ્રહ વડે એક એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની પ્રેણિને અનુસરી જે ગતિ થાય તે આનુપૂર્વિ. તેવા વિપાકવડે વેલ એટલે તે પ્રકારના ફળને અનુભવ કરાવનારી જે કમં પ્રકૃતિ તે આનુપૂર્વિનામકર્મ, તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે-નરકઅત્યાનુપર્વિ, તિયગત્યનુર્વિ, મનુષ્યગત્યાનુપૂર્વિ, અને દેવળત્યાનુપૂર્વિ તેમાં જે કર્મના ઉદયથી વક્રગતિવડે નરકમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિને અનુ સરી ગતિ થાય તે નરકાસુખવિનામકર્મ. એમ શેષ ત્રણ આનુપૂવિનામકમને અર્થ સમજવે. વિગ્રહગતિ સિવાય જીવ ગમે તેમ જઈ શકે છે, પરંતુ વિગ્રહગતિમાં આકાશપ્રદેશની વિને અનુસરીને જ જીવની ગતિ થાય છે, અને તેમાં આનુપૂવિનામકર્મ કારણ છે. તથા વિહાય –આકાશવડે જે ગતિ તે વિહાગતિ. પ્રશ્ન–આકાશ સર્વવ્યાપક હોવાથી આકાશ સિવાય ગતિને સંભવ જ નથી તે પછી વિહાયન્સ એ વિશેષણ શા માટે ગ્રહણ કર્યું? કારણ કે વ્યવદ્ય-પૃથક કરવા લાયક વરતુ અભાવ છે. વિશેષણ લગભગ એક વસ્તુથી બીજી વસ્તુને જુદી પાડવી હોય ત્યાં મૂકાય છે. આકાશ વિના ગતિને સંભવ જ નહિ હેવાથી અહિ કઈ વ્યવચ્છેદ્ય નથી, તેથી વિહાયસ એ વિશેષણ નકામું છે. ઉત્તર–અહિં વિહાચસ એ વિશેષણ નામકર્મની પ્રથમ પ્રકૃતિ જ ગતિનામકર્મ છે તેનાથી પૃથફ કરવા માટે મૂકહ્યું છે. કારણ કે અહિં માત્ર ગતિનામકર્મ એટલું જ કહેવામાં આવે તે પહેલું ગતિનામકર્મ તે આવી ગયું છે ફરી શામાટે મૂકયું એવી શંકા થાય, તે શંકા ન થાય માટે વિહાયસૂ એ વિશેષણ સાર્થક છે. તેથી આપણે જે ચાલીએ છીએ તે ગતિમાં વિહાગતિનામકર્મ હેતુ છે, પરંતુ નારકવાદિપર્યાય થવામાં હેત નથી. તે બે પ્રકારે છે–૧ શુભવિહાગતિ, ૨ અશુભવિહાગતિ. જે કમના ઉદયથી હંસ હાથી અને બળદના જેવી સુંદર ગતિ–ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાગતિનામકર્મ. ૧ વર્ષ ગધ રસ અને સ્પર્શ નામકની પ્રકૃતિઓ દરેક જીવને દરેક સમયે ઉદયમાં હોય છે, કેમકે શ્રાદયી છે. તેથી એમ શંકા થાય કે શ્વેત અને કૃષ્ણ એવી પરસ્પર વિધિ પ્રવૃતિઓને એક સાથે ઉદય કેમ હોઈ શકે? એના ઉત્તરમા સમજવાનું કે આ સઘળી પ્રવૃતિઓ શરીરના અમુક અમુક ભાગમાં તિપિતાનું કાર્ય કરી કૃતાર્થ થાય છે. જેમ કે વાળને વર્ણ કૃષ્ણ, લોહીને લાલ, દાંત હાડકા વિગેરેમાં કત. પિતમાં પીળે કે લીલો વણે હૈય છે. એ પ્રમાણે ગધ આદિ માટે પણ સમજવું. એટલે અહિં કોઈ જાતને વિરોધ નથી. ( ૨ તસ્વાર્થભાષ્ય સુત્ર ૮-૧રમા જેના ઉદયથી નિમણ નામઠમ વડે બનાવાયેલ ભુજા વગેરે અગે તથા આંગળી વગેરે ઉપાંગો ગ્યથાને ગોઠવાય તે આનુપૂવી નામકમ એ પ્રમાણે જણાવેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy