SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સહ ૨૬૨ પર્યાપ્ત ગજ જલચર, ઉરપરિસ અને ભૂજપરિસર્ષ પૂર્વડ વર્ષ, બેચરને પલ્યોપમને અસંખ્યાત ભાગ તેમજ ચતુષ્પદ તિર્યંચને તથા ગર્ભજ મનુષ્યને ત્રણ ૧પમ ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ કાળ છે. સાતે નરકના નારકેન જઘન્યથી અનુક્રમે દશ હજાર વર્ષ, એક સાગરોપમ, ત્રણ, સાત, દશ, સત્તર અને બાવીશ સાગરેપમ અને ઉત્કૃષ્ટથી અનુક્રમે એક, ત્રણ, સાત, દશ સત્તર, આવીશ અને તેત્રીસ સાગરેપમ ભવસ્થિતિકાળ છે. અસુકુમારને જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક સાગરેપમ, નાગકુમાદિ શેષ નવ ભવનપતિને જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશના બે પલ્યોપમ, વ્યતર અને વાણવ્યતરને જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉલ્લુથી એક પલેપમ ભવસ્થિતિકાળ છે. ચન્દ્રાદિ પ્રથમના ચાર જજોતિષને જઘન્ય પલ્યોપમને ચે ભાગ અને ઉત્કૃષથી અનુ. કમે એક લાખ વર્ષ અધિક એક પલેપમ, એક હજાર વર્ષ અધિક એક પલપમ, એક પલ્યોપમ, અધપત્યે પમ અને તારાઓને જઘન્યથી પલ્યોપમને આઠમા ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમને ચે ભાગ ભવસ્થિતિકાળ છે. સૌધર્મમાં જઘન્ય એક પલેપમ અને ઉત્કૃષ્ટ બે સાગરેપમ, ઈશાનમાં જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરેપમ, સનકુમારમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત સાગરેપમ, મહેન્દ્રમાં જઘન્ય સાધિક છે અને ઉત્કૃષ્ટ સાત સાગરેપમ, બ્રહ્મકમાં જઘન્ય સાત અને ઉત્કૃષ્ટ દશ સાગરેપમ, લાન્તકમાં જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરેપમ, મહાશુકમાં જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ સાર સાગરોપમ, સહસ્ત્રારમાં જઘન્ય સત્તર અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ ભાવસ્થિતિકાળ છે. આનતાદિ ચાર દેવલોકમાં અને નવ વેયકમાં અનુક્રમે એક એક સાગરોપમની વૃદ્ધિ છે, એટલે નવમી વેયકમાં જઘન્ય ત્રીશ અને ઉત્કૃષ્ટ એકત્રીશ સાગરોપમ ભવસ્થિતિકાળ છે. વિજળ્યાદિ ચાર અનુત્તરમાં જઘન્ય એકત્રીશ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ તેમજ સવસિદ્ધમાં અજઘન્યા તેત્રીશ સાગરોપમ ભવસ્થિતિકાળ છે. એક જીવ આશ્રયી ગુણસ્થાનક કાળઃમિથ્યાત્વ ગુણસ્થાનકને અભવ્ય તથા જાતિભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, મોક્ષગામી જગ્યની અપેક્ષાએ અનાદિરાંત અને સમ્યકત્વથી પતિતની અપેક્ષાએ સાદિ સાંત એમ ત્રણ પ્રકારે કાળ છે. ત્યાં સાદિ-સાન મિથ્યાષિને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથીસરોના પુદગલપરાવર્તન કાળ છે. અહિં પ્રસરાથી પુદગલપરાવર્ત સ્વરૂપ કહે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy