SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન विश्वोपकारि-श्रुतक्षानाय नमः - કમસિદ્ધાન્ત અને તદન્તર્ગત આ પંચસગ્રહનું પઠનપાઠન કરનારા સુજ્ઞ મહાશ આ ગ્રંથની મહત્તા અને વિશેષતા કેટલી છે તે સારી રીતે જાણે છે અને આ ગ્રન્થનું અધ્યયન અને અધ્યાપન અનેક વર્ષોથી જિજ્ઞાસુ આત્માઓ કરી રહ્યા છે, એટલે આ વિષયમાં વધુ કઈ લખવાની આવશ્યકતા અમને જણાતી નથી, પર સંસ્કૃત ભાષાના અજાણ એવા પણ તત્વજિજ્ઞાસુ વર્ગને આ વિષયનું જ્ઞાન સુલભ થાય તેથી વઢવાણુનવાસી સ્વ. પંડિતશ્રી હીરાલાલ દેવચંદભાઈએ આ ગ્રન્થના પ્રથમ ભાગની મહેપકારી પૂજય મલયગિરિજી મહારાજ કૃત ટીકાને ગુજરાતી અનુવાલ તૈયાર કરી વિ. સંવત ૧૯૯૧ માં પોતે જ તેનું પ્રથમ પ્રકાશન કરેલ. પણ છેલ્લાં કેટલાક વર્ષોથી તે પુસ્તક દુર્લક્ષ્ય થવા લાગ્યું તેથી આ વિષયના અભ્યાસકેની જરૂરીયાત પૂરી પાડવા સ્વ. પરમ પૂજય પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વ, શિષ્યરન પંન્યાસ પ્રવર પરમપૂજય ૧૦૦૮ શ્રી કનકવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમપૂજય મુનિશ્રી રુચકવિજયજી મહારાજ સાહેબને આ ગ્રન્થનું પુનઃ પ્રકાશન કરાવવાની તીવ્ર ઉત્કઠા થઈ અને આ હકીકત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુંબઈ ગેડીજીમાં ચાલતી પરમપૂજય જગદગુરુ વિજયહીરસુરીશ્વરજી પાઠશાળાના ૫હિત શ્રી વસંતલાલ મફતલાલને જણાવી અને તેઓને પણ આ કાર્યમાં સહકાર મળતાં પૂજ્યશ્રીની ઉત્કંઠા સક્રિય બની અને સ્વ. પંડિતશ્રી હિીરાલાલ દેવચંદભાઈના લઘુભ્રાતા શ્રીયુત સુખલાલ દેવચંદભાઈને આ ઈચ્છા જણાવતાં તેઓશ્રીએ પણ આ ગ્રન્થનું પુનઃ પ્રકાશન કરવા સહર્ષ મંજુરી આપી, ત્યારબાદ પૂજ્યશ્રીએ યોગ્ય ફેરફાર સાથે આ ગ્રન્થનું સંપાદન કરવાનું કાર્ય સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીને જણાવેલ અને તેઓશ્રીએ અવિરતપણે બે વર્ષ સુધી પ્રયત્ન કરી આ ગ્રન્થને મૂળ અનુવાદ કાયમ રાખી ફૂટને આદિમાં જે ફેરફાર કરવા સાથે અભ્યાસકેની સરળતા માટે દરેક દ્વારના અંતે સૂળ ગ્રન્થના સારરૂપે છતાં ગહન વિષયને સરળ કરવાપૂર્વક અને કેટલાક નવીન ગહન પદાર્થોનું પણ જ્ઞાન થઈ શકે તે રીતે સારસંગ્રહ તથા પ્રશ્નોત્તરી જાતે તૈયાર કરેલ છે. તેથી પ્રસ્તુત ગ્રન્થના અભ્યાસકેને આ વિષયના જ્ઞાનમાં ઉત્સાહપૂર્વક વધુ પ્રેરણ મળે તેમ પૂરતી કાળજી રાખી તૈયાર કરી પરમ પૂજ્ય ચકવિજયજી મહારાજ સાહેબની સરણાથી પ્રકાશનનું કાર્ય આ સંસ્થાને સોંપવામાં આવેલ અને તેઓશ્રીએ પ્રેરણા દ્વારા પુસ્તક માટેની તમામ નાણાકીય સહાય જે સદગૃહસ્થા મારફત કરાવેલ છે. તે સર્વની શુભ નામાવલી આ જ પ્રસ્થમાં અન્યત્ર આપવામાં આવેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy