SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસંગ્રહ-દ્વિતીયદ્વીર અપર્યાપ્તાવસ્થામાં જ મરણ પામે છે. આ હકીકત પહેલા દ્વારમાં કહી છે, તેથી તે પર્યાપ્તા હોતા નથી. તેમાં જે ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય છે, તે ઘવ હોવાથી હંમેશાં હોય છે, અને તે સંખ્યાતાજ છે. તેઓની જઘન્ય સંખ્યા પણ પાંચમા અને છઠ્ઠા વગરને ગુણાકાર કરતાં જે આવે તે છે. શંકા–વગ એટલે શું? પાંચમા વગરનું કવરૂપ શુ? છઠ્ઠા વગરનું સ્વરૂપ શું? પાંચમા અને છઠ્ઠા વર્ગને ગુણાકાર કેટલે થાય? સમાધાન-કેઈએક વિવક્ષિત રાશિને વિવક્ષિત શિસાથે ગુણતાં જે આવે તે વર્ગ કહેવાય છે. એકનો વર્ગ એકજ થાય માટે વૃદ્ધિ રહિત હોવાથી તે વર્ગમાં ગણાતું નથી. બેને બેએ ગુણતાં બેનો વર્ગ ચાર (૪) થાય, આ પહેલે વર્ગ, ચારને વર્ગ સેળ (૧૬) થાય, એ બીજે વર્ગ. સેળને વર્ગ બને છપ્પન (૨૫૬) થાય. એ ત્રીજો વર્ગ. બસે છેજને વર્ગ પાંસઠ હજાર પાંચસો છત્રીસ (૬૫૫૩૬) થાય, એ ચા વગે. પાંસઠ હજાર પાંચ છત્રીસ વર્ગ ચાર ઓગણત્રીસ હેડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસો છે (૪૨૯૪૬૭૨૯૬) થાય, એ પાંચમો વર્ગ. હવે તેના વગરને ત્રણ ગાથા વડે પ્રતિપાદન કરે છે-એક લાખ ચોરાશી હજાર ચાર અડસઠ કેડીકેડ ગુમાલીસ લાખ સાત હજાર ત્રણ સિત્તેર ઢેડ પંચાણુલાખ એકાવન હજાર છસો અને સેળ (૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૫૫૧૬૧૬) થાય, એ છ વર્ગ. આ પ્રમાણે છ વગ થાય છે. તેમાંના છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગ સાથે ગુણાકાર કરે, ગુણાકાર કરતા જેટલે પ્રદેશરાશિ થાય, તેટલા જઘન્યથી પણ ગજ પર્યાપ્ત મનુ હોય છે. છડા અને પાંચમા વર્ગના ગુણાકારના એગણત્રીસ આંકડા થાય છે. તે આંકડા કેડા કેડી આદિ શબ્દ દ્વારા બેલી શકાય તેમ નહિ હેવાથી, તે સંખ્યાના આંક આપ્યા છે. અને તે આ-૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૭૪૩૫૦૩૩૬. આ સંખ્યાને પૂર્વાચાર્યો ત્રીજા વમલપદ ઉપરની અને ચેથા યમલપત નીચેની કહે છે. યમલ એટલે બે વર્ગને સમૂહ. એક એક યમલમાં બન્ને વગ આવે છે. અનુયાગદ્વારની ચૂર્ણિમાં કહ્યું છે કે બે વર્ષના સમૂહને યમલ કહે છે.” તેથી પૂર્વોક્ત છ વર્ગના સમૂહના ત્રણ યમલ થાય. મનુષ્ય પ્રમાણના હેતુભૂત શશિને ત્રીજા મલપદથી ઉપરની કહેવાનું કારણ પાંચમા અને છઠ્ઠી વગને ગુણાકાર છે. પાંચમ અને છઠ્ઠો વર્ગ ત્રીજા યમલમાં આવે છે, સાતમા અને આ આઠમો વર્ગ એવા યમલમાં આવે છે. મનુષ્ય પ્રમાણુની હેતુભૂત સંખ્યા છઠ્ઠા વગથી વધારે છે, કારણ કે છઠ્ઠા અને પાંચમા વગના ગુણાકાર જેટલી છે. અને તેથીજ સાતમા વળથી પણ ઓછી છે. માટે મનુષ્ય સંખ્યાના પ્રમાણભૂત રાશિને ત્રીજા કમલપદથી વધારે, અને ચોથા યમલપદથી ઓછો કદો છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy