SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત. - અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરત આત્માઓ હમેશાં હોય છે. કેમકે તે બને ગુણસ્થાનકે ધ્રુવ છે. માત્ર કેઈ વખતે ઓછા હોય છે, તે કઈ વખતે વધારે હોય છે. તે બને ગુણ સ્થાનકવાળા જીવ જઘન્યથી પણ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ છે, ઉત્કૃષ્ટથી પણ એટલા જ છે. પરંતુ અસંખ્યાતાના અસખ્યાતા ભેટ હોવાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી ઉત્કૃષ્ટથી પાપ મને અસંખ્યાતમ ભાગ એસખ્યાત ગુણ માટે સમજે. અને દેશવિરતિથિી અવિરતિસમ્યગદષ્ટિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઘણા વધારે સમજવા. કારણ કે અવિરતિસમ્પર ચારે ગતિમાં હેય છે, અને દેશવિરતિ માત્ર મનુષ્ય, તિરગતિમાં જ હોય છે. બાકીના પ્રમાદિ દરેક ગુણસ્થાનકના છ અમુક નિશ્ચિત સંખ્યાવાળા જ છે. તે દરેકની નિશ્ચિત સંખ્યા કેટલી છે તે ગ્રન્થકાર પતે જ આગળ ઉપર કહેશે. હું આ પ્રમાણે સામાન્યથી દ્રવ્ય પ્રમાણ કર્યું. હવે વિશેષથી કહેવા ઈચ્છતા કહે છે– पत्तेयपज्जवणकाइयाउ पयरं हरति लोगस्स। अंगुलअसंखभागेण भाश्यं भूदगतणू य ॥१०॥ प्रत्येकपर्याप्तवनस्पतिकायिकास्तु प्रतरं हरन्ति लोकस्य । अगुलासंख्येयभागेन भाजित भूदकतनवश्च ॥१०॥ અર્થ-પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, પર્યાપ્ત માદર પૃથ્વીકાય, અને પર્યાપાદર અખાયના છ ગુલના અસંખ્યાતમા ભાગવડે ભંગાયેલ લેક સંબંધી પ્રતરને અપહાર કરે છે. ટીકાનુ–પર્યાપ્ત પ્રત્યેક બાર વનસ્પતિકાય, પર્યાપ્ત બાદર અપ્લાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એ દરેક ભેટવાળા છ સાત રાજપ્રમાણ ઘનીકૃત લેકના ઉપલા નીચલા પ્રદેશરહિત એક એક પ્રદેશની જાડાઈરૂપ માંડાના આકારવાળા પ્રતરને અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાવમાં રહેલ આકાશપ્રદેશવડે ભાંગતા અપહાર કરે છે. એનું તાત્પર્ય આ પ્રમાણે –સઘળા પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાયના જીવ એકી વખતે સંપૂર્ણ પ્રતરને અપહાર કરવા ઉદભવત થાય અને જે એક સાથે એક એક જીવ અંશુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક એક ખંડને અપહાર કરે-ગ્રહણ કરે તે એક જ સમયમાં તે સઘળા જીવે તે સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે-ગ્રહણ કરે છે. તેથી આ અર્થ ફલિત થાય છે કે નીકૃત લેકના ઍક પ્રતરમાં અગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડે થાય તેટલા પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય છે. ૧ ચૌદરાજ પ્રમાણુ લેકને બુદ્ધિવડે સાત રાજ લાગે પહેળે અને સાત રાજ જાડે કર તે નીત કહેવાય છે. તેની એક એક પ્રદેશ જાડી પહેલા અને સાત રાજ ઉચી આકાશપદેશની જે પતિ તે સચિબાણું કહેવાય. સુચિણિના વર્ગને પ્રતર કહેવાય. એટલે કે સાત રાજ લાંબે પળે અને એક પ્રદેશ ભાડે આકાશપ્રદેશના વિસ્તારરૂપ માંડાના આકારવાળે જે ભાગ તે પ્રતર કહેવાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy