SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ૩૧ અ પણ આમારના અભાવે નરમ પડી જાય છે. આથી તપ કરતાં દેહ સમત્વને અભાવ અને તેની દ્વારા કમનેા નાશ હેજે થાય છે. છતાં પણ ખીજા મારી સાથે દીક્ષા લેનારા ખીજા રાજાએ કચ્છ મહાકળની પેઠે હતાશ થઇ મુનિપણાના ત્યાગ ન કરે માટે શુદ્ધ આહારની ગવેષણાકરી મારે તેમને ટકાવવા એઈએ.' એમ ચિતવી ભગવાન ગજપુર નગરે આવ્યા. શ્રેયાંસકુમારે ભગવંતને વ્હારાવેલ ઇક્ષુ રસ. . > ઉપવાસ ઉપર ઉપવાસ કરતા ભગવાનને વર્ષ વીત્યું. ભગવાન ઉપવાસ કરે છે અને પારણે ભિક્ષા માટે નીકળે છે. ચેગ્ય ભિક્ષા ન મળતાં ફરી ખેતપણે ઉપવાસ કરે છે. કોઈ કહે છે કે હે ભગવંત! આપ વિહારથી થાકયા છે તે સરસ સુગ ંધી જલથી સ્નાન કરા અને મા શ્રમને દુર કરે. ? કઈ ભદ્રિક આગળ આવી કહે છે કે ‘ હે ભગવંત ! આ ઉત્તમમાં ઉત્તમ અને મે' પ્રાણુથી પશુ વ્હાલાં માની સ ંગ્રહેલ કસ્તુરી, કપૂર, કેસર વિગેરે સુગંધી દ્રવ્યેાના આપ ઉપયોગ કરે.' કોઈ ભગવાન તરફ મુખ મમતા દેખાડતાં કહે છે કે ' હે નાથ ! દુનિયા માત્ર ધન પાછળ ઘેલી ગાંડી છે આપ આ મારા રત્નાશરણેાના સ્વીકાર કરી મને કૃતાર્થ કરો. * કાઈ ભગવંતને રાજ્યહસ્તિનું અપણુ કરે છે, તે કાઇ અલંકારથી શણગારી પેાતાની કન્યાને ભગવાનને આપવા અધીરા બને છે. સૌ પેાત પાતાની બુદ્ધિ મુજબ અનેક વસ્તુ ભગવાન આગળ ધરે છે, ભગવાન તે સામે નજર નાંખી તુત પાછી દષ્ટિ સહુરી લઈ આગળ વધે છે. લાકો ખેદ ચુકત સ્વરે પાકાર કરે છે કે, અરેરે ! પ્રભુ અમારા ક્રીન ઉપર કૃપા કરી અમારૂં કાંઈ પણ ગ્રહણ કરો ! આપ શું ઈચ્છો છો તે આપ જણાવા તા અમે તે હાજર કરીએ, અમે હતભાગી છીએ કે અમારે આંગણે આવેલ ભગવત પાછા ફરે છે, ” પણ સૂર્ય જેમ નક્ષેત્રે નક્ષત્રે કરે તેમ ઘેર ઘેર ફરતા ભગવાન મૌનપણે વિહાર કરે છે. ? * . " . : : ગજપુર નગરના રાજા ખાહુબલિના પુત્ર સેક્રમપ્રભના રાજકુમાર શ્રેયાંસને ગઇ રાતે એક સ્વપ્ન આવ્યું હતું, તેમાં તેણે એવું જોયુ હતું કે મેરૂ પર્વતને તેણે દૂધના ઘડાએથી અભિષેક કરી ઉજ્જવળ કર્યાં. • સામપ્રભ રાજાએ તે રાત્રે સ્વપ્નમાં એમ જોયું કે ઘણા શત્રુઓથી વીંટાયેલ કોઇ મહાન રાજાએ શ્રેયાંસની સહાયથી જય મેળળ્યે અને તે નગરના સુબુદ્ધિ શેઠે પણ સ્વપ્નમાં સૂર્યથી ચ્યવેલાં હજારા કિરણા શ્રેયાંસે પાછાં સૂર્ય માં જોડી દીધાં’ તેમ જોયુ. આ ત્રણે જણે પ્રભાતે પેાતાના સ્વમોના રાજસભામાં વિચાર કર્યાં. પશુ તેમાંથી શ્રેયાંસને કોઇ અપૂર્વ લાભ થશે એથી વધુ રહસ્ય કોઈ શેાધી શકયા નહિ. સૌ થાકી પાત પાતાના સ્થાને ગયા, શ્રેયાંસ પણ પાતાના આવાસે ગામમાં બેસી સ્વમના વિચાર કરે છે તેવામાં શ્રેયાંસની નજર દુર દુર થતા લાકાના કોલાહલ ઉપર પડી. લેાકેાનાં મધ્યમાં તેણે દુરથી મેરૂ સમાન નિષ્કપ પ્રભુને જોયા. જોતાંજ તે ગાખ છેાડીઉઘાડે પગે દોઢયા અને ભગવાનને નમ્યા. ભગવાનને જોતાંજ વિજળીના ચમકારાની પેઠે તેને કાઈ અંતરમાં ચમકાર થયા અને તેને તેની જાતનું વિસ્મરણ થવા લાગ્યું. ભગવાનના જેવા આકાર ܕ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy