SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ શ્રી ભદેવ ચરિત્ર) રોટલીના કેશને લગ્ન કરવાની ઈચ્છા કરી. એટલે ઈન્દ્ર પ્રાર્થના કરી કે હે સ્વામિન! હવે તેટલી કેશવલી રહેવા દ્યો, કેમકે જ્યારે પવનથી તે તમારા સુવર્ણ જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મણીના જેવી શોભે છે. પ્રભુએ તે યાચના સ્વીકારીને તેને તેવી રીતે જ રહેવા દીધી. કેમકે સ્વામીએ પોતાના એકાંત ભક્તોની યાચનાનું ખંડન કરતા નથી.” સૌધર્મપતિએ ત્યાર બાદ તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. સર્વસાવાના ત્યાગની પ્રતિજ્ઞાપૂર્વક કચ્છ, મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓની સાથે ભગવાનની દીક્ષા. પછી નાભિકુમારે દેવ, અસુર અને મનુષ્યની સમક્ષ “જો હિ ” સિદ્ધને નમસ્કાર કરીને “સઘળા સાવદ્ય ચોગનું પ્રત્યાખ્યાન કરું છું” એમ કહી મેક્ષ માર્ગના ૨થતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના દીક્ષા ઉત્સવથી નારકીના જીને પણ ક્ષણભર સુખ થયું. પછી દીક્ષાની સાથે સંકેત કરીને રહેવું હોય તેમ સર્વ સંસી, પંચેન્દ્રિય ના મદ્રવ્યને પ્રકાશ કરનારૂ મન:પર્યવજ્ઞાન પણ તરતજ પ્રભુને ઉત્પન્ન થયું. આ વખતે કરછ અને મહાક૭ વિગેરે ચાર હજાર રાજાઓએ પ્રભુના ચરણકમળને વિરહ નહી સહન કરી શકવાથી પોતાના પુત્ર, કલત્ર અને રાજ્યાદિ સર્વેને તૃણની પેઠે છોડી દઈને જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય કરીને હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભરત બાહુબલિ અને દેવેનું ખિન્નતાપૂર્વક સ્વસ્થાને ગમન, પછી ઇન્દ્ર વિગેરે દેવતાઓ અજલિ જેડી પ્રભુને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. “હે પ્રભુ! સત્ય અને પ્રિય વચનરૂપી ઈશુ રસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ! કામદેવરૂપી અંધકારને નાશ કરનાર અને અખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને નમસ્કાર કરીએ છીએ.” એવી પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપે જઈ ત્યાં અઠ્ઠાઈ મહેત્સવ કરી પોતાના સ્થાને ગયા. દેવતાઓની પેઠે ભરત અને બાહુબલિ વિગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકક્કે પોતપોતાના સ્થાન તરફ ગયા. આ પછી ભગવાને સાથે પ્રવજિત થયેલા કચ્છ અને મહાકરછ વિગેરે રાજાઓથી પરવરી મૌન ધારણ કરી પૃથ્વીમાં વિહાર કરવાની શરૂઆત કરી. શ્રમણ અવસ્થા શુદ્ધ આહારની અમાસિ– પારણાને દિવસે ભગવંત એષણીય ભિક્ષા માટે નીકળ્યા. પણ લોકો તે વખતે શિક્ષા અને ભિક્ષાચારથી અજ્ઞાત હોવાથી તેમને નિર્દોષ ભિક્ષા ન મળી. કોઈ ભગવાનને સુંદર હરિત આપતા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy