SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ૪ww vy. એક ખાડે છેદી તેમાં તે નાંખી ખાડાને રત્ન અને વજાથી પુરી દીધો અને તેના ઉપર ધ્રોથી પીઠિકા બાંધી, પછી ભગવાનના જન્મગ્રહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગ્રહ કર્યો. તે દરેક ગૃહમાં મોટા સિંહાસનોથી શોભાયમાન ચેક રચ્યા. પછી જિનેશ્વરને પિતાના હાથમાં લઈ જિનમાતાને ટેકે આપી દક્ષિણ દિશાના ચોકમાં લાઈ ગઈ. ત્યાં બનેને સિંહાસન ઉપર બેસારીને સુગંધિ લક્ષપાક તેલથી મર્દન કરી લાગી. પછી દિવ્ય ઉંદવર્તન (પીઠી)થી તેમણે બંનેને ઉદ્વર્તન કર્યું અને પૂર્વ દિશાના ચકરાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી નિર્મળ જળથી બંનેને સ્નાન કરાવ્યું. પછી સુગંધિ વસ્ત્રાથી અંગ લૂછીને ગોશીષ ચંદનના રસથી તેમને અર્ચિત કર્યો અને આભરણે પહેરાવી ઉત્તર દિશાના ચેકમાં જઈ સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં અરણીના બે કાણથી અરિ ઉત્પન્ન કરી શશીર્ષ ચંદનના કાણથી હેમ કર્યો અને તેની ભસ્મની રક્ષાપેટલી કરી બંનેને હાથે બાંધી. જે કે ભગવાન મોટા પ્રભાવવાળા હતા તે પણ એ દિકકુમારીકાઓને એ ભક્તિકર છે. પછી તમે પર્વતના જેવા આયુષ્યવાળા થાઓ.” એવું પ્રભુના કાનમાં કહી પાષણના બે ગોળા અફાવ્યા અને પ્રભુને તથા માતાને સુતિકાગ્રહમાં શય્યા ઉપર સુવારી તેઓ માંગલિક ગીત ગાવા લાગી. જન્મ મહત્સવમાટે ધર્મેન્દ્રનું આવાગમન અને પાંચ રૂપ કરી મેરૂ પર્વત ઉપર ભગવાનને લઈ જવું. હવે તે સમયે સૌધર્મ દેવલોકના ઈન્દ્રનું આસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાનવડે તેણે જોયું તે જ પ્રભુનો જન્મ તેના જાણવામાં આવ્યો.તત્કાળ સિંહાસન ઉપરથી ઉઠી સાત આઠ પગલાં પ્રભુનાં સામાં ચાલી ને પંચાંગ નમસ્કાર કરી સુલુણું તેત્રવડે ભગવાનની સ્તુતિ કરી. રાધા દેવતાઓને ભગવાનના જન્મ સ્નાત્રના મહત્સવ માટે બોલાવવાની પોતાના નેગમિષિ નામના સેનાધિપતિ દેવને આજ્ઞા કરી. તે સેનાધિપતિએ એક યોજનાના વિસ્તારવાળી સુષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. તેને અવાજ થતાં બીજા સર્વ વિમાનની કંટાઓને અવાજ થવા લાગ્યા. અને તેથી બત્રીસ લાખ વિમાનેન દેવતાઓ સાવધાન થઈ ત્યાં આવ્યા. તેમને ઈન્દ્રના સેનાધિપતિએ કહ્યું કે હે દેવતાઓ ! ઇંદ્ર આજ્ઞા કરે છે કે દેવી વિગેરે સર્વ પરિવાર સહિત જબુદ્વીપના દક્ષિણ ભારતની મધ્યમાં નાભિરાજાના કુળને વિષે આદિતીર્થકર ઉત્પન્ન થયા છે માટે તેમના જન્મ કલ્યાણકને મહોત્સવ કરવાને જવા સારું ચાલે. તત્કાળ ઈન્દ્રને હુકમ થતાં સર્વ દેવતાઓ ઘણા હર્ષથી તૈયાર થઈ ત્યાં આવ્યા. એટલે ઇન્દ્ર પાલક નામના આસિંગિક દેવને એક અનુપમ વિમાન રચવાની આજ્ઞા કરી. તરતજ તે દેવે ૫૦૦ એજન ઉંચું અને લાખ એજનના વિસ્તારવાળું ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાનમાં ઈદ્ધ પિતાની આઠ પટરાણીઓ સહિત સિંહાસનને પ્રદક્ષિણા દેઈ પૂર્વ તરફના પગથીએથી સિહાસન ઉપર ચઢો અને પૂર્વાભિમુખ થઈને પિતાના આસન ઉપર બેઠે, વિમાનની આગળ પતાકાઓથી શોભતે અઢાર જન ઊંચે એક ઇદ્રધ્વજ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy