SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થસ્થાપન બાદ ૨૧૫ હતા. ચતુષ્પવી એ પોષધ કરતે અને ભગવાન મહાવીરની દેશના સાંભળવા તલસતે હતે. અનુક્રમે ભગવાન મિથિલા પધાર્યા અને છવીસમું ચાતુર્માસ તેમણે મિથિલામાં પસાર કર્યું. સત્યાવીસમું વર્ષ ગોશાળકને ઉપસર્ગ, મિથિલામાં ચાતુર્માસ પૂર્ણ કરી વૈશાલી નજીક થઈ ભગવાન શ્રાવસ્તીની બહાર કોઈકેત્યમાં પધાર્યા. આ અરસામાં ગોશાળક હાલાહલા કુંભારણની ભાંડશાળામાં રહ્યો હતો. આપણે આગળ જોઈ ગયા કે ભગવાન મહાવીરની દીક્ષા લીધા બાદ બે વર્ષ પછી ગોશાળ લાગવાન પાસે આ હતો. અને લગભગ ભગવાનની સાથે છ વર્ષ રહ્યો હતે. આ છ વર્ષના ગાળામાં તેણે ચપળતાથી અને કાંઈક કુતુહલવૃત્તિથી ભગવાનને ઉપસર્ગો સહન કરાવ્યા હતા. આમ છતાં એટલું તે ચોક્કસ હતું કે તેને ભકિતભાવ ભગવાન મહાવીર પ્રત્યે અટલ હતો. તે બીજા તાપ, શ્રમ અનેનિન્થને મહાવીરની કક્ષામાં તરછ માનતો અને તેઓને કહે કે “મારા ધર્માચાર્યું કયાં અને તમે કયાં?” પણ આજે એ વાતને અઢાર વર્ષ વીતી ગયાં હતાં. ગોશાળે તેજેશ્યા પ્રાપ્ત કરી હતી. નિમિત્તશાસ્ત્રને તેણે સારે અભ્યાસ કર્યો હતો. લોકેને સારી ભવિષ્યવાણી કહેતો હતો. અને પિતાની જાતને આજીવકમતના તીર્થકર તરીકે પ્રચારતો હતો. તેણે સારો એ ભક્ત વર્ગ પણ જમા કર્યો હતો. ગૌતમસ્વામિ ગૌચરીએ નીકળ્યા તેમણે માર્ગમાં ચેરે અને ચૌટે એકજ વાત સાંભળી “આજે શ્રાવસ્તીમાં બે તીર્થ કર એકત્ર થયા છે. એક શમણું ભગવાન મહાવીર અને બીજો પંખલિપુત્ર શ્રમણ શાળક. ગૌતમસ્વામિએ આવી ભગવાનને પૂછયું “હે ભગવત ! ગોશાળક સર્વજ્ઞ છે?” ભગવાને કહ્યું “ગૌતમ! ગોશાળક નથી તીર્થકર કે નથી સર્વાં. તે સરવણ ગ્રામમાં બહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મેલ હોવાથી ગોશાળક અને સંખલિને પુત્ર હોવાથી મંખલિ પુત્ર કહેવાય છે. તે આજથી વીશ વર્ષ પહેલાં મારે શિષ્ય થઈ રહ્યો હતે. છ વર્ષ સાથે રહી જુદા પડે અને ત્યાર પછી પિતાને તીર્થકર કહી સંબોધે છે. આ વાત કણપણું ગોશાળાના કાને પહોંચી. તે સાભળતાંજ તુર્ત ક્રોધિત બન્યો. અને તેણે ભગવાન મહાવીર પાસે જવાનો વિચાર કર્યો. આ અરસામાં આનંદ મુનિ ગોશાળ જ્યાં ઉતર્યો હતો તે હલાહલા કુંભારના ઘર પાસેથી છઠ્ઠના તપના પારણાની ભિક્ષા માટે નીકળ્યા. ગોશાળે તેમને બોલાવ્યા. અને કહ્યું “આનજ ! તારા ધમચાયે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરી છે અને દેવ મ થી પૂજાય છે. પણ “ગોળ મખલિ પુત્ર છે. સર્વજ્ઞ નથી.” એવું કહી મારી ઈર્ષ્યા કરે છે તે તેને હું પરિવાર સહિત વાળી હરિમભૂત કરીશ. તારા ધર્માચાર્યને આટલી આટલી ત્રાદ્ધિ અને સંપત્તિ મળ્યા છતાં હજી સુતેષ થયો નથી. આનન્દ! આ સંબંધી એક વાત સાંભળ. પહેલાં એક નગરમાં પાંચ વણિક રહેતા હતા. તે કમાવા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy