SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષિ શલાકા પુરુષ. - કરે છે. એમ વિચારી તેણે કહ્યું કે, “હે બાળકે! આ બે વસ્તુ લઈ જાઓ, અને રેગની દવા કરે. મારે મૂલયની કંઈ જરૂર નથી. તમારા લીધે આવું ઉત્કૃષ્ટ પૂજ્ય બાંધવાને હું પણ ભાગ્યશાળી થયો. એમ કહી તે બે વસ્તુઓ આપી અને પછી તે શેઠ ભાવવૃદ્ધિથી દીક્ષા લઈને પરમપદને પામ્યો પછી છએ મિત્રો મુનિ પાસે ગયા. તેમને નમસ્કાર કરી તેમને વિનંતિપૂર્વક કહ્યું કે, “ભગવંત! અમ દવા લાવ્યા છીએ, તેને અનુગ્રહ કરે.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આવી એટલે તેમણે મુનિના અંગમાં લક્ષપાક તેલ વડે પ્રથમ અર્દન કર્યું, તેથી તે તેલ મુનિની દરેક નસોમાં વ્યાપી ગયુ, અને મુનિ બેભાન ઘઈ ગયા, તેલના પ્રભાવથી અંદરના કીડાઓ શરીરમાંથી બહાર નીકળ્યા. એટલે જીવાનદ વેવે રત્નકંબળથી મુનિને ઢાંકી દીધા. તે રત્નકંબળમાં શીતળપણું હેવાથી સર્વ કીડાઓ તેમાં લીન થયા. પછી તે રત્નકંબળ ધીમેથી લઈને એક ગાયના મૃતક ઉપર લઈ ઈ તેમાંના કીડા તેના ઉપર નાખ્યા. કારણકે સતપુરુષે સર્વ ઠેકાણે દયાયુક્ત હોય છે. ત્યારબાદ છવાનંદે અમૃતરસ સમાન ગશીર્ષ ચંદનના વિલેપનથી મુનિની આમવાસના કરી ફરી તેલનું સર્જન કર્યું, એટલે ફરીથી પાછા જંતુઓ નીકળ્યા. તેને પણ પ્રથમની માફક રત્નકંબળથી કાઢીને ગાયના મૃતક ઉપર મૂકયા. એવી રીતે ત્રણ વખત કર્યું. મુનિનું ત્રણ રૂઝાવાથી તે નિરોગી અને કાતિવાન થયા મુનિ ત્યાંથી વિહાર કરી ગયા પછી તે છ મિત્રોએ બાકી રહેલું ગશીર્ષ ચંદન અને રત્નકંબળ વેચીને એક દેહેરાસર કરાવ્યું. કેટલેક કાળે તે છએ મિત્રોએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી અને અનશનવ્રત ગ્રહણ કરી પિતાને દેહ છોડે. ૧ ભવ-અચૂત દેવલોકમાદેવ અને ૧૧મે ભવ-વજનાભચક્રવતિ. તે છએ જણના જીવ ત્યાંથી અચૂત નામના બારમા દેવલોકમાં ઇદ્રના સામાનિક દેવ થયા. દેવકમાં સમાન સુખ ભોગવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તેમાંના પાંચ જણ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકીણી નામે નગરીના વજન નામના રાજાની રાણી ધારિણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા તેમાં જીવાનંદ વેયને જીવ ચીત મહાને સુચિત જનાભ નામે પહેલો ચકવત્તિ પુત્ર થયે. રાજપુત્ર મહીધરને જીવ બીજે બાહુ નામે થયે, ત્રીજે મંત્રીપુત્ર સુબુદ્ધિને જીવ સુબાહુ નામે થયે અને શ્રેણી પુત્ર પુત્ર પૂર્ણભદ્ર તથા સાર્થેશ પુત્ર ગુણાકરના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. અને છઠ્ઠો કેશવને જીવ સુયશ નામે અન્ય રાજપુત્ર થયા. તે સુયશ બાળપણથી જ વજનાભને આશ્રય કરવા લાગ્યા. તે છ પુત્રો મહાબળવાન થયા. એવામાં લોકાન્તિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિનંતિ કરી કે, “હે સ્વામિન ! ધર્મ તીર્થ પ્રવર્તાવે' પછી વસેન રાજાએ વજૂનાભને ગાદીએ બેસારી સાંવત્સરિક દાન આપી દીક્ષા અંગીકાર કરી, પૃથ્વીતળને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા.. અહિં વજૂના પિતાના દરેક ભાઈને જુદા જુદા દેશ આપ્યા અને સુયશ તેમને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy