SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ Tલg ત્રિષષ્ટિ શલાકા પુરુષ. નવમા ઉદેશામાં આવે છે. તેમજ રેહ નામક અણુગારની સાથે પહેલાં જીવ અને પછી અજીવ, પહેલાં લેક અને પછી અલેક વિગેરે અનેક પ્રશ્નોની ચર્ચા આ ચાતુર્માસ દરમિયાન થઈ. આ રેહ અણગાર સાથેની ચર્ચાને વિસ્તાર - ભગવતી સૂત્રના પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં આવે છે. તેવીસ વર્ષ. પરિવ્રાજક સ્કંદક, નદીની પિતા અને સાલહીપિતા વિગેરે. રાજગહીથી ભગવાન વિહાર કરી કર્યગલા નગરીની બહાર છત્રપલાશ ચેત્યમાં પધાર્યા. દિશે દિશાથી લોક ભગવાનને વંદન કરવા આવ્યા. અહિં સ્કેન્દક પરિવ્રાજક ભગવાન પાસે આવ્યું. તેણે જીવસિદ્ધિ સંબંધી અનેક પ્રશ્નો પૂછયા. તેમજ મરણના ભેદ સંબંધી ભગવાન સાથે ચર્ચા કરી. સ્કદ પ્રતિબંધ પામ્યું. તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. બાર પ્રતિમાઓ વહન કરી અને ઉગ્રતપશ્ચર્યા કરી દેવગતિ મેળવી. કર્યગલાથી ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. અહિં નદીની પિતા અને સાલહીપિતા નામના બે ગહએ ભગવાન પાસે બારવ્રત સ્વીકાર્યા. આ બંને પાસે બારકોડ સોનિયા અને ચાર ચાર ગેકુળ હતાં. ભગવાન શ્રાવસ્તીથી વિહાર કરી વાણિજ્યગ્રામ ગયા અને ત્યાં તેવીસમું ચાતુમસ કર્યું. વીસમું વર્ષ ચાતુર્માસ બાદ વાણિજ્યગ્રામથી ભગવાન બ્રાહાણુકુંડગ્રામની બહાર બહુશાલ ચૈત્યમાં પધાર્યા. જમાલિને ભગવાનથી જુદા પડવાનો પ્રસંગ બન્યો તે આ વર્ષમાં અને અહિં બન્યો હતે. બ્રાહ્મણકુંડ ગ્રામથી ભગવાન વિહારકરી કૌશાંબી પધાર્યા, અહિં આશ્ચર્યકારક ગણાતી ઘટના પછી સૂર્યચંદ્રનું મૂલ વિમાન સાથે ભગવાનની પાસે વંદન કરવાનું આવવું બન્યું. કૌશાંબીથી ભગવાન તુરિયા નગરીના ચિત્યમાં પધાર્યા. અહિં પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય સાથે થએલ અને શ્રાવકે ભગવાન પાસેથી ખુલાસે મેળવ્યો. અને ધર્મમાં વધુ સ્થિર થયા, આ વર્ષમાં ભગવાનના શિષ્ય વેહાસ અને અભય વિગેરેએ રાજગૃહી નજીકના વિપુલ પર્વત ઉપર અણુસણુ કરી દેવગતિ પ્રાપ્ત કરી. ભગવાને ચોવીશમું ચાતુમસ રાજગૃહીમાં વિતાવ્યું. પચીસમું વર્ષ. શ્રેણિકનું મૃત્યુ અને પકુમાર વિગેરેની દીક્ષાઓ. અભયકુમારની દીક્ષા બાદ શ્રેણિકને ચેન ન પડયું. તેણે વિચાર્યું કે અભય પછી રાજ્યની ધૂરા-વહન કરે તે કઈ હોય તે એક કેણિક જ છે. તેણે રાજ્ય કણિકને આપવાને નિરધાર કર્યો અને હલ વિહલ્લને ભેચનક હાથી અને અઢારસેરને હાર આખ્યો. કેણિક રાજ્ય માટે તલપાપડ બન્યો. તેણે કાળ વિગેરે દશ બંધુઓને એકઠા ભગવતી શતક ૨, ઉદેશ ૧
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy