SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થસ્થાપન બાદ ] ૨૦૭ ચંપ્રદ્યોતે તેની ખાત્રી કરાવી તે તેમજ નીકળ્યું. ચંડ પ્રવાતે અક્ષયકુમારને અહીંથી છૂટા થવાની માગણી શિવાય વરદાન માગવાનું કહ્યું. અભયકુમારે જરૂર પડે માગીશ એમ કહી તેને થાપણરૂપે રાખ્યું. સંગીત કલારસિક શતાનીકપુત્ર ક ઉદાયન રાજા. ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામે પ્રિયપુત્રી હતી તેને સંગીતને ખૂબ શેખ હતે. સંગીત કલામાં અને ગાંધર્વ વિદ્યામાં તે વખતે શતાનીકને પુત્ર ઉદાયનરાજા પ્રસિદ્ધ હતું. તેનું બીજું નામ વત્સરાજ હતું. તેને યોગધરાયણ નામે બુદ્ધિશાળી મંત્રી હતે. ચંડવોન કેઈપણ રીતે ઉદાયનને પિતાને ત્યાં લાવી વાસવદત્તાને સંગીત શિખતાવવા ઈચ્છતો હતો. પણ અભિમાની ઉદાયન તે કરે કે નહિ તે માટે તેને શંકા હતી. તેણે એક કૃત્રિમ હાથી બનાવ્યો. તેમાં માણસે દાખલ કર્યો. અને ઉદાયનના સીમાડામાં તે હાથી મોકલ્યો. ઉદાયન હાથીને વશ કરવા વીણા લઈ આવ્યો કે તુર્ત માણસે વત્સરાજને લઈ નાઠા અને તેમણે તેને પંડમોતની પાસે હાજર કર્યો. ચંડપ્રદ્યોતે ઉદાયનને કહ્યું “મારે એક પુત્રી છે. તે આખે કાણી છે. તેને તમે સંગીત કલા શિખવે. તમે રાજા હોવાથી તે શરમાશે માટે પડદે રાખી શિખવજે.” ચડપ્રદ્યોતે આ પછી પુત્રીને પણ કહ્યું “તારે માટે મેં ગાંધર્વવિદ્યા શિખવનાર ગુરૂ શોધી કાઢયો છે. તે કેટ રેગવાળે છે તે તે તેની નજર ન પડે તેવી રીતે પડદે રાખી શિખજે.” શિખવલનું ઉદાયને આરંભળ્યું. પણ એક પ્રસગે વાસવદત્તાને ત્રણ ચાર વખત બતાવતાં છતાં ન આવડ્યુ. ઉદાયનનો મિજાજ ગયો, તે બોલ્યો “ તું આખે કાણી છે તેમ તારી બુદ્ધિ પણ શુ કાણી છે?” વાસવદત્તાએ કહ્યું “પૂર્વભવના પાપથી તું કેઢીયો થયો છે. અને આ ભવમાં નાહક મને ખોટુ આળ શા માટે આપે છે પડદો ઉંચો કર્યો તે ઉદાયને સંપૂર્ણ આંખવાળી વાસવદત્તાને જોઈ અને વાસવદત્તાએ સુવર્ણકાંતિમય ઉદાયનને નીરખ્યો. ઉદાય અને વાસવદત્તાએ માન્યું કે “ચડપ્રદ્યોતે આપણને ઠગ્યા છે તે આપણે પણ હવે તેને ઠગીએ. તેમણે ભણવું ગણવું કોરાણે મૂકવું. અને ગાધર્વ વિવાહ કરી દંપતી બન્યા. આ વાત કાચનમાળા ધાત્રી જાણતી હતી પણ તેણે કોઈને વાત ન કરી. એક વખતે અનલગિરિ હાથીએ ભાંગડ આર ભી. ચંપ્રદ્યોતે તેને વશ લાવવા અભયકુમારની બુદ્ધિથી વત્સરાજને વિનંતિ કરી. વત્સરાજે હાથમાં વીણા લઈ વાસવદત્તા સાથે ગાયન કર્યું. તેથી હાથી વશ થયો. રાજાએ અભયકુમારને અહિં બીજું વરદાન આપ્યું. તે પણ તેણે થાપણું રાખ્યું. સમય જતાં વત્સરાજ અને વાસવદત્તાએ નાસી જવાનો વિચાર કર્યો. તેમણે વેગવતી હાથણીને તૈયાર કરી. તેની પડખે ચાર મૂત્રના ઘડા બાંધ્યા. સંકેત સમયે વત્સરાજ વાસવદત્તા, કાચનમાળા ધાત્રી અને વસંત મહાવત હાથણી ઉપર આરૂઢ થયા અને બોલ્યા કે “અમે જઈએ છીએ. જેને પકડવા હોય તે પાછળ આવે.’ ચંડપ્રદ્યતે તેમની પાછળ વધુ માટે જુઓ ભાવિનું પ્રતિજ્ઞા લેગ ધરાયણ નાટક,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy