SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ૨૦૦ - ૪ --- - - - - - - - “તારે દાગીને રાખવી હોય તે ભલે રાખ પણ પ્રતિમાજીને પાછાં મોકલી આપ” ચંડપ્ર તે આની દરકાર ન રાખી. ઉદાયને ઉજજૈન ઉપર ચઢાઈ કરી. ચંડપ્રદ્યોતને જીવતા પકડ્યો. અને તેના મસ્તક ઉપર દાસીપતિ એવું નામ લખાવ્યું. આ પછી ઉદાયને પ્રતિમાને ઉઠાવી વીતભયનગરે લઈ જવા પ્રયત્ન કર્યો પણ પ્રતિમાજી ને આવ્યા પણ અંતરિક્ષમાં રહી અવિણાયક દેવે કહ્યું “રાજન ! શોક ન કર. વીતભયપટ્ટન ડા સમયમાં ધૂળથી પુરાઈ જશે. માટે અહિંજ તેમને રહેવા દે.” રાજા શોકાતુર દિલે પ્રતિમાને ત્યાં રહેવા દઈ ચંડ તને કેદી તરીકે સાથે લઈ પાછો ફર્યો. માર્ગમાં ચોમાસુ બેસતાં વચ્ચે મુકામ કર્યો. આ છાવણીનું સ્થળ જતે દિવસે દશપુર નામે પ્રસિદ્ધ થયું. એક વખતે ઉદાયન રાજાના રાઈએ ચડપ્રદ્યોતને પૂછયું કે આજે શું જમશે? ચંડપ્રદ્યોતે કહ્યું જ નહિ ને આજે કેમ આ પ્રશ્ન?” રાઈએ કહ્યું “રોજ તે રાજા માટે જે ભજન સામગ્રી તૈયાર થાય છે તે તમને એકલીએ છીએ. પણ આજે પર્યુષણ પર્વ હોવાથી અંત:પુર પરિવાર સહિત રાજાને ઉપવાસ છે. ચંડપ્રદ્યોતે કહ્યું મારે પણ આજે ઉપવાસ છે. આ વાતની ખબર ઉદાયનને પડી તેને લાગ્યુ કે “પર્યુષણ પર્વનું મુખ્યકૃત્ય વેરવિરોધની ક્ષમાપના. અને આ કૃત્ય ચંડપ્રદ્યોતને કેદી તરિકે રાખી હું કઈ રીતે પૂર્ણ પણે સાચવી શક્યો ગણાઉં?” તેણે ચંડપ્રદ્યોતને તુર્ત છૂટો કર્યો. દાસીપતિ શબ્દ ઉપર રાજ પટ્ટ બાધી તેનું કપાળ ઢંકાવ્યું. તેને તેનું રાજ્ય પાછું સેપ્યું અને તેની ક્ષમા માગી સાધર્મિક ગણી ભક્તિ કરી. આ પછી ઉદાયન વીતભય નગરે અને ચંડપ્રદ્યુત ઉજેની પાછા ફર્યો. ચંડપ્રદ્યોતે પડાવવાળા સ્થળે વસેલ દશપુર નગર વિતભય નગરની પ્રતિમાના ખર્ચ માટે આપ્યું અને વિદ્યુમ્માલી દેવે ભરાવેલ પ્રતિમાના ખર્ચ માટે બાર હજાર ગામ આપ્યાં. એક વખત વીતભય નગરમાં ઉદાયન રાજાને પ્રભાવતી દેવે આવી કહ્યું “રાજન ! ચંડuતે મુકેલી આ પ્રતિમા પણ સામાન્ય નથી. આ પ્રતિમાને કપિલ કેવળીએ પ્રતિષ્ઠત કરેલ છે માટે પ્રાચીન પ્રતિમાસમ તેને તમારે પૂજવી ' આમ કહી દેવ અતર્ધાન થયો.રાજાએ પ્રતિમા માટે ઘણું ગામ ભેટ કર્યો. અને પૂજા કરવા લાગ્યા, એક વખત રાજાએ રાત્રે પોષધ કર્યો. અને મનમાં વિચારવા લાગ્યો કે તે ગામ, નગર, અને સ્થળને ધન્ય છે કે જ્યાં ભગવાન મહાવીરવિચરતા હોય.આ ભાવના ભગવાને ચપામાં રહેલ ધર્મોપદેશ આપતાં જ્ઞાનથી નિહાળી અને ત્યારબાદ વિહાર કરતા કરતા વીતભયનગરની બહાર મૃગવનમાં આવી સમવસર્યા. ઉદાયના રાજા હર્ષિત થઈ દેશનામાં ગયે. અને ભગવાનને કહેવા લાગ્યું કે હે ભગવંત! અભીતિ કુમારને રાજ્ય ઉપર સ્થાપન કરી આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને કહ્યું “જેવી તમારી ઈચ્છા, વિલંબ ન કરે. કહાલ માળવામાં આવેલ મન્દસેર તે આ દશપુર છે. 1 -
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy