SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષે. પહેલી રાત્રે મેઘકુમારના સચારા નાના મેટાના ક્રમથી છેડે આગ્યે.. રાત્રે માત્રુ જતા મુનિએ તેના સંથારામાંથી પસાર થતાં આખી રાત મેઘકુમારને મુનિએના પગના અથડાવાથી અને સંથારામાં રેત ભરાવાથી ઉંધ ન આવી. તેનું મન ખોટા વિચારે ચઢયું અને તે વિચારવા લાગ્યા કે ‘ જગતમાં વૈભવજ પૂજાય છે. હું વૈભવી હતા ત્યારે આ મુનિએ મારી પ્રત્યે સન્માન રાખતા, આદરથી ખેલાવતા. મેં વૈભવ ાઢયા એટલે એમના મારી પ્રત્યેના આદર ગા અને મને રાત્રે પણ ઉંઘવા દેતા નથી. આથી સવારે હું ભગવાનની અનુજ્ઞા લઈ ઘેર જઇશ.' ખીજે દીવસે મેઘકુમાર ભગવાન પાસે ગયા. ત્યારે ભગવાને કહ્યુ ‘મેઘ ! તને રાત્રે ઉંઘ આવી નથી, અને તે ઘેર જવાના વિચાર કર્યાં છે. જો તું તારા પૂર્વ ભવને સભારે તા તું એ વિચાર કદી ન કરે. આજથી ત્રીજા ભવમાં તું એપલ નામના હાથી હતા એક વખત જંગલમાં આગ લાગી. આ આગથી ગભરાઇ તું નાસવા જતાં તળાવના કીચડમાં ખૂચ્ચે. અને તૃષાની વેદનાથી મૃત્યુ પામી વિન્ધ્યાચળનાં ફરી હાથી થયા, અહિં તને જાતિસ્મરણ જ્ઞાન થયુ. અને તે દૃવિનાનું, દાવાનળ વખતે રક્ષણનું સ્થાન–માંડલુ રચ્યુ. આ જંગલમાં પણ એકવખત દાવાનળ લાગ્યું. તું અને સૌ કાઈ વનના પશુએ વૈવિરાધ ભૂલી માંડલામાં આવ્યાં. એક જોજનનું માંડલું પણ પશુથી ખીચેાખીચ ભરાઇ સાકડું મૃત્યુ, પગે ખણુજ આવતાં તે ખંજવાળવા પગ ઉંચા કર્યાં. જગ્યાની સ’કડાસથી પગની જગ્યાએ સસલુ આવી ઉભું રહ્યું. પગ મુકતાં તે સસલાને જોયું. તને દયા આવી અને અઢીદિવસ સુધી તે પગને અદ્ધર રાખ્યો. દાવાનળ એલવાયા. પશુએ ચાલ્યાં ગયાં. સસલુ પણ ચાલ્યું ગયું. તે પગ જમીન ઉપર મુકવા માંડયા પશુ ૫૫ મધાઈ ગયેલ હોવાથી જમીન ઉપર ન મૂકાયા. અને તું જમીન ઉપર ઢળી પડચા. અહિં પણ તૃષાના દુઃખથી તું મૃત્યુ પામ્યા અને ત્યાંથી સસલાની દયાના પૂન્ચને લઇ આ ભવે રાજપુત્ર થયા છે. પશુ ચેાનીમાં પણ તે આટલી બધી સહનશકિત બતાવી હતી. અત્યારે તે તું વધુ ખલવીય પુરૂષાર્થ, પરાક્રમ અને વિવેકવાળા છે. તને શ્રમણેાની અજાણ ઈંસા અને અવરજવરની ધૂળ સચમ માગથી ચલિત કરે તે વિચારણીય છે. ’ મેઘકુમાર સંચમમાં સ્થિર બન્યા. અને ભગવાન સમક્ષ અભિગ્રહ લીધેા કે - આજથી સમગ્ર દેહની હુ દરકાર નહિ રાખુ` અને વૈયાવચ્ચમાં તત્પર રહીશ. ' મેઘકુમારે તપ ત્યાગમા જીવન પરાગ્યુ, સુંદ્ગુર ચારિત્ર પાળી મૃત્યુ પામી વિજય વિમાનમાં દેવ થયો અને ત્યાંથી મૃત્યુ પામી મહાવિદેહક્ષેત્રમાં મુકિતએ જશે. " 9 નદિષેણુ. ૧૯૨ શ્રેણિકરાજાને નર્દિષણ નામના પુત્ર હતા. પુત્રની માતાના નામના સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. પણ આ પુત્રના સેચનક હસ્તિ સાથે સમધ હતા તે આ પ્રમાણે છે. એક વખત એક બ્રાહ્મણુ યજ્ઞ કરાવતા હતેા. ત્યાં એક માણસ નાકર રહેવા આવ્યો. તેણે કહ્યુ ‘યજ્ઞમાં વધેલી ઘટેલી રસેઇ મને આપે ! હું નાકરી રહું.' બ્રાહ્મણે હા પાડી. અને તેને નેકરી રાખ્યા. વધેલી ઘટેલી રસાઈમાંથી નાકર મુનિઓને વહેારાવતા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy