SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ લઇ ત્રિષ્ટિ શલાકા પુરુષ ન થાય તેમજ નારકપણું હમેશનુ શાશ્વત નથી. પણ પાપ કરનારા નારક પણે જરૂર ઉત્પન્ન થાય છે.” અપિતના મનનું સમાધાન થયુ. તેણે ભગવાનનું પ્રવચન સાંભળ્યું. અને ભગવાન પાસે શિષ્ય સહિત દીક્ષા અંગીકાર કરી. નવમા ગણધર શ્રી અચલબ્રાતા. અચલબ્રાતાને આવતાં ભગવાને કહ્યું કે “તમને પુર જિજે કર્યું અને જૂog gu, કળા આ બે વેદપદથી પુણ્ય સંબંધી શંકા ઉત્પન્ન થઈ છે. ભગવાને અગ્નિભૂતિ આગળ જેમ પુરૂષાતવાદનું નિરસન કર્યું હતું તેમ નિરસન કરી જણાવ્યું કે “પ્રથમ વાકય આત્માનું મહત્ત્વ બતાવનાર છે, નહિ કે પુણ્યને નિષેધ કરનાર.' આ પછી અચલભ્રાતાએ શંકાનું સમાધાન થવાથી શિષ્યો સહિત ભગવાનનું પ્રવચન સાંભળી દીક્ષા અંગીકાર કરી. દશમા ગણધર શ્રી મેતા. મેતાર્ય પંડિતને વિજ્ઞાન ઘ૦ એ વેદપદથી અને ર ા સંજ્ઞાતિ” શબ્દથી પરભવ નથી એવી શંકા હતી. ન્ગવાને આ પદને વાસ્તવિક અર્થ સમજાવ્યું અને જણાવ્યું કે પાંચ મહાભૂત સિવાય અતિરિક્ત આત્મા છે. પુણ્ય છે, પાપ છે અને પરભવ પણ છે. મેતાર્યનું શંકા સમાધાન થયું અને તેમણે શિષ્યો સહિત ભગવાનનું પ્રવચન સાંભળી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. અગિયારમા ગણધર શ્રીપ્રભાસ. આ પછી અગિઆરમાં પંડિત પ્રભાસ આવ્યા. તેમને ભગવાને કહ્યું “સામર્થ વા સવનો આ વેદ પદથી તમે એમ માન્યું કે વેદમાં અગ્નિહોત્ર ક્રિયા મૃત્યુ તક કરવાનું કહ્યું છે. અગ્નિહોત્ર સ્વર્ગને અપાવનાર છે. આથી મોક્ષ નથી તેવો તમે નિર્ણય કર્યો છે. પણ તે વાસ્તવિક નથી. કારણ કે વેદમાં જે ત્રણ વેજિત પરમાર ' એથી મોક્ષ જણાવેલ છે તેમજ પ્રથમ વેદવાક્ય નિર્વાણને નિષેધ કરનાર નથી પણ તે જણાવે છે કે જેને સ્વર્ગની ઈચ્છા હોય તે અગ્નિહોત્ર હમ કરે અને તેની અંદર જ શબ્દ છે. તેથી જણાવ્યું કે જેની નિર્વાણની ઈચ્છા હોય તે અગ્નિહોત્રને છોડી નિર્વાણુ સાધક ક્રિયા કરી મેક્ષ પણ મેળવે.” ભગવાનના યુક્તિયુક્ત વચનથી પ્રભાસને શંકાનું સમાધાન થયું. અને તેણે પણ પ્રવચન સાંભળી ભગવાનની પાસે શિષ્ય સહિત દીક્ષા અંગીકાર કરી. આમ વૈશાખ સુદ ૧૧ ના એકજ દિવસે ૪૪૧૧ બ્રાહ્મણે ભગવાનના શિષ્ય થયા. ભગવાને આ અગ્યારને પિતાના મુખ્ય શિષ્ય બનાવી ને ના વિષે જા હુ જા રૂપ ત્રિપદી આપી. બુદ્ધિનિધાન તેઓએ આ ત્રણ પદ ઉપરથી દ્વાદશાંગીની રચના કરી. ભગવતે સમવસરણમાં તેમના ઉપર સુગધી ચૂર્ણ નાંખી તેમને ગણધર પદવી આપી દ્વાદશાંગીની અનુજ્ઞા આપી. (આ અગ્યાર ગણધામાં નવ ગણધર ભગવતે ભગવાનની હયાતિમાં મોક્ષપદ પામ્યા. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનનું નિર્વાણ થતાં કેવળજ્ઞાન પામ્યા અને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy