SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ લઇ વિષષ્ઠ શલાકા પુરુષ ચતુર્થ ગણધર શ્રી અવ્યક્ત. અવ્યક્ત પંડિતને સમવસરણમાં પિસતાં ભગવાને તેમને સંબંધી કહ્યું કે “હે અવ્યકત પડિતા જ શબ્દોમ એ વેદ વાકયથી તમે એ નિર્ણય કર્યો છે કે “જગતમાં જે કાંઈ દેખાય છે તે સ્વપ્ન સમાન અસત્ છે. વેદમાં “gવી રેવતા, અપિ વર્તા' એ પદ ઈ એમ પણ થયું કે પૃથ્વી છે, પાણી છે. આથી તમને પાંચ મહાભૂત જે દૃશ્યપદાર્થ છે તે ખરેખર છે કે નહિ તેવી શંકા જાગી છે. પણ બરાબર સમન્વય કરશો તો શંકાનું કારણ નહિ રહે. નવ” એ વેદવાક્ય જગતમાં રહેલ પદાર્થોની નવરતા સૂચવવામાટે છે. માણસ આસકિતથી મારું મારું કહી તેમાં ર માએ ન રહે અને સમજે કે “જેને તું ચિરંજીવ માને છે તેવા મોટા પદાર્થો પણ કાળથી કવલિત થઈનવર બની જાય છે. આ વચન સ્ત્રી ધન વિગેરેમાં આસકત રહેલ માણસને વૈરાગ્યે વાળવા માટે છે. નહિ કે જગતમાં કાંઈ નથી તે જણાવવા માટે.” અવ્યક્તના મનનું સમાધાન થયું અને તેણે પણ પોતાના ૫૦૦ શિષ્ય સહિત ભગવાનનું શરણું સ્વીકાર્યું. પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામિ સુધમાં પંડિતને આવતાં ભગવાને કહ્યું કે “હે સધર્ન પંડિત જુવે રે પુર્વ અને “કૃrછો પણ આપણે એ વેદપદથી તમને શંકા ઉત્પન્ન થઈ છે કે એક વેદપદ પુરૂષ મરીને પુરૂષ થાય છે તેમ જણાવે છે. અને બીજાં વેદપર વિ સહિત બળનાર મરી શિયાળ થાય તેમ કહે છે. આથી શંકા થઈ કે પુરૂષ મરીને પુરૂષ થાય કે કેમ પણ જ વસ્તુસ્થિતિ એ છે કે જે પુરૂષને અનુરૂપ મૃતાદિ કર્મ કરે તે મરી પુરૂષ પણ થાય છે. પણ એથી પુરૂષ મરીને પુરૂષજ થાય તેનો નિશ્ચય કરનાર આ પદ નથી. કારણે કે જે પુરૂષને અનુરૂપ કામ ન કરે તો પણ પણ થાય વળી એવી પણ તમારે દલીલ ન કરવી કે ઘઉંના બીજમાંથી ચેખા ન ઉગે તેમ પરષમાંથી પ ન બને. કારણકે જગતમાં અનેક વેચિઠ્યપણું છે. વીંછીમાંથી વીંછી ઉત્પન્ન થાય છે તેમ છાણમાંથી પણ લાછી ઉત્પન્ન થાય છે.” સુધમને ભગવાનની યુક્તિયુક્ત વાણી ગમી અને તેમણે પણ શિખ્ય સહિત તમે રારણું સ્વીકાર્યું. છઠ્ઠા ગણધર શ્રી પંડિત આ પછી મંડિત પંડિત આવ્યા. તેમણે ભગવાનને કહ્યું “મારું માનવું એવું છે કે આમા એક સ્ફટિક જે છે તેને કર્મને બંધ કે મોક્ષ થતો નથી. તેમ તેને સંસારમાં રખડવાનું પણ નથી હોતું. આ મારી માન્યતાને સમર્થન ા પ જિજુ વિમુને સારો સાત્તિ' આ વેદ પદ આપે છે. ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે “આત્મા બે પ્રકારના
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy