SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ 1 લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - - કેટલાક સમય પછી ભગવાન સિદ્ધાર્થપુર તરફ પાછા ફર્યા ત્યારે ગોશાળા તલવાળી જગ્યા બતાવી કહેવા લાગ્યું. “ભગવાન ! તલ ઉત્પન્ન થયા નથી ભગવાને કહ્યું તે જ્યાં ફેંક્યો હોય ત્યાં જઈ બરાબર તપાસ કરી ગોશાળ તલને છોડે ફાલેલે દેખે તેમજ એક સિંગમા સાત તલ દેખ્યા આથી તેણે નક્કી કર્યું કે “સર્વ જી મરીને ફરીને ફરી તેમાં જ ઉત્પન્ન થાય છે? ગશાળે આ પછી નિયતિવાદમાં વધુ સ્થિર થયે અને ભગવાનથી જુદા પડયે આપછી ગોશાળે આજીવિકમતની હાલાહલા કુંભારણની શાળામાં રહી તેજેશ્યા સાધી. તેમજ સુખ, દુઃખ, લાભ, હાની, જીવિત, મરણ વિગેરે નિમિત્ત શાસ્ત્ર શિખી ચમત્કારી બન્યો લેકેને તેણે આકર્થ પિતાને પંથ જમાવ્યું અને આજીવિકમતને તીર્થકર બની વિચરવા લાગ્યા સિદ્ધાર્થ પુરથી ભગવાન વૈશાલી પધાર્યા. અહિં ગામના છોકરાઓએ પિશાચ માની તેમને પજવ્યા. પણ ગણરાજ શેખે ભગવાનને ઓળખ્યા અને બાળકેને નસાડી સુકી ભગવાનને નમી ક્ષમા માગી. વૈશાલીથ વાણિજ્યગ્રામ જતાં ગંડકી નદી ઉતરતાં ભગવાન નાવમાં બેઠા નાવિકે ભાડું માગ્યું. ભગવાને જવાબ ન આપવાથી તે તેમને મારવા લાગે તેવામાં શંખરાજના ભાણેજ ચિત્રે ભગવાનને છેડાવ્યા. અહિં અવધિજ્ઞાની આનંદશ્રાવક ભગવાન પાસે આવ્યો અને વંદન કરી બે “હે ભગવંત! આપને થોડા જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” વાણિજયગ્રામથી ભગવાન શ્રાવતી નગરમાં આવ્યા અને દસમું મારું ત્યાં જ રહ્યા. અને વિવિધ તપ અને ધ્યાનમાં તે ચાર્તુમાસ પુરું કરી સાનલયિ સનિશ તરફ વિહાર આરંભે. અગિયારમું વર્ષ ભગવાને સાનુલહિયા ગામમાં ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા પ્રતિમા આરંભી કાઉસગ્ન ધ્યાને રહ્યા પારણામાં આનંદ શ્રાવકની દાસીએ નાખી દેવાનું અનાજ આપ્યું તે લઈ ભગવાને પારણું કર્યું પંચદિવ્ય પ્રગટ થયાં. દાસીને ત્યાંના રાજાએ દાસીપણાથી મુક્ત કરી. સાનુલદિયથી ભગવાને હઠભૂમિ તરફ વિહાર આરંભે અને બહાર પેઢાલ ગામના ઉદ્યાનમાં અદમતપ કરી એક અચિત્ત વસ્તુ ઉપર દષ્ટિને સ્થિર કરી ધ્યાન આરંક્યું. સંગમ દેવને ઉપસર્ગ. . આ વખતે ઈન્દ્ર યાનસ્થિત ભગવાનને જોઈ સભામાં પ્રશંસા કરતાં કહ્યું “અહો ભગવાનનું કેટલું સુંદર નિશ્ચલ દેથાન છે. આ ધ્યાનથી ભગવાનને મનુષ્ય તે શું પણ દેવ પણ ચલાવી શકે તેમ નથી.” સભામાં રહેલ સંગમને અશ્રદ્ધા ઉપજી અને કહેવા લાગ્યા કે ભગવાન ગમે તેવા શૈર્યવાન તપસ્વી કે તેજસ્વી હોય તો પણ તે માણસ જાત, દેવના ઉપસર્ગ આગળ તેમનું શું ગજું. હું જાઉં અને જોઉં કે કેવા તે ઘેર્યમાં ટકે છે.” તુર્ત તે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy