SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવાન મહાવીર ] ૧૫૫ - - - - - નામકરણ જે લેણું હતું તે તેણે જન્મની ખુશાલોમાં માફ કર્યું જે કઈ કેદ કે અટકમાં હતા તે સર્વને છેડી મૂક્યા આમ સૌ કઈ નગરમાં આનદ આનદ અનુભવવા લાગ્યા. પાર્શ્વનાથ ભગવાનના શ્રાવક હોવાથી સિદ્ધાર્થ રાજાએ તેમજ પૂર્વે દેએ કરેલ વૃષ્ટિથી આવેલ ધનને તેમણે જિનમદિરમાં ઉત્સવ પ્રવર્તાવી ખમ્યું. પુત્રના જન્મ પછી બારમે દિવસે સારા મુહુતે રાજાએ પુત્રના નામકરણ દિવસ રાખે આ પ્રસંગે સગા સ્નેહી કુટીએ સૌ એકઠા થયા તેમનો ભજનવસ્ત્ર વિગેરેથી સત્કાર કર્યો અને તેમની સમક્ષ કહ્યું કે “જ્યારથી આ બાળક ગર્ભમાં આવ્યું ત્યારથી મારે ત્યા ધન-ધાન્ય, સેનું રૂપાની વૃદ્ધિ થઈ છે આથી મેં તેનું નામ વિદ્ધમાન રહે તે સંકલ્પ કર્યો હતો તે આથી આ પુત્રનું નામ હું “વમાન' એવું રાખું છુ ” પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતા ભગવાન અનુક્રમે વૃદ્ધિ પામ્યા બાળક હેવા છતા તેમનામાં વૃદ્ધોચિત ધીરગંભીરતા અને બુદ્ધિનું પ્રાગભ્ય હતું. જન્મથી ત્રણુજ્ઞાન સહિત હોવાથી અનેક અટપટા પ્રસંગે તેમની બાલ્યક્રીડા પણ સૌને માર્ગદર્શન કરાવતી. અને લેકને ચમત્કાર ચક્તિ બનાવતી આમલકી ક્રીડા તથા નિશાળ ગમન ભગવાન જ્યારે આઠવર્ષની ઉમરના થયા ત્યારે એક વખત સમાનવયના બાળકો સાથે ઉદ્યાનમાં આમલકી કીડાની રમત રમતા હતા. તે વખતે ઈન્દ્ર સભામાં ભગવાનના બળની પ્રશંસા કરી આથી એક દેવને ઈન્દ્રની વાતમાં શકા ઉપજી અને ભગવાનના બળની પરીક્ષા કરવા વિકરાળ સર્પનું રૂપ કરી ભગવાનના ચડવાના ઝાડ ઉપર લપેટાયે. તેવામાં સૌ બાળકો સાપ દેખી નાઠા અને ઇજ્યા પણ ભગવાને તો તે સપને દોરડાની પેઠે તે થડ ઉપરથી ઉઠાવી દૂર નાંખે. ઘેડી રમત આગળ ચલી ત્યાં દેવે એક છોકરાનું રૂપ કરી ભગવાનને તેડયા રમતમાં એવી શરત હતી કે જે હારે તેણે જીતનારને તેડવા ભગવાન જેવા છોકરા ઉપર ચડયા તેવામા તે માયાવી છોકરો વધતો વધતે આકાશે અને આ વિકરાળ રૂપ દેખી સાથે રમનારા બાળક નાસી ગયા પણ ભગવાને અવધિજ્ઞાનથી દેવને જાણી માથા ઉપર એક સુક્કો માર્યો દેવ ચીસો પાડતે બેસી ગયા અને ભગવાનની ક્ષમા માગી ઈન્દ્રની વાતમાં શ્રદ્ધા રાખતે મહાવીર ! મહાવીર ! બેલતે પિતાના સ્થાને ગયેઆ પછી ભગવાનનું મહાવીર નામ પ્રસિદ્ધ થયું ધીર ગભીર ભગવાન આઠ વર્ષના થયા ત્યારે સામાન્ય બાળકની પેઠે ભગવાનને તેમના પિતાએ નિશાળે મુકવાને મહોત્સવ કર્યો. આ વખતે ઈન્દ્રનું આસન કયું અવધિ. + ગુજરાતમાં આ રમતને એ પળાપે પળી કહે છે. આમા એક બાળક ઝાડ ઉપર ચડેલા બીજા બાળકેને પકડવા જાય ત્યારે તેમાથી કોઈ આવી રમતના કુંડાળામાં રહેતા દડીકાને દૂર ફેકે તે દાવ આપનાર બાળકે દડિકાને કુડળ મા ફરી મકવા જવું પડે દડી ફેક્યા પહેલા જે તે કઈ બાળકને પકડી પાડે તે તેને દાન ઉતર્યો ગણાય.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy