SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર] ૧૪૫ વદન કરી શકે?” ફરી પુષ્પકલિકે મુનિને પૂછ્યું કે “આ માણસ મરીને કઈ ગતિ પામશે?” મુનિએ જવાબ આપ્યો “આ દત્ત બ્રાહ્મણ મરી મરઘો થશે.” આ શબ્દ સાંભળતાં હું રડી પડયો, અને કહેવા લાગે કે “ભગવત ! આ ભવમાં તે હું કોઢથી પીડાછુ અને વળી આવતા ભવમાં હુ તિર્થં ચ મરઘ થઈશ? ભગવાન ! મારે તરવાનો કોઈ ઉપાય નહિ હોય?” મુનિએ જવાબ આપે કે “ભાવિભાવને કઈ મીટાવી શકે તેમ નથી. પણ તારે બહુ શોક કરવાનું કારણ નથી કારણકે મરઘાના ભવમા તને મુનિને દેખી જાતિસ્મરણ જ્ઞાન થશે અને ત્યાં તે અણમણ કરી મૃત્યુ પામી રાજપુર નગરને રાજા થઈશ.” સુનિના આ જવાબથી મને કઈક શાંતિ વળી અને ધર્મમાર્ગમા વધુ સ્થિર થયે મને જાતિસ્મરણથી ખા સર્વભવ યાદ આવ્યા છે તે આ પ્રભુના દર્શનને પ્રતાપ છે ” પ્રભુએ કાઉસગ્ગ ધ્યાન પાળી વિહાર કર્યો પણ રાજાએ આ સ્થાનની સ્મૃતિ માટે ત્યાં એક ચૈત્ય બનાવ્યું અને તેમા પાશ્વપ્રભુની પ્રતિમાને પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપન કરી જતે દિવસે આ સ્થાન પ્રકટેશ્વર નામના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું અને ત્યા વસાવેલું નગર કુકટેશ્વર નગર કહેવાય મેઘમાળીને ઉપસર્ગ. એક વખત વિહાર કરતા ભગવાન કેઈ એક તાપસ આશ્રમ નજીક આવી પહોચ્યા સ ધ્યા સમય વીત્યે હતે. પક્ષિઓ પોતપોતાના માળામાં પાછાં ફરતાં હતાં સૂર્ય પશ્ચિમસમુદ્રમાં ડુબી આકાશને લાલ બનાવી રહ્યો હતે ભગવાન એક કુવાની પાસે રહેલા વડવૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યાઆ અરસામાં મેઘમાલી દેવને અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ યાદ આવ્યો અને તેને ભગવાનની સાથેની વેરપર પરા તાજી થઈ. ક્રોધથી ધમધમતે પાપાત્મા મેવમાલી ભગવાન પાસે આવ્યા. ભગવાન તો મેરૂ સમ નિષ્પકપ ધ્યાનમાં હતા મેઘમાલીએ પ્રથમ હાથી વિમુર્થી અને તેમણે સુઢાથી ભગવાનને પછાડવા માંડયા પણ છેવટે થાકી તેણે સિંહ વિદુર્થી સિહ જંગલને ધ્રુજાવે તેવી ત્રાડે નાંખવા લાગ્યા પણ તે ત્રાડ ભગવાનના ધ્યાનમાં તરંગની જેમ લીન બની. આ પછી મેઘમાલીએ સાપ.વિછી. તાલ વિગેરેના અનેક પ્રતિકુલ ઉપસર્ગ અને દેવગનાઓના હાવભાવ રૂપ ઘણુ અનુકુલ ઉપસર્ગો કર્યા પણ ભગવાન તો પોતાના ધ્યાનથી જરાપણ ચલિત ન થયા. મેઘમાલી કોધથી ખૂબ ધમધમ્યું. તેણે આકાશમાથી અનર્ગત વૃષ્ટિ આરંભી જોતજોતામાં ચારે બાજી પાણી ફેલાય વિજળીના ઝબકારા અને કાને છેડી નાખે તેવા મેઘના ગડગડાટ થવા માંડયા પાણી વધતું વધતુ કટી અને છાતી એળગી ભગવાનની નાસિકા સુધી આવી પહષ્ણુ, ધરણેન્દ્રનું આસન કયુ. ભગવાનને ઉપસર્ગ દેખતા દેવગનાઓ સાથે ધરણેન્દ્ર ત્યાં આવ્યો તેણે ભગવાનને નમસ્કાર કર્યો અને ભગવાનને પગ નીચે કમળ. મસ્તક ઉપર સાતફણાવાળા સપનું છત્ર તેમજ સામે ચામર અને કુલની માલાપૂર્વક દેવાંગનાઓનું નૃત્ય આર ભી ભગવાનની સેવામા તત્પર બન્યું. મેઘમાલી જેસથી, પા વરસાવતો ગયે પણ ભગવાન પાણીના તળ ઉપર બીરાજેલ કમળ ઉપર જમીનની પેઠે ધરણેન્દ્રની ઋદ્ધિ પૂર્વક કાઉસ્સગ્રુધ્યાનમાં નિશ્ચળ રહ્યા પાણી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy