SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર | ૧૧૯ m બેલ તે પાણી પિટ ભરી પીધું. અને તેમને ઘેન ચઢયુ દારૂમાં ચકચૂર બનેલા છેડે દુર ગયા ત્યાં તેઓએ હૈપાયનને તપ તપતાં દેખ્યા. અને તેઓ બોલ્યા કે “આજ ઋષિ દ્વારિકાને નાશ કરવાનો છે. મારોમારા કરતા કેઈએ તેમના ઉપર પથર તે કેઈએ પાટ વિગેરે મારી મરણતોલ બનાવ્યા. મુનિને કોઇ ઉપજો અને તે બોલી ઉઠયા કે “મારા સપના પ્રભાવથી હું યાદ સહિત દ્વારિકાને નાશ કરનાર થાઉં.” કૃષ્ણ બળદેવ આ સમાચાર સાભળી દેડી આવ્યા. અને સનિને ખમાવતા કહેવા લાગ્યા કે “મહામુનિ! આપ દયાના સાગર છો! તપસ્વી છે. આ ઉદ્ધત અને મદથી ભૂલેલાએ સામું ન જુઓ અને ક્રોધને સહરા. પણ કોધમાં ધમધમેલ કૈપાયન આગળ સર્વ નિષ્ફળ ગયુ. કૈપાયન ક્રોધમાં ધમધમતે મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયો અને દ્વારિકાના નાશના અવસરની રાહ જોતો રહ્યો _કૃષ્ણ દારિકામાં પાછા ફર્યા અને ઉદ્યોષણા કરી કે “ધર્મમાં દીલ જોડે દ્વારિકા ઉપર મરણતેલ ભય કયારે આવી પડશે તે નક્કી નથી. આથી પ્રદ્યુમ્ન, શાબ, નિષધ, ઉમુક, સારણ સત્યભામા, રુકિમણી અને જાબવતી વિગેરેએ દીક્ષા લીધી. કૃષ્ણ કહ્યું. “સમુદ્રવિજયાદિને ધન્ય છે કે તેમણે દીક્ષા લઈ સ્વય સાધ્યું. હું અભાગી દીક્ષા ન લઈ શકો.” ભગવાને કહ્યું “ કૃષ્ણ! વાસુદેવ નિયત નરકે જનાર છે. તે ત્રીજી નરકે જઈશ. છતાં તું ભાગ્યશાળી છે કારણકે આવતી ચોવીશીમાં બારમા અમમ નામે તીર્થંકર થઈશ” કૃષ્ણને આથી કાંઈક શાંતિ વળી. દ્વારિકાને અગ્નિથી નાશ. દ્વારિકામાં હરહંમેશ તપ, ત્યાગ અને ધમનું વાતાવરણ જામ્યુ. સૌ કઈ કયારે ત્યુ આવશે તેથી ભય પામવા લાગ્યા પણ દિવસ જતાં તે વિસરાયું. અને ફરી દ્વારિકા તપ ત્યાગ વિહેણ બની. આ અવસરે અગ્નિકુમાર બનેલ ત્રષિએ ચારે બાજુથી દ્વારિકાને સળગાવી. માટી મહેલાતો કકડભૂસ કરતી પડવા લાગી. દેવકી, વસુદેવ અને રોહિણી રથમાં બેસી દ્વારિકાને દરવાજે આવ્યા નગરનાં દ્વાર ભીડાયાં. કૃષ્ણ પાટુ મારી દરવાજે તેડયો. ત્યાં રથ જમીનમાં ઉતર્યો. ચારે બાજુ ચીસે, બચાવ! બચાવે ! ની બૂમ સિવાય કાંઈ નહતું. અગ્નિ જોતજોતામાં રથ સુધી ફરી વળે. વસુદેવે કૃષ્ણ અને રામને કહ્યું “તમે અમને છોડી ચાલ્યા જાઓ. ભવિતવ્યતા કરવાની નથી. તેમણે ભગવતનું શરણ લીધું અને તેમની સામે અગ્નિ શરણુ બન્યા. હજારે યુદ્ધો ખેલનાર, લખના તારણહાર, કોડે કુટુમ્બીઓથી સમૃદ્ધ, યાદવકલદીપક કૃષ્ણ અને બલદેવ, સગા સેવક અને લક્ષમી વિહોણા અશરણ સરખા દ્વારિકા સામે ઉભા રહ્યા. છ માસ સુધી દ્વારિકા સળગી અને સમુદ્રના મોજાએ તેને તાણ દરિયા ભેગી કરી. કૃણ મૃત્યુ કૃષ્ણ અને બલરામ પાંડવોની નગરી તરફ ચાલ્યા. જતાં જતાં તે બે કેશાભવનમાં આવ્યા. કૃષ્ણ બલદેવને કહ્યું ભાઈ! મને તુષા લાગી છે, પાણી વિના મારૂ ગળું મૂકાય છે બલદેવ પાણી લેવા ચાલ્યા. કૃણ પગ ઉપર પગ ચઢાવી (તા. દુખના વિચારે અને જંગલના ઠંડા પવને તેમના નયન મિંચાયાં.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy