SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] mmmmmmmm વસંત વાતમાં કૃષ્ણ જળક્રીડા કરવા માટે ઉદ્યાનમાં રાણુઓ સહિત પધાર્યા. અતિ આગ્રહથી કૃષ્ણ નેમિકુમારને પણ સાથે લીધા. ઉદ્યાનમાં ચારે બાજુ શુગારનું વાતાવરણ ફેલાયુ હતું. સંયમીના મન ડગે તેવા વિલાસે નજરે પડતા હતા. તેવામાં કૃષ્ણ સ્ત્રીઓને કહ્યું “મારે જરાપણ સંકોચ રાખ્યા સિવાય તમે નેમિને વિવાહ સન્મુખ કરે. કેઈ ચતુર છીએ નેમિને અથડાઈ હાર પહેરાવ્યા તે કેઈએ તેમના ગાલને સ્પર્શી કાને કુંડલ ધર્યો. આમ ગમે તેવા સ્પશે નેમિનું ચિત્ત ન ઓળાયું. ત્યારબાદ ગ્રીષ્માતના તાપથી કંટાળી સ્ત્રીઓ સહિત નેમિકુમારને સાથે લઈ કૃણ જળક્રીડા કરવા પ્રવર્તી અહિં એકે નેમિના સામે પુષ્પ ગુચ્છા ફેંકયા તે બીજીએ પાણીની પીચકારીથી મોટું ભર્યું. નેમિ સામે પ્રતિકાર કરવા જાય તેવામાં ત્રીજીએ પાછળથી કેમળ હસ્તને સુ માર્યો અને એથી ડુબકી મારી પગે વળગી. આમ ચારે બાજુથી કામદેવના શરૂપણ સ્ત્રીઓએ નેમિકુમાર ઉપર ઘેરો ઘાલ્યો. પણતે સર્વને ખંખેરી નેમિકુમાર બહાર આવ્યા. આ પછી કશુ લલનાઓ તેમને ચારે બાજુથી ઘેરી વળી. તેમાં રૂકિમણી બેલી દીયર પુરૂષ જેવા પુરુષ થઈ વાંઢા તે સારા લાગે છે?” બીજી બાલી “ ગ્ય કન્યાની શોધ કરી રહ્યા છે. ત્રીજીએ કહ્યું “શોધ શું કરે? એ તે વિચારે છે કે લાવીને ખવરાવીશું શું ? ચોથીએ કહ્યું એ વિચાર એમણે શા માટે કરવું જોઈએ? એમના ભાઈ બત્રીસ હજારને સાચવે છે તે એક ભેજાઈને વધુ સાચવશે. પાંચમી બોલી “ એમને તે મોક્ષ સ્ત્રી પરણવી છે. છઠ્ઠીએ કહ્યું. “મેક્ષે જનારા ઋષભદેવ વિગેરે કયાં હેતા પરણ્યા ? સાતમીએ કહ્યું. ૪ આ તે કેઈ નવિન મેક્ષમાં જવાના છે. તેમને ખબર નથી કે આ વિનાનાને કઈ ધડા પણ કરતું નથી.” આઠમીએ કહ્યું “વોઢાની તો વાત જવા દે. પશુઓ પણ બાળબચ્ચાં અને સ્ત્રીથી શોભે છે. નવમીએ કહ્યું. “મા બાપ, ચાદ અને બાંધો વિગેરે આટલો બધો આગ્રહ કરે છે છતાં પરણતા નથી માટે તેમાં કોણ જાણે શું એ કારણ હશે? નેમિકમાર જગતની મેહ ઘેલછા જોઈ હસ્યા અને મૌન રહ્યા. આથી સૌએ માન્ય કે હાં! હાં નેમિએ વિવાહની વાત કબુલી. તરત દોડતી દોડતી કઈ શિવદેવી પાસે તે કઈ કૃષ્ણ પાસે પહોંચી અને કહેવા લાગી કે નેમિકુમારે વિવાહ કરવાનું કબુલ્યું છે. - કૃષ્ણ ઉગ્રસેનની પુત્રી રામતીનું માણું કર્યું. અને સમુદ્રવિજયની સમક્ષ પ્રસિદ્ધ ફૌટુકિને બોલાવ્યો. અને કહ્યું કે “વિવાહનું મુહૂર્ત નજીકમાં નજીક હોય તે કરો.” કૌટુકિએ કહ્યું “ હાલ ચોમાસું છે. અને ચોમાસામાં લગ્ન ન હોય. * સમુદ્રવિજયે કહા ‘મહા સુશ્કેલીએ કૃષ્ણ નેમિકુમારને મનાવ્યો છે. માટે બીજી ચાપચીપ જવા દઈ નજીકમાં સારે દિવસ હોય તે કહો.” જોશીએ શ્રાવણ શુદ ૬નું મુહૂર્ત કાઢી આપ્યું. મથુરામાં વિવાહની તૈયારીઓ થઈ. જે લગ્નમાં કૃષ્ણ જેવા વાસુદેવ અને શકિત સમુદ્રવિજયાદિ દશાહે આવવાના હોય ત્યાં કમીના શી હોય? ઉગ્રમેન અને મથુરાના કામાં આનંદ આનંદ વ્યાપી રહ્યા. તેવામાં વાછાના અવાજ કાને પડયા. રામતી પણ પણ સખીઓ સાથે પિતાની અટાળીમાં વરને જોવા આવી. જેમાં બેલી ઉઠી “અહા!
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy