SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] વદ ભા મધ્યરાત્રિએ જન્મ આપ્યો. પુત્રના પ્રભાવથી કંસે રાખેલા પહેરેગીરે ઘસઘસાટ ઉંઘી ગયા. વસુદેવ દેવકીના શયનગૃહમાં દાખલ થયો. અને આસ્તે પગલે ચાલી પાંજરામાં રહેલ ઉગ્રસેનને દેવકીએ કંસનો નાશ કરનાર બાળકને જન્મ આપ્યો છે તે જણાવવા પૂર્વક ગોકુલમાં નંદની પત્ની યશોદાને તે સાંપ્યો. અને તુરત જન્મ આપેલ થશેદાની બાળકીને લાવી દેવકીને પી. વસુદેવ બાળકીને સોંપી નીકળ્યો કે તુ કંસના પહેરેગીર જાગ્યા. અને જન્મેલ બાળકી કંસને પી. કંસે વિચાર્યું કે “મને મારનાર સાતમે ગર્ભ થવાનો હતો તે આ બાળકી છે. આને હણવાથી શું ફાયદો?” એમ વિચારી તેનું નાક કાપી તે બાળા દેવકીને પાછી સોંપી. નંદના ઘેર દેવકીનો પુત્ર વણે કૃષ્ણ હોવાથી કૃષ્ણ નામે પ્રસિદ્ધ થયો. દેવતાઓથી રક્ષણ કરાતે કૃણું દિવસે દિવસે વધવા લાગ્યો. પુત્રને મળવાની દેવકીને ખૂબ ઈચ્છા થઈ પણ વસુદેવે કહ્યું “કંસના ખ્યાલમાં આવશે કે દેવકીનો સાતમો બાળક જીવે છે તો તે બાળક અને આપણું ઉપર મહાકષ્ટ ઉતારશે. દેવકી એ આથી ગૌપૂજનનું બહાનું ધરી ગોકુલમાં જવાનું રાખ્યું. અને પુત્રનું સુખ જોઈ આનંદ પામવા લાગી. એક અરસામાં શનિ અને પૂતના નામની બે સૂર્પક વિદ્યાધરની પુત્રીઓ સ્તન ઉપર ઝેર ચોપડી કૃષ્ણને મારવા આવી. પણ સહાયક દેવે સાવધાન થઈ તેને પરાભવ કર્યો. આ પછી મોટે થતાં સૂર્પકના પુત્રે પણ પિતાનું વૈર લેવા કૃષ્ણને અર્જુન વૃક્ષથી પીસી નાખવા પ્રયત્ન કર્યો. પણ નાના કૃણે તે વૃક્ષ ઉખેડી નાખ્યા કૃષ્ણના ઉદર ઉપર દેરડી બાંધવાથી ગોવાળે તેને દામોદર કહી સંબોધવા લાગ્યા. આમ ગોકુલમાં સર્વ ગોવાળ અને ગોવાલણને કશુ આનંદનું સ્થાન બન્યો. સૌ કોઈ પોતાનું કામ છોડી તેને રમાડવામાં આનંદ માનવા લાગ્યા. વસુદેવ વિચારવા લાગ્યો કે કૃષ્ણને ગમે તેટલો સંતાડીએ છીએ તે પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધિ પામતો જાય છે. માટે તેના રક્ષણ માટે કઈક બુદ્ધિશાળી અને બળધાન પુરૂષને તેની પાસે મૂકવો જોઈએ. આથી તેણે રેહિણના પુત્ર રામને બોલાવ્યો અને બધી વાતથી વાકેફ કરી નંદને ત્યા મૂકયા. અહિં રામકૃષ્ણને જીવની પેઠે સાચવતા, તેમજ ધનવેદ વિગેરે કળાઓ પણ શીખવતી. કૃષ્ણ જેમ જેમ વધવા લાગ્યો. તેમ તેમ તેનાં તોફાનો ગોકુલમાં રાજને રાજ વધી પડયાં. તે કોઈની ગાગરે ઉઠાવી લાવે તો કેઈન વાસણોમાંથી દહિં ઉપાડી લેતો ગાવાલણે રામને યશોદાને કૃષ્ણનો ઠપકો આપવા આવતી. પણ તેમને કૃષ્ણનું તોફાન ગમતું હતું. આમ કૃષ્ણ ગોકુળમાં અગિયાર વર્ષના થયા. શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ. પર નગારમાં સમદ્રવિજ્ય રાજાની શિવાદેવી રાણીની કુક્ષિમાં શંખનો જીવ અપરાજિત વિમાનથી ચ્યવી કાતક વદ ૧રના દિવસે ચિત્રા નક્ષત્રમાં, ઉત્પન્ન થયે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy