SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ હું તને યાદ અપાવવા આ છું. આ અરસામાં જિનસેન આચાર્ય પધાર્યા. તેમણે નળના કહેવાથી તેને પૂર્વભવ કહો. નળે પુષ્કલને રાજ્ય સોંપી, દમયંતી સાથે દીક્ષા ” અગીકાર કરી. દીક્ષા બાદ એક વખત નળરાજર્ષિને દમયંતી સાથે ભેગની ઇચ્છા થઈ. આથી આચાર્યું તેમને ગચ્છથી હરકર્યો. નિષધદેવે ફરી તેને પ્રતિબંધ આવે એટલે નળ રાજર્ષિ એ અણુશણ કર્યું દમયંતીએ પણ નેહથી તેની પાછળ અણુશણ કર્યું. નળરાજર્ષિમૃત્યુ પામી ધનદ થયો તે હું છું. અને દમયંતી તેની દેવી થઈ. આયુષ્ય પૂર્ણ થતાં દમયંતીને જીવ થવી આ કનકવતી થયો. મારા અને તેના છ ભવના રાગને લઈ હું તેની ઉપર પ્રેમ રાખું છું. હે યદુકુળવંશ વિભૂષણ વાસુદેવ! આ કનકવતી કર્મ ખપાવી આજ, ભવે મેક્ષે જશે તેમ મને વિમળનાથ સ્વામિએ કહ્યું હતું. આ પછી વસુદેવ કનકવતી અને અનેક વિદ્યાધરીઓ સાથે આનંદપૂર્વક પિતાને સમય પસાર કરવા લાગ્યો. એક વખત સુતેલા વસુદેવનું સૂર્પક વિદ્યારે હરણ કર્યું. જાગતાં વેંત વસુદેવે સૂર્પકને મુઠી મારી તેથી તેણે તેને ફેંકી દીધે. વસુદેવ ગોદાવરીમાં પડે. ગંદાવરી તરી વસુદેવ કલાપુર ગયે. અને ત્યાં વિશ્રી નામની રાજપુત્રીને પરણ્યો. અહિ પણે નીલકંઠ નામના વિદ્યારે તેનું હરણ કર્યું. તેને પણ સૂર્પકની પેઠે મારતાં તેણે તેને ચંપાપુરીના સાવરમાં નાખ્યો. ત્યાં ચંપાપુરીના પ્રધાનની પુત્રીને પરણ્યા. ફરી પ્રમદને લાભ લઈ સૂર્પકે વસુદેવનું હરણ કરી તેને ગંગામાં ફેંકયો. ગગા તરી વસુદેવ એક પલીમાં ગયો અને ત્યાં તેની છોકરી જરાકુમારીને પરણ્યો. આ જરાથી 'વસુદેવને જરાકમાર નામે પુત્ર થયો. આ પછી અવંતીસુંદરી, નરપ્લેષિ, જીવયશા, મુંસેના વિગેરે હજારે રાજપુત્રીઓને પરણ્ય. ! એક વખત અરિણપુરમાં રૂધિર રાજાએ પોતાની કન્યા રાહિ માટે સ્વયંવર - મંડપ આરંભ્યો. આ મંડપમાં જરાસંઘ વિગેરે અનેક રાજાએ પધાર્યા. વસુદેવ પણ રૂપપરાવર્તન કરી મંડ૫માં દાખલ થયો. રોહિણ-પ્રતિહારી સાથે વરમાળા લઈ 'સ્વયંવર મંડપમાં દાખલ થઈ. તેણે બધા રાજાઓને બારીકાઈથી નીરખ્યા પણ વરમાળા એક વાજિંત્ર વગાડનારા કુબડા વસુદેવ ઉપર નાંખી. રાજાઓ ઝાંખા પડયા અને મારે! મારે! કહી બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “આવા કુબડા અને ઢેલીને તારે કન્યા આપવી હતી તે અમને શા માટે લાવ્યા.” એમ આક્રોશપૂર્વક રૂધિર રાજાને કહેવા, લાગ્યા. વસુદેવ બોલ્યો “હું કુબડે અને હેલી ભલે રહ્યો પણ આ સ્ત્રીનું હરણ કર્યું તે તમારી ખેર નથી, જરાસંધને ફોધ ચઢયોં અને તેણે કહ્યું, “જુઓ તે ખરા! આ ઢેલીને, કેટલું અભિમાન છે. તેણે સમુદ્રવિજ્યને તેની સાથે લડવા કહ્યું. સમુદ્રવિજય વસુદેવ સાથે લડવા તૈયાર થયા. વસુદેવે પિતાના નામથી અંકિત એક બાણ ફેંકયું. તેમાં લખ્યું હતું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy