SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ બાકળી બની ચારે તરફ નળને શેધવા લાગી. પશુ, પંખી, વૃક્ષ, કુંજ, પવન, આકાશ સર્વને તેણે નળ! નળ!કહી સમાચાર પૂછયા. પણ નળનો પત્તો ન લાગ્યો. પગપાળે ચાલતી, લેહીથી જમીનને કફમવણી કરતી દમયંતીએ ભાગમાં એક સાથે જોયો. તેમાં તે દાખલ થઈ. અને સાથે પતિને સર્વ વૃત્તાન્ત કહી આગળ વધી. છેડે વખત સાથેની સાથે રહ્યા પછી તે જુદી પડી એક ગુફામાં રહીં જિનબિંબની પૂજા પૂર્વક પિતાને સમય .” વીતાવવા માંડી આ બાજુ સાર્થેશે દમયંતીને સાર્થમાં ન દેખી તેથી તેના પગલાંને અનુસરી તેને પત્તો મેળવતે તે ગુફા આગળ આવ્યો. ત્યાં દમયંતીને સુખરૂપ દેખીતે આનંદ પામ્યો. સાથેશે અહિં આગળ તાપસપુર વસાવ્યું. એક વખતે મધ્યરાત્રે દમયંતીએ પર્વત ઉપર પ્રકાશ જોયો. અને ત્યાં જતા દે અને અસુરેને પણ જોયા. દમયંતી તત સાર્થવાહ તથા પડખે રહેલ તાપસે સાથે ત્યાં ગઈ. અને ત્યાં રહેલ મુનિને વાંદ્યા. દેશનાને અંતે તાપસના કુલપતિએ કહ્યું “આપે યૌવનવયમાં કેમ દીક્ષા લીધી ?” ત્યારે તેમણે કહ્યું હું કુબેરને પુત્ર છું. બધુમતીને પરણી પાછા ફરતાં એક મુનિ મળ્યા. તેમણે મને પાંચ દિવસ મારું આયુષ્ય બાકી છે - તેમ કહ્યું તેથી મેં દીક્ષા અંગીકાર કરી અને ઉત્કટ તપથી મને આજે કેવળજ્ઞાન થયું ? છે.” દમયંતીએ કેવળી ભગવાનને નળની સાથેના વિયોગનું કારણ તથા નળ કયારે મળશે તે પુછયુ મુનિએ કહ્યું “બાર વર્ષે તારા પિતાને ત્યાં મળશે. અને નળ સાથેને તમારે ? વિયોગ પ્રથમ ભવમાં તમે સુનિને બારઘડી રહ્યા હતા તે કર્મના ફળે તમને બાર વર્ષને વિયોગ થયો છે. કુળપતિએ તથા બીજા કેટલાક તાપસીએ દીક્ષા અંગીકાર કરી દમયંતીએ દીક્ષાની માગણી કરી પણ ગુરૂએ તારે ભેગાવળી કમ બાકી છે તેમ જણાવી ના પાડી. આ પછી દમયંતીએ તે ગુફામાં સાત વર્ષ ધર્મધ્યાન પૂર્વક ગાળ્યાં. ' - એક વખતે કઈ મુસાફરે દમયંતીને આવી કહ્યું કે “તારા પતિને મેં અહિં આગળ જોયો, દમયંતી ઘેડે દુર સુધી મુસાફર પાછળ ચાલી પણ મુસાફર અદશ્ય થયો. દમ- ક ચંતી ગુફા અને મુસાફર બજેથી ભ્રષ્ટ થએલી ચિંતા કરે છે તેવામાં તેને એક સાથે મળ્યો. આ સાથે સાથે તે અચલપુર પહોંચી. અચલપુરના રાજાની રાણી ચંદ્રયશા પિતાની - માસી થાય તેવી દમયંતીને ખબર ન હતી. પરંતુ ચંદ્રયશાની : દાસી ચદ્રાવતીની બહેનપણી તરીકે તેને લઈ આવી.ચંદ્વયશાએ તેને બહુ આદરથી રાખી અને પિતાની પુત્રી ચંદ્રાવતીને કહ્યું કે “આ દમયંતી જેવી છે. માટે તું તેને બહેન માની તેની સાથે રહેજે ! દમયંતીની ઈચ્છાથી ચંદ્રયશાએ તેને દાનશાળામાં દાન આપવા રેકી. તે હંમેશાં ચાચાને દાન આપે છે. અને પિતાને કાળ પસાર કરે છે. તેવામાં એક ચારને રાજસેવકે ફાંસીએ ચઢાવવા લઈ જતા હતા. તેને દમયંતીએ છોડાવ્યો અને તેને તે અરસામાં આવેલ મુનિઓ પાસે દીક્ષા અપાવી. ' ' . • - - ૧ , • એક વખત ભીમરથરાજા હરિમિત્ર નામને બક-નળ દમયંતીની શોધ કરતા કરતે અચલપુર આવ્યો. તેણે દાનશાળામાં રહેલ દમયંતીને ઓળખી: અને તેણે ચંદ્ર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy