SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, શિકારમાં નીકળે. તેવામાં સાર્થની સાથે આવતા એક મલિન વસ્ત્રવાળા મુનિરાજ સામા મળ્યા. રાજા રાણએ તેને અપશુકન માન્યા. અને મુનિરાજને સાર્થથી જુદા પાડી બાર ઘડી સુધી રોકી રાખ્યા. બારઘડી બાદ રાજાએ સુનિને પૂછયું તમે કયાંથી આવે છે? અને ક્યાં જાઓ છે ?” મુનિએ કહ્યું હું હિતકપુરથી સાર્થની સાથે આવું છું. અને અષ્ટાપદ પર્વત ઉપર જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વંદન કરવા જાઉં છું પણ અહિં હું રિકા તેથી તેમાં મને અંતરાય છે. લઘુકમી દંપતીએ મુનિની ક્ષમા માગી અને ત્યારબાદ તેમની પાસે ધર્મ સાંભળી બારવ્રત અંગીકાર કર્યો. આ પછી એક વખત શાસનદેવી વીરમતીને અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગઈ. ત્યાં તેણે ચોવીસે જીનને ભાવભક્તિથી વાંદ્યા અને ત્યારબાદ પોતાના નગરમાં આવી ચોવીસે જીનને ઉદેશી ૨૦–૨૦ આયંબિલ કર્યો તથા તપ ઉદ્યાપનમાં ચાવીસે જિનબિંબના રત્નયુક્ત સુવર્ણતિલક કરાવી સ્નાત્રપૂર્વક અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસે જિનના ભાલ ઉપર સ્થાપન કર્યા. આમ તપથી લાવિત દંપતી મૃત્યુ પામી બીજે ભવે દેવલોકમાં દેવદેવીપણે ઉત્પન્ન થયાં. . ! દેવકથી રચવી મમ્મણને જીવ બહલીદેશના પિતનપુરમાં ધન્ય નામે ભરવાડ" અને વીરમતીને જીવ પુસરી નામે તેની ભાર્થી થઈ. ભેંસ ચરતા ધન્ય અરયમાં એક ધ્યાનસ્થ મુનિને દેખ્યા. વરસાદ પવન સાથે સુસવાટા મારતું હતું. યુનિ નિષ્કપ ઉભા હતા. ધન્ય પિતાનું છત્ર સુનિ ઉપર ધર્યું વરસાદ શાંત થશે એટલે યુનિએ ધ્યાન પાછું અને ઉપદેશ આપ્યો.. અને ધન્ય ધુસરી સાથે દીક્ષા અંગીકાર કરી. અને સાત વરસ શુદ્ધ ચારિત્ર પાળી મૃત્યુ પામી હૈમવત ક્ષેત્રમાં બન્ને યુગલિયાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મરી અને ક્ષીર અને ડોડોરા નામે દેવદેવીપણે ઉત્પન્ન થયા. . . કેશલદેશમાં કેશલા નામની નગરીમાં નિષધ રાજાની સુંદર નામે રાણની કુક્ષિમાં દેવપણાથી રચવી ધન્યને જીવ નલ નામે પુત્ર થશે. તેને લઘુ બંધુ કુબેર નામે થયે. વિદર્ભ દેશમાં ડિનપુરમાં ભીંસરથ રાજાની પંપદતી રાણીની કક્ષિને વિષે ધૂસરીને જીવ દેવકથી ઍવી પુત્રીપણે ઉત્પન્ન થયા. પૂર્ણમાસે પુષ્પદંતીએ કપાળમાં પ્રકાશિત તિલકયુક્ત પુત્રીને જન્મ આપે. સારાં મુહૂર્ત રાજાએ તેની માતા જ્યારે પુત્રી ગર્ભમાં હતી ત્યારે દવથી ભય પામેલ હરિર્તને જે હતું તેથી તેનું નામ દવદતા યા દમયંતી પાડયું. દમયંતી સમજણું થઈ ત્યારેથી શાંતિનાથ ભગવાનની પૂજા અને. હરહમેશ ધાર્મિક કાર્યો કરતી હતી. દમયંતી અઢાર વર્ષની થઈ ત્યારે ભીમરથરાજાએ સ્વયંવર મંડપ માંડે. અને દેશે દેશના રાજાઓને આમંત્રણ આપ્યું. સર્વે રાજાઓ મંડપમાં એકઠા થયા. દમયંતી હાથમાં- વરમાળા લઈ વૃદ્ધ પ્રતિહારી સાથે મંડપમાં દાખલ થઈ. પ્રતિહારીએ સર્વ રાજાઓની ઓળખ આપી. નળરાજાની ઓળખ આપતાં દમયંતીએ નળરાજાના ગળામાં વરમાળા આપી. તે વખતે આકાશમાં અવાજ થયે હું દમયંતી ! ગ્યજ કર્યું છે.” રાજાએ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy