SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ બેટથી નીકળ્યો. અને ફરતાં ફરતાં અનુક્રમે એક અટધીમાં જળાવ સરેવરમાં એક હાથીને : તેણે ખેદ પમાડશે. તેથી પ્રસન્ન થએલા અશનિવેગ નામના વિદ્યારે પિતાની શ્યામાં નામની કન્યા વસુદેવને પરણાવી. એક વખત સુતેલા વસુદેવનું અંગારક નામના વિદ્યાધરે હરણ કર્યું. આથી વસુદેવ અને અંગારક વચ્ચે યુદ્ધ થયું. અંગારક પરાભવ પામવાથી તેણે તેને આકાશમાંથી નાંખી દીધા. અને તેથી તે એક સરોવરમાં પડશે. વસુદેવ તરીને કિનારે આવ્યો ત્યાં તેને એક પ્રાણુની સાથે ભેટે થયો. અને તેથી તે તેની સાથે ચંપાનગરીમાં ગયો. અહિં ચારૂદત્ત શ્રેણીને સેપેલ અમિતગતિ વિદ્યાધરની ગંધવસેના નામની કન્યાને ગાંધર્વવિદ્યામાં છતી. આથી ચારૂદ - વસુદેવ સાથે તેનાં લગ્ન કર્યો. કળાથી રંજિત થએલા સુગ્રીવે અને યશગ્રી પણ . પિતાની શ્યામા અને વિજ્યા નામની કન્યાઓ સાથે તેને પરણાવ્યું. આ પછી ચારૂતે ગંધર્વસેનાનો વૃત્તાંત કહ્યો. “આ નગરમાં ભાનુ નામે શેઠની સુભદ્રા પુત્રીની કુક્ષિથી હું ચારૂદત્ત નામે પુત્ર થયો. ચૌવનવય પામતાં ફરવા જતાં મેં એક કદલગૃહીમાં એક વિદ્યાધરને ખીલે જડેલો દીઠે. અને તેની સામે તલવાર ઉપર ત્રણ ઔષધિનાં વલયપણ દીઠાં. મેં ઔષધિના એક વલયથી તેને છૂટો કર્યો. બીજાથી ઘા રૂઝાવ્યા. અને ત્રીજાથી સચેત બનાવ્યું. આ પછી તેણે પિતાની કથની કહેતાં જણાવ્યું હે મિત્ર! મારું નામ " અંમિતગતિ વિદ્યાધર છે. હું સુકમાલિકા નામની વિદ્યાધર પુત્રી પર હતો. પણ મારે મિત્ર ધમિશિખ તેના ઉપર આસકત થયે તેણે મારા પ્રમાદને લાભ લઈ મારી આવી દશા કરી સુકમાલિકાને લઈ નાસી ગયા છે. આ પછી વધુમાં તેણે કહ્યું કે 'હું તમારો શું પ્રત્યુપર્યાર કરૂં. મેં જવાબ આપે “મારે ઉપકારની જરૂર નથી. આ પછી વિદ્યાધર તેને સ્થાને અને હું ગયો મારે ઘેર આવ્યો. આ પછી તે મારા ઉપર અનેક વીતક વીત્યાં. માતાપિતા મૃત્યુ પામ્યા સોળક્રોહ નૈયા મેં વસંતના વેશ્યાને ત્યાં રહી ગુમાવ્યા. અને એક ત્રિદંડીના પાસમાં પડી સિદ્ધરસ મેળવવાના અને સુવર્ણભૂમિમાં જવાનાં મેં ઘણું ફાંફાં માર્યો. પણ નશીબ ચાર ડગલાં આગળને આગળ, આથી કઈ ઠેકાણે ફાવટ ન મળી. એક વખત મારા મિત્ર ઇન્દ્રદત્ત બે મેંઢા માર્યા. એક મેંઢાને મારતાં મેં, નવકાર મંત્ર સંભળાવ્યો. આ બે મેંઢાનું ચામડું એાઢી અમે બે મિત્રે રહ્યા. તેવામાં ભારંઠપક્ષીઓએ મને અને મિત્રને ઉપાડયા, અને સરવર ઉપર થઈ પસાર થતાં તે ભારંપક્ષિઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં હું છટક્યોઅને સરોવરમાં પડયો. રખડતે રખડતે હું એક પર્વત ઉપર ગયો. ત્યાં પેલા અમિતાંતિ વિદ્યાધર જે મુનિ થયા હતા તેમને હનમી બેઠો. તેવામાં એક દેવ આવ્યો. તેણે સૌ પહેલાં મને સરકાર કર્યો અને પછી મુનિને નમ્યું. અમે પૂછયું કે આમ ઉલટું કેમ કર્યું ?' - - તેણે કહ્યું મારી વાત સાંભળો. , “કાશીમાં સુભદ્રા અને સુલસા નામની સંન્યાસીનીઓ હતી. તેમને વિદ્યાની ગર્વ હતું. પણ એક વખત સુલતાને ચાનવ જીતી લીધી અને તેની દાસી બનાવી પાસો, *,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy