SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - -- - 5 - 5 5 5 5 5 - - - - - ----- - ---- - - - - - - શ્રી વસુદેવ વરિત્ર પગે લાગી વિનંતિ કરવા લાગ્યું. “ભગવાન ! મારી ભુલ થઈ છે ક્ષમા આપોઆ વખતે જ પધારજે.” તાપસ મીન રા. પણ તેણે માની લીધું કે “રાજા મારી મશ્કરી કરે છે.' ને તેણે તે તપમાં “ આ તપના પ્રભાવથી હું આવતા ભવે આને મારનાર થાઉં' એવું નિયા જ. તાપસ મરી ઉગ્રમેન રાજાની રાણી ધારિણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન છે. જ્યારે તે ગર્ભમાં હતો ત્યારે રાણીને પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ, મંત્રીઓએ અંતિપૂર્વક રાજાના પેટે સસલા તાજું માંસ બાંધી તેની ઈચ્છા પૂર્ણ કરી. પણ જયારે તે દેહવાનો અમલ cતરી ગયો ત્યારે રાણી પશ્ચાતાપ કરવા લાગી મંત્રીઓએ સાચી વાત જણાવી ત્યારે તેને ધીરજ વળી. આ પછી રાણીએ પૂર્ણ માસે પુત્રને જન્મ આપ્યો. પણ પુત્ર કરકરી લેવાની માન્યતાથી પિતાના તથા રાજાના નામથી :અંકિત કરેલી વીંટી તથા પત્રિકાપૂર્વક તેને પેટીમાં નાખી નદીમાં વહેવડાવી દીધો. આ પેટી શર્યપુર નગરના શ્રેષ્ઠિ અભદ્ર પાસે આવી. તેણે પેટીમાંથી તેને કાઢી સ્ત્રીને સેં. અને તેનું નામ કાંસાની પેટીમાં આવેલ હોવાથી કંસ રાખ્યું. કંગ ઘ કજીયાખેાર હોવાથી શેઠે તેને વસુદેવકુમારને પો. સેવક છતાં જતે દિવસે તે વસુદેવને મિત્ર થઈ ગયે. અને તેમની પાસે રહી સર્વ કળામાં પારંગત થશે. આ અરસામાં શુકિતમતી નગરમાં વસુરાજાને સુવસુરાજ નામે પુત્ર થયો. તેણે શક્તિમતી છેડી નાગપુરમાં રાજય સ્થાપ્યું. ત્યાં તેને બૃહદ્રથ નામે પુત્ર થયો. તે રાજક નગરમાં ગયો આ બહદરથની સંતતિમાં જયરથ રાજા થયે. તેને જરાસંઘ નામે પ્રતિવાસુદેવ પુત્ર થયો. તેણે ત્રણે ખંડમાં પિતાની આણ પ્રવર્તાવી. એક વખતે સમુદ્રવિજય રાજાની સભામાં જરાસંધને દત આવ્યો. અને તેણે રાજાને કે. સિંહપુર નગરના સિંહરથને બાંધી મારી સભામાં હાજર કરશે તેને હું જીવયશા પડ્યો અને ઈચ્છિત નગર આપીશ” એમ જરાસંઘે તમને મારી માફત કહેવડાવ્યું છે. વરદેવ તરત ઉભા થયા અને સમુદ્રવિજય રાજાને વિનંતિ કરી. “આપ મને રજા આપો તે હું આ કામ કરી લાવ.” રાજાએ ઘેડી આનાકાની બાદ હા પાડી. વસુદેવે કંસને સાથે લઇ લશ્કર સહિત સિંહપુર તરફ પ્રયાણ કર્યું. સિંહરથ પણ લશ્કર સહિત સામે આવ્યો. આ ચઢમાં કસ વસુદેવને સારથિ હતું તે પણ કટેકટિના પ્રસંગે તેણે સારથિપણું છોડી સિંહરથને બાંધી વસદેવના રથમાં નાખ્યો. અને સિંહરથનું રાજ્ય કબજે કર્યું. આ પછી વસુદેવં કંસ સિહરથ અને લશ્કર સહિત સમુદ્રવિજય પાસે આવ્યો. સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું ક્રોપ્ટક નિમિત્તક જ્ઞાનીના વચનથી હું જાણું છું કે જરાસંઘની પુત્રી છવયશા ઉભય કુલનો ક્ષય કરનારી થશે, માટે ઈનામમાં આ કન્યા તું કસને અપાવજે કારણકે સિંહરથને જીતવામાં મુખ્યત્વે એનો ફાળે છે. પરંતુ વસુદેવે કહ્યું “તે વણિક પુત્ર છે, આથી સમુદ્ર વિજયે સુભદ્ર શેઠને બોલાવી બધાની સમક્ષ કંસનો સાચો વૃત્તાંત જણાવવા કહ્યું. - સુભદ્ર ઉગ્રસેન અને ધારિણીની વીંટી તથા પત્રિકા દ્વારા સાબિત કરી બતાવ્યું કે કસ વૃણિક પુત્ર નથી પણ ઉગ્રસેનનો પુત્ર ચાદવ છે. સમુદ્રવિજયે જરાસંધને સિંહરથ સેપ્યો. અને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy