SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ (લઘુ વિષણિ શલાકા પુરુષ - ' જન અ - * - - તે ગાદી ઉપર કઈક બીજો ચડી બેસશે. એટલે એમણે પુત્રપ્રસવની ઘોષણું કરી ત્યારથી હું રાજ કરું છું પણ મારા પિતાને હજુ હું છોડાવી શકી નથી, આપ સમર્થ છે મારા પિતાને આપ છોડાવી શકે એમ છે.” આથી રામ લક્ષમણ અને સીતા ત્યાંથી સ્વેચ્છના પ્રદેશ ભણી ગયા. સીતાનું સ્વરૂપ જોઇને સ્વેચ્છપતિએ એના અનુચને એ બનને મુસાફરોને મારીને સીતાને પકડી લાવવાનું ફરમાન કર્યું પણ રામે જ્યાં ધનુષ્યટકાર કર્યો ત્યાં તો ધનુષ્યના શબદ માત્રથી પ્લેચ્છના હાથીઓ ભાગવા લાગ્યા. એ જોઈને તરત જ મ્લેચ્છપતિ રામ અને લક્ષમણની શક્તિ પામી ગયે ને તેમને શરણે ગયે ઑ૭પતિએ કહ્યું “હું કોશીપુરીના વૈશ્વાનર નામના બ્રાહ્મણને રૂદેવ નામે પુત્ર છુ હું જન્મથી ચાર, પરસ્ત્રી લંપટ અને પાપી હતે એક વખતે મને રાજાએ પકડયા અને શૂળીએ ચઢાવવા મોકલ્યો પણ એક દયાળુ વણિકે મારે દડ ભરી મને છોડાવ્યા આ પછી મેં ચેરી નહિ કરવાનું કબુલ કરી કોશાબીરીને ત્યાગ કર્યો અને આ પહેલીમાં હું આવી રહ્યો. અહિ લેકે મને કાક કહે છે અને હું લુંટારાઓની મદદથી મોટા શહેરને લુંટું છું અને રાજાઓને પકડું છું પણ આજે તે હું તમારા સેવક છું. અને આપ આજ્ઞા કરે તે કરવા હું તૈયાર છું. રામે કહ્યું “વાલિખિલ્યને છેડી દે.' તેણે તત્કાળ વાલિખિલ્યને " છોડી મુક્ય વાલિખધે રામને પ્રણામ કર્યા અને પિતાના નગરમાં જઈ પિતાની પુત્રી કલ્યાણમાળાને મળે કપિલની અજ્ઞાનતા. ત્યાંથી તાપી નદી ઉતરીને તેઓ અરુણ નામના નગરમાં આવ્યાં. ત્યાં કપિલ, નામના એક ક્રોધી અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર તેઓ રહ્યાં. કપિલની પત્ની સુશર્માએ તેમને પ્રેમપૂર્વક જમાડયાં. ત્યાં ફોધી કપિલ બહારથી આવી પહોંચ્યો. એણે રામ તથા લહમણુનું ભયંકર અપમાન કર્યું તેથી લમણે તેને ગળામાંથી પકડ પણ અત્તે રામની આરાથી તેને છેડી મૂકે ચોમાસાની ઋતુ શરુ થતી હોવાથી અરૂણ નગરની બાજુમાં આવેલ એક જગલમાં એક વડ નીચે ચોમાસુ રહેવાનું તેમણે નકકી કર્યું. વડ ઉપર રહેતે ઈભકણું આથી ગભરાયે ને તેને મોટા ગોકર્ણયક્ષને આ લેકની વાત કરી. કણે કહ્યું કે “એ દુષ્ટજના નથી પરંતુ બળભદ્ર અને વાસુદેવ છે જેમની પૂજા કરવી જોઈએ, પછી ગોકણે એક જ રાતમાં રામપુરી નામની સુદર નગરી ત્યાં ઉભી કરી દીધી. બીજે દિવસે એ રામ પાસે ગયે અને રામપુરીમાં નિરાતે ચોમાસુ રહેવાનું કહ્યું એક દિવસ પેલો કપિલ રામપુરીમાં લાકડાં લેવા આવ્યે એને ગોકર્ણ યક્ષને ભેટે થયો. એણે કપિલને રામ અને લક્ષમણના વાત કરી. બળભદ્ર અને વાસુદેવ જાણીને કપિલને પિતાના મૃત્ય માટે ઘણું જ પશ્ચાતાપ થયે એણે તરત જ રામ તથા લક્ષમણની માફી માગી કપિલ ઘણે જ ગરીબ હતો એટલે પિતાની ગરીબાઈ દૂર થાય એવી રામ પાસે તેણે આજીજી કરી. રામે તરત જ તેને ઘણું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy