SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણ બલદેવ રામ, વાસુદેવ લક્ષ્મણ અને પ્રતિવાસુદેવ રાવણચરિત્ર. રાવણને જન્મ શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં લંકાનગરીમાં મેઘવાહન નામે એક રાક્ષસ કુળમાં જન્મેલે મહા બળવાન અને પરાક્રમી રાજા રાજ્ય કરતે હતો એણે અત્યંત કુશળતાપૂર્વક રાજ્યને કારભાર ચલાવ્યો પરંતુ વૃદ્ધાવસ્થા થતાં એણે લકાનું રાજ્ય પિતાના કરતાં વધુ પરાક્રમી અને વીર્યવાન પુત્ર મહારાક્ષસને સેપ્યું અને પિતે દીક્ષા અગિકાર કરી સ્વશ્રેય સારું. મહારાક્ષસની પછી એ કૂળમાં અનેક રાજાઓ થઈ ગયા એમાં સૌથી વિખ્યાત રાજા કીતિધવલ થયે એ શ્રેયાંસસ્વામિના કાળમાં થઈ ગયે. આ બાજુ લકામા કીર્તિધવલ રાજ્ય કરતા હતા ત્યારે મેઘપુર નગરમાં વિદ્યાધરોનો રાજા અતી: પિતાની આણ વર્તાવી રહ્યો હતે એને સર્વગુણસંપન્ન શ્રીમતી નામની શીયળવતી રાણી હતી. એ રાણુની કુખે શ્રીકકે નામને પુત્ર અને દેવી નામની પુત્રી ઉત્પન્ન થયાં હતાં અને ભાઈબેન અત્યંત સ્વરૂપવાન અને દેવી સ્વરૂપવાળાં હતાં. દેવીનાં રૂપનાં વખાણ દેશદેશના રાજાઓના કાને પહોંચવા લાગ્યા. એ જ અરસામાં રત્નપુર નગરની અંદર પુ ત્તર નામે એક વિચક્ષણ સ્વભાવને રાજા રાજ્ય કરતે હતો એના સુભટેએ દેવીનાં ઘણું જ વખાણ કર્યા ત્યારે પુત્તરે મનમાં નિશ્ચય કર્યો કે કઈ પણ હિસાબે મારે દેવીને પરણવી એવા નિશ્ચયથી એણે દેવીનું માથું અતી દ્ર પાસે કર્યું. પરંતુ અતી એની માગણીને અસ્વીકાર કરી દેવીને કીર્તિધવલ સાથે અત્યત ધામધૂમથી પરણાવી. - પુતર રાજાને કાને સમાચાર આવી પહોંચ્યા કે દેવીનાં લગ્ન તે કીર્તિ ધવલ સાથે થયાં છે. એ સાંભળતાં જ પુતર રાજાના મનમાં ક્રોધની ઝાળ વ્યાપી ગઈ આથી કીતિધવલ અને અતી દ્ર પર વેર લેવાને મનમાં એણે નિશ્ચય કર્યો. એવામાં એક દિવસ અતી રાજાને વિરપુત્ર શ્રીકઠ ફરતે ફરતે પુષ્પોત્તર રાજાના ક્રિડાંગણ સમા એક મનહર ઉદ્યાનમાં જઈ ચડયો, ચારે બાજુ લીલાં ઝાડે શોભી રહ્યાં હતા સૃષ્ટિનું સૌદર્ય જાણે ત્યાં આવીને ઊભું હોય એવું સુદર દશ્ય ત્યાં જામ્યું હતું. એટલામાં પત્તર રાજાની પુત્રી પદ્યા એક વૃક્ષ પાછળથી બહાર આવી. એ અત્યંત સ્વરૂપવાન અને આકર્ષક પુત્રી હતી એને જોતાં જ શ્રીકંઠ એના પ્રત્યે અનુરાગી બન્યા શ્રીકઇ પણ દેવ જેવો દેખાવડો અને સોહામણે હતે. એટલે પધાના હૃદયમાં પણ શ્રીકંઠ પ્રત્યે અનરાગ જમ્યો ને મનમાં શ્રીકંઠનું સામીપ્ય ઈચ્છવા લાગી શ્રીકંઠ પડ્યાની ઇચ્છા તરત જ કળી ગયે એટલે એણે પદ્યાને પિતાના વિશાળ સ્ક ધ પર બેસાડી દીધી અને પિતે આકાશમાં ઉડવા લાગે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy