SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~- ~ શ્રી મહાપ ચકવત્તિ ગરિત્ર ] ૧૨૫ કરવા આવી કુમારે તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું ઈન્દ્રધનુ રાજાની રાણે શ્રીકાંતાની કુક્ષિથી ઉત્પન્ન શમેલી જયચંદ્રા તમારા વિના તરફડે છે” હુ જયચંદ્રને અપાવવા આવી ૬. માપમકુમાર વેગવતી સાથે તાઢય ઉપર ગયો અને તેના પિતાની સંમતિથી જયચંદ્રા સાથે લ કર્યો. વળતાં જયચંદ્રાના મામાના દીકરા ગંગાધર અને મહિધરે તેની સાથે યુદ્ધ કર્યું પણ તેનો તે પરાભવ કર્યો. ત્યારપછી મહાપમને ચૌદ રત્ન ઉત્પન્ન થયાં. તે રત્નોથી તે છ ખંડ ગાયા. અને તાપસ આશ્રમમાં રહેલ મદનાળીને પરણી તેને સ્ત્રી રન બનાવ્યું. મહાપદ્મ સંપૂર્ણ અદ્ધિ સહિત હસ્તિનાપુર આવ્યો. માતપિતાએ તેનાં લુછણા લીધાં. આ અરસામાં અવતાચાર્ય હસ્તિનાપુર પધાર્યા. માતાપિતાએ તેમની પાસે દીક્ષા લેવાની ઈચ્છા કરી. વિશકુમારને રાજ્ય આપવા માંડયું. પણ તેણે રાજય ન લેતાં પિતાની સાથે સૂત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. આ પછી મહાપદ્દમનો રાજ્યાભિષેક થયો અને ચક્કી અભિએક પણ . મહાપમે પિતાની માતાને અધુરો રહેલ મનોરથ જેનરથ કાઢી પૂરે કર્યો. સુવતાચાર્ય પમોત્તર પ્રમુખ શિષ્યો સહિત કેટલાક વખત ત્યાં રહ્યા અને ત્યારબાદ બીજે વિહાર કર્યો તે દિવસે પોત્તર મુનિ કેવળજ્ઞાન પામી ક્ષે ગયા અને વિષ્ણુકુમાર ઉગ્ર તપશ્ચર્યાના બળે અનેક લબ્ધિઓ પામ્યા. અને આકાશગામિની લબ્ધિથી વિવિધ સ્થળે તીર્થ યાત્રા કરતા સંયમ નિર્વાહમાં પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. મહાપદમ કુમારે પિતાના ચકીપણાના કાળમાં અનેક જીનમંદિર બંધાવ્યાં અને ઘણા ધાર્મિક કાર્યો કર્યા. એક વખત સુત્રતાચાર્ય શિષ્યો સહિત ફરી હસ્તિનાપુર પધાર્યા. નમૂચિએ તેમને જોયા અને વેરનો બદલો લેવાની ઈચ્છા તેના મનમાં જાગૃત થઈ. તેણે રાજા પાસે મારો યજ્ઞ ચાલે ત્યાં સુધી રાજ્ય મારી હકુમતમાં રહે તેવી વરદાન બદલની માગણી કરી. એક વચની રાજાએ તે કબુલ કરી તેને રાજ્ય સોંપ્યું. યજ્ઞમાં આશીર્વાદ આપવા સર્વ ધર્માચાર્યો આવ્યા. માત્ર શ્વેતાંબરી જૈન સાધુ આવ્યા નહિ. નમુચિને હાનું મલ્ય. તેથી તેણે તેમને કહ્યું “રાજાનું નહિ કલ્યાણ ઈચ્છનારા તમે અહિથી ચાલ્યા જાવ. હું હાલ રાજા છું.” સુત્રતાચાર્યે કહ્યું “હાલ અમારે ચાતુર્માસ છે. ચાતુર્માસ પછી અમે જઈ નચિએ ન માન્યું. તેણે જવાની સાત દિવસની મહેતલ આપી. સુત્રતાચાર્યે મેરૂ પર્વત ઉપર રહેલ વિષ્ણુકુમાર પાસે એક મુનિને મોકલ્યો. વિષકુમાર સુનિને સાથે લઈ તુર્ત ત્યાં આવ્યા. નમુચિને ખુબ શાંતિથી સમજાગે. પણ નમુચિ એક નો બે ન થયો. વિ. કુમાર નસચિને કહેવા લાગ્યા કે ત્રણ ડગલાં જમીન તે આપીશ કે નહિ?'નમુચિ કહ્યું “હું તમને ત્રણ ડગલાં ભૂમિ આપું છું પણ તે ભૂમિની બહાર જ રહેશે તેને હું તત્કાળ હણી નાંખીશ.” વિષ્ણુકુમારે “તથાસ્તુ” એમ કહી સ્વીકાર કર્યો. નમુચિ વિષાકમા રને ત્રણ ડગલાં જમીન લઈ લેવાનું જણાવતા ઉભા રહ્યો. મુનિએ પોતાની કાયા લાખ જન વિકવી. માનવો દે અને સર્વ જગત ક્ષોભ પામ્યું. ઈન્દ્રોએ દેવસભાના નાટારંભ બંધ કર્યા. પાતાલવાસી દે ક્ષણમાં શું થશે તે વિચારી કંપવા લાગ્યા. મુનિના ક્રોધે. માઝા મૂકી હતી. સર્વ જગત ભયમાં આવી પહયું હતું. બે ડગલા માત્રમાં સર્વ જગત
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy