SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ' [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, હતી. ત્યાં શ્રષ્ઠ નામે રાજા રાજ્ય કરતે હતો. આ રાજા દાનવીર, રણવીર, ધર્મવીર અને આચારવીર હતે કેટલેક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે નંદનમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, વીસ્થાનક તપનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને પ્રાંતે મૃત્યુ પાગી પ્રાણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. !' ; ' હરિવંશની ઉત્પત્તિ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેશાબી નામે નગરી હતી. તેનગરીમાં સુમુખ નામે રાજા હતા. આ રાજા એકદા વસંત સમયે ફરવા નીકળ્યો. માર્ગમાં તેણે વીરવિંદની શ્રી વતમાળાને દેખી. તેનું રૂપ જોઈ રાજા મુગ્ધ થયો. મંત્રીના પ્રયત્નથી તેણે તેને અંતઃપુરમાં દાખલ કરી. વીરવિંદ વનમાળાના જવાથી ગાડી બન્યો. તે શેરીએ ભટકે છે અને “વનમાળા! વનમાળા!” એવી બૂમો પાડે છે. લોકોના ટોળેટોળાં એની પછવાડે ભમે છે. એક વખત વર્ષાઋતુમાં રાજમહેલ આગળ કોલાહલ, સાંભળી સુમુખ વનમાળા સાથે અગાસીમાં આવ્યો. તેણે લોકોના ટેળાથી ઘેરાએલા ગાંડા બનેલ વીરવિંદને જોયો. જોતાંજ પિતાના કૃત્ય માટે બન્નેને દુઃખ થયું, અને પોતાના વિષયલંપટપણુ માટે ધિક્કાર ઉપજો. આજ અરસામાં વિજળી પડી અને વિજળીથી સુમુખ અને વનમાળા મૃત્યુ પામી " હરિવર્ણક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયા. માતપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ રાખ્યા. રાજા રાણીને વિદ્યુત્પાતથી ભરેલાં દેખી વીરવિંદ આનંદ પામ્યો. અને બાળતિય તપી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં કિલિબથીક દેવપણે ઉત્પન્ન થયો, અવધિજ્ઞાનથી તેણે પિતાનો પૂર્વજન્મ અને યુગલિક હરિ હરિણીને દેખ્યાં. તેમને દેખતાં તેને પૂર્વનું વર તાજી થયું. અને તેણે વિચાર્યું કે હું એમને એવી સ્થિતિમાં મુકું કે તેઓ દુઃખ પરંપરા પામી સંસારમાં રખડે? આથી તેણે બન્નેને ઉપાડી ચંપા નગરીમાં અપત્રિયા મૃત્યુ પામેલા ચંદ્રકીતિ રાજાની ગાદી ઉ૫ર સ્થાપન કયી અને પ્રધાનો દ્વારા કલ્પવૃક્ષના ફળ સાથે માંસ મદિરા અપાવી ભ્રષ્ટ કર્યો. આ હરિ રાજાના નામથી જતે દિવસે તે વંશ હરિવેશ તરીકે ખ્યાતિ પામ્યો. છેવટે હરિરાજા મૃત્યુ પામી શીતળનાથ ભગવાનના સમયમાં નરકે ગયે. હરિરાજા પછી તે વંશમાં પૃથ્વીપતિ-મહાગિરિ, હિમગિરિ વસુગિરિ, ગિરિ. વિમલગિરિ વિગેરે અનેક રાજાઓ થયા. તેમાં કઈક સ્વર્ગે તે કઈક નર અને કઈક મેક્ષે પણ ગયા. [૨] તૃતીયભવ–શ્રી મુનિસુવ્રત સ્વામિ આમ અનુક્રમે તે વંશમાં ઉત્પન્ન થએલ સમિત્રરાજા રાજગૃહી નગરીમાં રાજય કરતે હતે. તેને પાવતી નામે રાણી હતી. એક વખત તેની કુક્ષિમાં શરષ્ઠ રાજાને જીવ પ્રાણુત કલ્પમાંથી ઍવી શ્રાવણ સુદ પૂનમના દિવસે શ્રવણ નક્ષત્રમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ ચૌદ સ્વમ દેખ્યાં. દેવોએ વન કલ્યાણક મહત્સવ કર્યો. અનુક્રમે પૂર્ણમાસ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy