SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ આગા થી સુબૂમ ચકવતિ ચરિત્ર 1 - - સુભૂમ ચકવનિ. અનંતવીર્યના મૃત્યુ બાદ પ્રધાનોએ કૃતવીર્યને ગાદી ઉપર બેસાડો. તેને તારા નામે પત્ની હતી તેની કુણિને વિષે ભૂપાલ રાજાને જીવ મહાશુક દેવલોકમાંથી એવી ઉત્પન્ન થયો. પિતાના મૃત્યુના સમાચાર સાંભળી કૃતવીર્ય ફરી તાપસના આશ્રમે આવ્યો અને તેણે જમદગ્નિને મારી નાખે. આ સાંભળી પરશુરામના ક્રોધે માઝા મૂકી. તેણે કૃતવીર્ય વિગેરે તમામ ક્ષત્રિયેને મારી નાખ્યા. ગર્ભવતી તારા ત્રાષિઓના આશ્રમમાં છૂપી રીતે ચાલી ગઈ અને ત્યાંજ ભૂમિગૃહમાં ચૌદ સ્વમ સૂચિત ચક્રવર્તિ પુત્રને જન્મ આપ્યો ભૂમિગૃહમાં જન્મ થએલ હેવાથી તેનું નામ સુસુમ એવું પાડયું. પરશુરામે જોધી શોધીને ક્ષત્રિયોને મારી નાંખ્યા. પણ તેને હજી ભય મ નહોતે. તેણે કોઈ નિમિત્તિયાને પૂછયું “મારે પરાભવ કઈ કરશે ખરે.” નિમિત્તિયાએ કહ્યું જે સિંહાસન ઉપર બેસી તમે ક્ષત્રિયોની દાઢાને જે થાળ ભર્યો છે તેને ક્ષીરરૂપ બનાવી પી જશે તે તમારે પરાભવ કરશે.” પરશુરામે દાનશાળા ખોલી તેની આગળ સિંહાસન પધરાવ્યું. અને તેની ઉપર દાઢાને થાળ મુકો. આ તરફ ભૂમિગૃહમાં મોટો થતે સુભૂમ અઠયાવીશ ધનુષ્યની કાયાવાળો થયો. નિમિત્તિયાના વચનથી મેઘનાદ વિદ્યાધરે પિતાની પામશ્રી નામની કન્યા પરણાવી. એક વખત સુભૂમે માતાને પૂછયું “ આ લેક આટલોજ છે કે કેમ?” માતાએ પોતાની બધી પૂર્વ ઘટના કહી અને પૃથ્વીને પરશુરામે ક્ષત્રિય વગરની કરી છે તે સમાચાર જણાવ્યા. સુભ્રમ ભોંયરામાંથી બહાર નીકળ્યો. દાનશાળાએ પહોંચે. સિંહાસન ઉપર બેઠો અને તત્કાળ ક્ષીર રૂપ થએલ દાઢાના થાળને મોઢે ચઢાવી પી ગયે. પરશુરામ કોધથી ધમધમતે પરશુ સાથે આવ્યો અને તેણે સુબૂમ ઉપર પરશુ મુકી. પણ તે પરશુ પાણીમાં તણખે બૂઝાય તેમ બૂઝાઈ ગઈ. સુલૂમ પાસે કશુ શસ્ત્ર ન હોવાથી તે દાઢાના થાળને પરશુરામ પ્રત્યે ફેંક. દેવતાઈ પ્રભાવથી થાળ ચક્રરૂપ બન્યો. અને તેણે પરશુરામનું મસ્તક કાપી નાંખ્યું. પરશુરામે સાત વાર પૃથ્વીને નિક્ષત્રીય કરી હતી તેનું વર સંભારી સુભમે પૃથ્વીને એકવીશ વાર નિર્ણાહ્મણ કરી. ' આ પછી સુભ્રમને બીજા પણ તેર રત્નો આવી મળ્યો. તેણે છ ખંડ સાધ્યા. અને રાજાઓ તથા દવેએ તેને ચક્રીપદ ઉપર આરૂઢ કર્યો. કાળ પરિણામે અભૂમ મૃત્યુ પામી સાતમી નરકે ગયે. તેણે કુમારપણુમાં પાંચ હજાર વર્ષ, માંડલિકપણુમાં પાંચ હજાર વર્ષ, દિવિજયમાં પાંચ વર્ષ અને ચકીપણામાં પાંચ ઉણુ અ લાખ વર્ષ એમ કુલ સાઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. [ પરશુરામ ચરિત્ર સહિત સુન્નમ ચવતિ ચરિત્ર સંપૂર્ણ ]
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy