SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા શ્રી સુલૂમ ચક્રવર્તિ ચરિત્ર ] ૧૫૧. આઠમા શ્રી સુભૂખ ચક્રવર્તિ ચરિત્ર (૧) સુભમચક્રવર્તિનો પૂર્વભવ. અરનાથ ભગવાનના તીર્થમાં થએલ સુભૂમ ચક્રવતિનું ચરિત્ર અહિં કહેવામાં આવે છે. આ ભરતક્ષેત્રમાં વિશાલ નામે નગર હતું. તેવાં ભપાલ નામે રાજા રાજ્ય કરતે હતે. એક વખતે તેના ઘણું શત્રુઓએ સાથે મળી તેના ઉપર હલે કર્યો અને તેનો પરાભવ કર્યો. આથી વિરાગ્ય પામી ભૂપાલે સંભતિ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી. તપ તપતાં છતાં રાજ્યના પરાભવનું દુખ નહિ વિસરાયું હોવાથી તેણે નિયાણું બાંધ્યું કે હું આ તપના પ્રભાવથી મહાગને ભેગવનારે મહારાજવી થાઉં.” આ પાપને આલેચ્યા વિના ભૂપાલ રાજર્ષિ મૃત્યુ પામી મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પરશુરામ ચરિત્ર. શ્રી ઋષભદેવ ભગવાનને પુર નામે એક પુત્ર હતું તેથી તેના દેશનું નામ કરદેશ પડયું. કુરને હસ્તિ નામે પુત્ર હતું તેથી કુરૂદેશના મુખ્ય શહેરનું નામ હસ્તિનાપુર પડયું. આ કુરૂના વંશમાં પરંપરાએ હસ્તિનાપુરમાં મહાપરાક્રમી અનંતવીર્ય રાજા થયો. આ અરસામાં વસંતપુર નગરમાં રહેનાર અગ્નિક નામે એક દુખિયારે છોકરા હતો. જેના જન્મ થયા પછી વંશના બધા માણસે નાશ પામ્યા તે ફરતે ફરતે એક ઋષિના આશ્રમે આવી ચઢ્યો. આશ્રમના કુલપતિ યમરાષિએ તેને પુત્ર તરિકે રાખ્યો, તેથી તેનું નામ લેકમાં જમદગ્નિ પડયું. આ જમદગ્નિ ઉગ્રતપશ્ચર્યા કરનારે થયો, તેથી અગ્નિના જે દુકસતેજવાળે અને લેકમાં અતિપ્રસિદ્ધિ પામ્યો. જમદગ્નિની તપશ્ચર્યાથી તાપસભક્ત ધનવંતરીદેવ તેનો ભક્ત થયો. એક વખત આ ધન્વન્તરી દેવ અને પૂર્વજન્મમાં શ્રાવક- હતે એવા જૈનભત વૈશ્વાનરદેવ વચ્ચે વાદવિવાદ થયો. ધન્વતરી કહે, “તાપસધર્મ ઉત્તમ છે અને વિશ્વાનર કહે જનધમ ઉત્તમ છે. છેવટે મનનેએ નિર્ણય કર્યો, કે આપણે આહંતધર્મમાં રહેલા અને તાપસધર્મમાં રહેલાની પરીક્ષા કરીએ. તુર્ત અને દેવે પરીક્ષા કરવા ઉપડયા. સૌ પ્રથમ નવિન દીક્ષા પામેલ મિથિલા નગરીના પરથ'રાજર્ષિને મળ્યા. તેમણે અનુકૂલ અને પ્રતિકૂલ ઘણું ઉપસર્ગો કર્યો, પણ મુનિ નિશ્ચળ રહ્યા. ત્યારપછી તે બન્ને દેવ ઉગ્ર તપશ્ચર્યા કરનાર જમદગ્નિની દાઢીમાં ચકલા-ચકલીનું રૂપ કરી રહ્યા. ચકલા ચકલીને કહ્યું હું હિમાલય ઉપર જઈ તુ આવું છું.” ચકલીએ કહ્યું, “તું ત્યાં જાય અને તેને બીજી ચકલી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy