SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.. 'I ૧૪૬ પાંત્રીશ ધનુષ્યની કાયાવાળા થયા. પિતાએ અનેક રાજકન્યાઓ સાથે તેમના વિવાહ કર્યાં. ભગવાન તેવીસ હજાર અને સાડાસાતસે વર્ષના થયા ત્યારે તેમને પિતાએ રાજ્યારૂઢ ર્યાં. ભગવાને રાજ્યને પામી રાજ્યવ્યવસ્થા સુંદર રીતે ચલાવી. એક વખત આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. કુન્થુનાથે તેની પૂજા કરી અને પછી ચક્રરત્નને અનુસરી માગયવરદામ–પ્રભાસ, સિંધુદેવી, વૈતાઢયકુમાર દેવ અને કૃતમાલદેવ વિગેરેને સાધવાદ્વારા દક્ષિણ ભરતાના મધ્યખંડને પાતે સાધ્યો અને સિંધુ નિષ્ફટને સેનાપતિ પાસે સધાવ્યું. ત્યારબાદ તમિસ્રાગુફામાં પેસી ઉત્તર ભરતના મધ્ય પહેલા આપાત જિલ્લાને સાધ્યા. અને સેનાપતિ પાસે સિંધુના નિષ્ફટને સ ત્યાંથી આગળ વધતાં પ્રથમ ક્ષુદ્રહિમવતકુમારદેવને સાધ્યો અને ઋષ ઉપર પેાતાનુ નામ લખી વૈતાઢ્યના વિદ્યાધરાને સ્વાધીન કરી ગંગાદેવી અને નાટયમાલ દેવને સાધ્યા. ગંગાના ઉત્તર નિષ્ફટને સેનાપતિ પાસે સધાવ્યું, પછી ખડપ્રપાતા ગુફા દ્વારા દક્ષિણ ભરતમાં પેસી નવનિધિ પ્રાપ્ત કર્યાં, અને ગંગાનું બીજું નિષ્કુટ સેનાપતિ પાસે સધાવ્યું. આ રીતે સપૂર્ણ ભરત ક્ષેત્ર સાધી મુન્થુનાથ હસ્તિનાપુરમાં આવ્યા. દેવ અને મનુષ્યાએ ચક્રવર્તિ પણાનો અભિષેક કર્યો. ચક્રવર્તિપણાના વૈભવમાં રાચતા ભગવાન તેવીસ હજાર અને સાડા સાતસો વર્ષના થયા ત્યારે લેકાન્તિક દેવાએ તીથ પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. કુન્ટુનાથ ભગવાન પુત્રને રાજ્યગાદી પર સ્થાપી વાર્ષિકદાન આપી વિજયા શિખિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યાં. શિમિકામાંથી 'ઉતરી વૈશાખ વદ ૫ ના દિવસે કૃતિકા નક્ષત્રમાં એક હજાર - રાજાઓની સાથે, છઠે તપ પૂર્વક દીક્ષા અંગીકાર કરી. દેવેએ દીક્ષા મહોત્સવ કર્યાં. ખીજે દિવસે ચક્રપુર નગરમાં ઘેર પ્રભુએ પરમાનથી પારણુ કર્યું. વાએ પંચ' દિવ્ય પ્રગટ સ્થાને રત્નમય પીઢ કરાવી. ત્યારબાદ ભગવાને અન્યત્ર વિહાર કર્યાં. ' વ્યાઘ્રસિંહ રાજાને કર્યાં. વ્યાઘ્રસિંહે- તે સેાળ વર્ષ સુધી વિહાર કર્યાં બાદ ભગવાન ફ્રી . સહસ્રામ્રવનમાં પધાર્યાં. અને તિલક વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાન ધ્યાવતાં પ્રભુને ચૈતર, ક્ષુદ ત્રીજના દિવસે કૃતિકા નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ સમવસરણ રચ્યુ ભગવાને દેશના આર’લી. તેમાં ચાર ધ્યાનનું વર્ણન કર્યું. દેશના ખાદ કોઇએ શ્રાવકણુ તા કાઇએ સાધુપણું અંગીકાર કર્યું. ભગવાનને સ્વયંભૂ વિગેરે પાત્રીસ ગણુધરા થયા. તેમણે ભગવાન પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પેરિસી પૂર્ણ થતાં ગધર ભગવતે દેશના આપી. દેશના પૂર્ણ થતાં દેવા અને રાજાએ પ્રભુને વાંદી - મહેાત્સવ કરી સ્વસ્થાને ગયા. કુંથુનાથ સ્વામિના શાસનમાં ગંધવ' નામે યક્ષ શાસનદેવ અને ખલાદેવી નામે યક્ષિણી શાસનદેવી થઈ. ગંધવ યક્ષ રથના વાહનવાળા, શ્યામવર્ણવાળા,, બે દક્ષિણભામાં વરદ અને પાસ તથા એ વામનૂજામાં ખીજોરૂ અને અકુશ ધારણ કરનારા થયો. અલાદેવી ગૌરવણુ વાળી, મયૂરના વાહનવાળી, એ દક્ષિણુાભૂજામાં ખીન્નેરૂ અને ત્રિશૂળ તથા એ વામ ભૂજામાં મુઢી અને કમળને ધારણ કરનારી થઈ. *
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy