SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ] - ૧૩૫ જા, વિચાર કરીને હું દાસીઓને મોકલી આપીશ. દૂત દમિતારિ પાસે પહે, અને કહ્યું કે, “અનંતવી થોડા વખતની માગણી કરી છે પણ તે જરૂર મોકલી આપશે.” હતના ગયા બાદ બન્ને ભાઈ એકઠા મળ્યા અને વિચાર કર્યો કે આપણે શું કરવું? જો આપણે આની ધમકીને વશ થઈએ છીએ તે આપણી તેમાં નામરદાઈ જણાય છે. અને વશ નથી થતા તે દમિતારિ વિદ્યાબલી હોવાથી આપણે ગમે તેટલું પરાક્રમ કરીશું તે પણ તેને જીતી શકીશું નહિ. આપણી પાસે જે વિદ્યાઓ હેત તે દમિતારિને કાઈ હિંસાબ નથી. એટલામાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ હાજર થઈ અને એમણે કહ્યું, “અમે તમારે સ્વાધીન છીએ. આજ અરસામાં ફરી દમિતારિને દૂત આવ્યો અને કહેવા લાગ્યું કે, પ્રબળ દમિતારિને કેપ કરાવી શું લાભ કાઢવાનું છે? તે તમારી પાસે હીરા, માણેક કે દેશ માગતું નથી. તે માગે છે માત્ર હલકાકુળની બે દાસીએ. વિચાર કર્યા વગર તેને જલદી મોકલે અને તેને ગાઢ સંપર્ક સાધી સુખ મેળવ” દમિતારિ રાજાને કનકશ્રી નામે રૂપવતી પુત્રી હતી. તેને મેળવવા અનંતવીર્ય ઝંખી રહ્યો હતે. તે વાત મનમાં છૂપાવી દૂતને કહ્યું, “તમારો રાજા બે ચેટીઓથી સંતોષ પામતે હોય તે સુખેથી તે તેને લઈ જા.' એમ કહી અનંતવીર્ય અને અપરાજિત બનેએ ચેટીનું રૂપ ધારણ કરી હતની સાથે દમિતારિની સભામાં ગયા. દમિતારિ તેમનુ ગીત નૃત્ય જોઈ ખુશી થશે. અને પોતાની પુત્રી કશ્રીને નૃત્યકળા શીખવવા તે બનેને રાખી. કનકશ્રી આગળ વચ્ચે ચેટીના રૂપમાં રહેલ અપરાજિત અનંતવીર્યના ગુણની પ્રશંસા કરતહતો. ઘણી પ્રશંસા સાંભળી કનકશ્રીએ એકવાર કહ્યું, “અનંતવીર્યની તું પ્રશંસા તે ખૂબ કરે છે પણ તેને બતાવે ત્યારે ખબર પડે કે તે કે સુંદર છે?” અપરાજિતે કહ્યું. હાલ બતાવું.” એમ કહી ડીવારે અનંતવીર્યને મૂલરૂપે કનક શ્રી પાસે હાજર કર્યો. કનકશ્રી મુગ્ધ થઈ. પણ ઉડો નિસાસો નાંખી બેલી “મારું એવું ભાગ્ય કયાં કે હું તમને મેળવી શકું?'અને તેવી કહ્યું, “શા માટે ગભરાય છે. તું મારી સાથે અત્યારે આવવા ઈચ્છે છે? કન્યાએ હા પાડી પણ કહ્યું કે, “તમે મારા પિતાના પરાક્રમથી વાકેફગાર છે કે નહિ ? અનંતવીર્ય અને અપરાજિતે કહ્યું, “તારા પિતા ગમે તેવા બલિષ્ટ હોય તો પણ અમને જીતી શકે એમ નથી. તેની તું બીલકુલ ફીકર ન કર. અને તું અમારી સાથે સુભગા નગરી ચાલ.” • અનંતવીર્ય, અપરાજિત અને પાછળ કનકછી એમ ત્રણે જણા ચાલ્યા. અને બન્ને ભાઈઓએ ઉર્દોષણાપૂર્વક કહ્યું કે, હે દમિતારિ! પ્રધાનો, સૈનિકો અને નગરલોકે! સાંભળો, કરાતી અને બબરી તે તમને મળવાની હશે ત્યારે મળશે પણ તમારી સૌની વચ્ચે તમારા નગરમાં આવી અને આ કનકશ્રીને લઈ જઈએ છીએ જેનામાં પરાક્રમ હોય તે છેડાવવા આવજે.' આમ બોલતા તેઓ આકાશમાગે ઉઠ્યા. દમિતારિ બેબાકળ બન્યા. પકડો પકડની તેણે બૂમ પાડી પણ જોતજોતામાં તેઓ કયાંય આગળ વધી ગયા. દમિતારિનું સૈન્ય તેમની પાછળ પડયું. અનંતવી વિદ્યાબળ સૈન્ય વિષ્ણુ, ભયંકર રણુસંગ્રામ થયે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy