SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ] ૧૩૩ ઉત્સાહ આવ્યો. અમિતતેજે ઘણુ રૂપે કરી લહતા અશનિઘોષ ઉપર મહાજવાલા. ફેંકી. અશનિઘોષ રણાંગણ છેડી નાઠા, મહાજવાલા તેની પાછળ પડી. કેઈ માર્ગ ન સૂઝવાથી તે સીમંતગિરિ ઉપર કેવળજ્ઞાન પામેલા બલદેવ મુનિને શરણે ગયે. મહા જ્વાલા પાછી ફરી કારણકે કેવલીની સભામાં ઈન્દ્રના વજની પણ શક્તિ ચાલતી નથી. ત્યાં બિચારી મહાવાલા શું કરે? અશનિઘોષનું સૈન્ય શ્રીવિજયને શરણે આવ્યું. અને મહાવાલાએ શ્રીવિજયાદિકને બલદેવ મુનિને કેવલજ્ઞાન થયાના સમાચાર કહ્યા. આ સમાચાર સાંભળતાં જ અમિતતેજ અને શ્રીવિજય બલભદ્રની દેશનામાં ગયા. અને સુતારાને લાવવાની મરિચી નામના સેવકને આજ્ઞા કરી. અશનિઘોષની માતા સુતારા ને સાથે લઈ સભામાં આવી. દેશનાના અંતે અશનિઘોષે કેવળી ભગવાનને પૂછયું “હે ભગવન! સુતારા ઉપર મારી દુષ્ટ બુદ્ધિ ન હતી છતાં મેં તેને કેમ હરી” ભગવાને તેને કપિલ અને સત્યભામાને વૃત્તાંત કહી બતાવ્યું. અને જણાવ્યું કે આ ભવને સનેહ અને દ્વેષ પરભવના કારણે ઉપર આધાર રાખે છે. સુનીશ્વરે વિશેષમાં કહ્યું કે શ્રીષેણ, અભિનંદિતા, શિખિનંતિ અને સત્યભામા મૃત્યુ પામી યુગલિયા થયાં ત્યાંથી સૌધર્મ દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી ચ્યવી છીણને જીવ અમિતતેજ થયે. શિખિનદિતાને જીવ તેની પત્ની જ્યોતિષ્મભા થયો. અભિનંદિતાને જીવ શ્રીવિજય થા. કપિલ મૃત્યુ પામી અનેક યોનિમાં રખડી જટીલકૌશિક તાપસની પવનવેગ નામની પત્નીથી ધાર્મિલ નામે ઉત્પન્ન થયો. મેટો થતાં પિતાની પરંપરા મુજબ તે અનેક તપ કરવા લાગ્યો. આ તપ દરમિયાન તેણે એક મહદ્ધિ દેવની જેમ વિમાનમાં બેસી આકાશમાર્ગે જતા એક વિદ્યાધરને જોયો અને ત્યાં તેણે નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી હું ભવાંતરે આવે થાઉં, આથી હે અશનિઘોષ! કપિલને જીવ બલિ બની તું અશનિઘોષ થયો છે. આ પછી અમિતતેજે ભગવાનને પૂછ્યું, “હે ભગવન્! હું ભવ્ય છું કે અભવ્ય શું? ભગવાને કહ્યું, “તમે નવમા ભવે સોલમાં શાંતિનાથ નામે તીર્થંકર અને પાંચમા ચક્રવર્તિ થવાના છે. અને શ્રી વિજય તે ભવમાં તમારો પુત્ર અને પાછળથી ગણધર થશે.” અશનિષે પુત્રને રાજ્યગાદી સૅપી બલભદ્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી સ્વયંપ્રભાએ પણ ઘણું સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી અને શ્રીવિજયે અમિતતેજ સહિત શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. અમિતતેજ અને શ્રીવિજય પિતાતાની રાજધાનીમાં ગયા. અને ધર્મમય જીવન પસાર કરવા લાગ્યા. એક અરસામાં તે બન્ને નંદનવનમાં શાશ્વત પ્રતિમાઓને વંદન કરવા ગયા. ત્યાં ભમતાં ભમતાં તેમણે વિપુલમતિ અને મહામતિ નામના બે વિદ્યાધર સનિઓને જોયા. તેમને નમી ધર્મદેશના સાંભળી અને પૂછયું, “અમારું આયુષ્ય કેટલું બાકી છે” સુનિએ કહ્યું. “તમારું છવીસ દિવસનું આયુષ્ય બાકી છે. તેઓએ દાન આપવાની શરૂઆત કરી અને પુત્રને રાજ્યગાદિ સોંપી વ્રત ગ્રહણ કર્યું. ઓછો સમય હોવાથી અને અણસણને સ્વીકાર કર્યો. શ્રી વિજયે આ તપ તપતાં પોતાના પિતાનું સ્મરણ કર્યું. અને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy