SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. . ... . . , - , , , , વન અધિષ્ઠાયક યક્ષ જલપાત્ર સાથે હાજર થયો, જલપાન કરાવ્યું અને માનસ સરોવરમાં સ્નાન પણ કરાવ્યું. ત્યારબાદ તે યક્ષ અંતર્ધાન થયો. આ વખતે પૂર્વ ભવના શત્રુ અસિત યક્ષે આર્યપુત્રને જોયા. અને તેણે વૃક્ષ, પિશાચ, પર્વત, નાગપાશ વિગેરેના અનેક ઉપસી કર્યો. છેવટે તમારા મિત્ર બાહુયુદ્ધથી યક્ષને પરાભવ કર્યો. ત્યારપછી આર્યપુત્ર પગે ચાલી અટવી બહાર આવ્યા ત્યા ભાનુગ વિદ્યાધરની આઠ કન્યાઓએ તેમને જોયા. અને તેમની સાથે પિતાની સંમતિથી પરણી એક વખત રતિગૃહમાં આર્યપુત્ર સુતા હતા તે વખતે અસિતયક્ષે તેમને ઉપાડી કોઈ ભયંકર અરણ્યમાં મૂક્યા, જાગૃત થતાં તે જંગલમાં તેમણે એક મહાપ્રાસાદ જોયો. તે પ્રાસાદમાં રહેલ ચંદ્રયશાની સુનંદા કુમારીને પરણ્યા. જે જતે દિવસે સ્ત્રીરત્ન થયુ. જંગલમાં આર્યપુત્ર સુનંદા સાથે હર્ષથી વાત કરે છે તેટલામાં. વજુગ વિદ્યાધર તેમના ઉપર ચઢી આવ્યો પણ તેને મુષ્ટિ પ્રહારથી આર્યપુત્રે મારી નાખ્યો. વજીવેગનું ઉપરાણુ લઈ વધ્યાવળી નામની તેની બહેન ત્યાં આવી પણ આર્ય પુત્રને જોતાં જ તેમની રાગ થઈ ગાંધર્વ વિવાહથી પરણી. વજીવેગને પિતા અશનિવેગ પુત્રના વિરનો બદલો લેવા તેમના ઉપર ચઢી આવ્યો પણ ચંદ્રગ અને ભાનુવેગ આર્ય પુવાને સહાયે ધાયા. ભયંકર યુદ્ધ જામ્યું. છેવટે આર્યપુત્રે અશનિવેગના મસ્તકને છેદી નાંખ્યું. ચંદ્રગ વિગેરે વિદ્યાધરે આર્યપુત્રને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયા અને વિદ્યાધરના મહારાજાપણાને તેમનો અભિષેક કર્યો. મારા પિતા ચંદુવેગે મારી સાથે સે બીજીવિદ્યાધર પુત્રીઓના આર્યપુત્ર સાથે લગ્ન કર્યા. આ પછી અમે આનદથી સમય પસાર કરીએ છીએ. આજે અમે કીડા કરવા માટે તમારા મિત્ર સાથે અહિં આવ્યાં છીએ. એટલામાં સનસ્કુમાર રતિગ્રહમાંથી બહાર આવ્યે. અને મહેન્દ્રસિંહને વૈતાઢય ગિરિ ઉપર લઈ ગયે. મહેન્દ્રસિંહમિત્રની ઋદ્ધિ સિદ્ધિ જોઈ આનદ પામે. પણ તેનું મન સનકુમારને લઈ રાજા પાસે જવાનું હતું. એક વખતે તેણે મિત્રને કહ્યું “ તમારા વિના માતપિતા ગુરે છે.” તત્કાળ સનસ્કુમાર વિદ્યાધાથી વીંટળાઈ હસ્તિનાપુર તરફ ચાલ્યા. અને હસ્તિનાપુર આવી સ્ત્રીઓ અને પરિવાર સહ માતાપિતાને નમ્યા. પિતા પુત્ર, અને તેની અદ્ધિસિદ્ધિ જોઈ આનંદ પામ્યા. અને પિતાનું રાજ્ય તુર્ત પુત્રને સેંચુ. અને મહેન્દ્રસિંહને સેનાપતિપદે સ્થા, કૃતકૃત્ય અશ્વસેન રાજાએ ધમનાથ તીર્થંકરના તીર્થના સ્થવિર મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને પિતાને સ્વાર્થ સાધ્યો. સનસ્કુમારને અનુકમે ચૌદ મહારત્નો પ્રાપ્ત થયાં. તેણે ચકરીને અનુસરી ભારતક્ષેત્રના છ ખડસાધ્યા અને નૈસર્પ વિગેરે નવનિધિ સાધ્યા. રાજાઓએ ચકીપણાને અભિષેક . કરવાનો વિચાર કર્યો તે અવસરે સૌધર્મેન્દ્ર સર્વત્યુમારને જોયા. અને તેમને પોતાના બંધુવત્ તરીકે ગણી તેમના અભિષેકમાં દેવ મોકલી પોતે પણ જોડાયા. અને હાર, ચંદ્રમાળા, છત્ર, બે ચામર, મુગટ, બે કુંડલ, બે દેવ દુષ્પો, સિંહાસન, પાદુકા અને પાદંપીઠ વિગેરે કુબેરને અર્પણ કર્યો તિલોત્તમા, ઉર્વશી, મેના, રંભા, તુંબરૂ વિગેરે સાથે કુબેર હસ્તિનાપુર આવ્યો. સનકુમારની આજ્ઞા લઈ રહણગિરિના તટ આગળ દિવ્ય મંડપ' કર્યો અને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy